ભારતમાં ઘણા બધા મંદિરો છે અને દરેકની વિશેષતા અને મહત્વ પણ અલગ અલગ છે. એવું જ એક મંદિર છે ભોજપુર મંદિર. મધ્યપ્રદેશના ઐતિહાસિક ભોજપુર મંદિરમાં એકાએક લોકોનું જમાવડા જેવું લાગવાનું શરુ થઇ ગયું છે. ભોજપુર મંદિર લગભગ 1000 વર્ષ જુનું છે. ચોમાસાના સમયમાં જયારે આ મંદીર વિસ્તારને ગુગલ મેપમાં જોયો અને તેનું વિશ્લેષણ કરીને લોકોએ જે જોયું, તે જોઇને તેમની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ.
“ઓમ” ની વચ્ચે બનેલ છે મધ્ય ભારતનું શિવનું મંદિર, લોકોને મળી સાબિતી :
હા, ભોજપુર અને મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનું વર્ષોથી છુપાયેલુ એક પ્રાચીન રહસ્ય સામે આવી ગયું છે. વેજ્ઞાનિકોનું માનવું છે કે અહિ હજારો વર્ષ જૂની એક ઓમવૈલી છે. ચોમાસાના સમયમાં આ ઓમવૈલી સંપૂર્ણ રીતે પોતાના પુરા સ્વરૂપમાં આવી જાય છે. ચોમાસું આવતા જ આ ઓમવૈલીનો સુંદર સ્વરૂપ પૂરી રીતે નીકળીને સામે આવી જાય છે. અહિયાં ઉપર રહેલ હરિયાળીનું વધવું અને જળાશયો ભરાયા પછી ઓમવૈલીના જે ફોટા સામે આવે છે તેમાં ઓમનું ચિત્ર બનતું રહેતું જોવા મળે છે.
ગુગલ મેપથી એ વાતની પુષ્ઠી પણ થાય છે. આ ઓમની વચ્ચેનો ભાગ છે જુનું ભોજપુર મંદિર, અને તેની ઉપર વસ્યું છે ભોપાલ શહેર. એટલું જ નહી ભૂગોળ વેજ્ઞાનિકોને મળેલ તાજી સાબિતીના આધારે એ પણ માનવામાં આવે છે, કે ભોપાલ શહેર સ્વસ્તિક સ્વરૂપમાં વસાવવામાં આવેલ હતું. વિજ્ઞાન અને પ્રોદ્યોગિક પરિષદના વેજ્ઞાનિક તે સમયે ઓમવૈલીનું ગ્રાઉન્ડ તૈયાર કરે છે, જયારે ઉપગ્રહ ભોપાલ શહેરની ઉપરથી પસાર થાય છે. દર 24 દિવસના અંતરે આ ઉપગ્રહ ભોપાલ શહેરની ઉપરથી પસાર થાય છે અને આ ઉપગ્રહ દ્વારા ઘઉંની ખેતી વાળી જમીનના ફોટા લેવામાં આવે છે ત્યારે આ રહસ્ય સામે આવ્યુ. જે તમને ગુગલ મેપમાં પણ જોવા મળશે.
આ મોટુ એવું ઓમનું ચિત્ર ખાસ કરીને સદીઓ જુની ઓમવૈલી છે અને એ વાત ગુગલ મેપમાં સ્પષ્ટ દેખાઈ આવી રહી છે. આકાશમાંથી જોવા મળતી આ ઓમવૈલીની બરોબર વચ્ચે 1000 વર્ષ જુની ભોજપુરનું શિવ મંદિર સ્થાપિત છે. એટલું જ નહી મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર જ્યીતીર્લીંગ પાસે પણ આવી જ કુદરતી ઓમવૈલી દુર આકાશમાંથી દેખાઈ આવે છે. લોકોની દ્રષ્ટીએ આ ઓમવૈલી છે.
પ્રાચીન સમયના રાજા ભોજના સમયમાં ગ્રાઉંડ મૈપીંગ કેવી રીતે થયું હશે તે સંશોધનનો વિષય :
ઈતિહાસકારોનું માનવું છે કે એ જમાનામાં ભોપાલને એક સ્માર્ટ સીટી બનાવવા માટે તેને ભૌમિતિક પદ્ધતિથી વસાવવામાં આવ્યું હતું. તેને વસાવવા માટે રાજા ભોજની વિદ્વતાથી જ બધી વસ્તુ શક્ય થઇ શકી છે. ઈતિહાસકારોનું એવું માનવું છે કે ભોજ માત્ર એક સામાન્ય રાજા ન હતા પરંતુ અનેક વિષયો ઉપર મહાન વિદ્વાન હતા. તેમણે ભાષા, નાટક, વસ્તુ, વ્યાકરણ સહિત અનેક વિષયો ઉપર 60 થી વધુ પુસ્તકો લખ્યા હતા. કહેવામાં આવે છે વાસ્તુ ઉપર લખાયેલ સમરાંગણ સુત્રધારના આધારે જ ભોપાલ શહેર વસાવવામાં આવેલ હતું. ગુગલ મેપથી તે ડીઝાઇન આજે પણ તેવી જ જોઈ શકાય છે.
આ ઓમને તમે તમારા મોબાઈલના ગુગલ મેપમાં પણ જોઈ શકો છો. એના માટે તમારે ગુગલ મેપમાં સર્ચ કરો ભોજપુર (Bhojpur) મંદિર અને મેપનો સેટેલાઈટ વ્યુ ઓન કરો. અને પછી ધીમે ધીમે ઝૂમ આઉટ કરતા જાવ એટલે તમને પરફેક્ટ ઓમ દેખાશે. (સેટેલાઈટ વ્યુ કરવાં માટે જમણી બાજુ ઉપરની સાઈડ ચટ્ટઈ આકારનું દેખાય એની પર ક્લિક કરીને થઈ શકશે.)
આ વિશાળ ઓમ અને શિવ મંદિર વિષે એવું માનવું છે કે ઓમની સંરચના અને શિવ મંદિરનો સબંધ જુનો છે. દેશમાં જ્યાં પણ શિવ મંદિર બન્યા છે, તેની આજુબાજુમાં ઓમની સંરચના જરૂરી હોય છે. તેનું સૌથી સારું ઉદાહરણ છે ઓમકારેશ્વરનું શિવ મંદિર. પરંતુ વેજ્ઞાનિકોના મગજ તે વિચારી વિચારીને ચક્કર ખાઈ ગયા છે કે રાજા ભોજના સમયમાં ગ્રાઉન્ડ મૈપીંગ કઈ રીતે થતું હતું. તેના વીશે હજુ સુધી કોઈ લેખિત સાક્ષી તો નથી જ, પરંતુ આ સંશોધનનો રોચક વિષય જરૂર છે. પરંતુ ઉપગ્રહના ફોટાથી તે એકદમ સ્પષ્ટ છે કે રાજા ભોજે જે શિવ મંદિર બનાવરાવ્યુ તે આ ઓમની મૂર્તિની વચ્ચે જ આવેલ છે. જે ખુબજ આશ્ચર્ચચકિત કરે તેવું છે.