આ મંદિરમાં નારી રૂપમાં વિરાજમાન છે ભગવાન હનુમાન, રોગ સારા કરવા માટે આવે છે લોકો

0
619

હનુમાન આ મંદિરમાં નારી રૂપમાં છે વિરાજમાન, અહીં લોકો રોગથી મુક્તિ મેળવવા માટે આવે છે, જાણો આ અદ્દભુત જગ્યા વિષે

હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત છે, અને એવું કહેવામાં આવે છે કે તે કળિયુગમાં પણ પૃથ્વી પર વાસ કરે છે. જયારે પણ કોઈ ભક્ત પૂરી શ્રદ્ધા સાથે હનુમાનજીને કોઈ પણ નામથી યાદ કરે છે, તો તે તેની પ્રાર્થના સાંભળે છે. સુંદરકાંડમાં પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ દેવતા કદાચ ભક્તની ચિંતા સાંભળવામાં સમય લગાવી શકે છે, પરંતુ હનુમાનજી તરત ભક્તોની સમસ્યા સાંભળી લે છે.

બાળ બ્રહ્મચારી હનુમાનના તમને જુદા જુદા મંદિર જોવા મળશે. ક્યાંક તે સુતેલી મુદ્રામાં છે, તો ક્યાંક તે પોતાની પત્ની સાથે બિરાજમાન છે, પરંતુ એક મંદિર એવું છે જ્યાં તે પોતે એક નારીના વેશમાં છે.

છત્તીસગઢમાં છે મંદિર :

આ મંદિર છત્તીસગઢના રતનપુર ગામમાં છે, અને તે એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સ્ત્રીના રૂપમાં પૂજા થાય છે. આ મૂર્તિ કોઈ આજની નથી પરંતુ દસ હજાર વર્ષ જૂની છે. તેમાં હનુમાનજીની મૂર્તિ એક સ્ત્રીના રૂપમાં છે. અહીં જે ભક્ત સાચી શ્રદ્ધા સાથે આવે છે અને આ મંદિરમાં માથું ટેકે છે, હનુમાનજી તેમની તમામ મનોકામના પૂરી કરી દે છે. દુનિયા આખીમાં હનુમાનજીના જુદા જુદા પ્રકારના મંદિર છે, પરંતુ ક્યાય પણ તેને સ્ત્રી તરીકે પૂજવામાં નથી આવતા.

હનુમાનજીને સ્ત્રી તરીકે પૂજવા અને આ મંદિરને અહિયાં સ્થાપિત થવા પાછળની એક કથા છે. ઘણા પહેલાના સમયમાં રતનપુરમાં એક રાજા હતા જેનું નામ દેવજુ હતું. તે રાજા હનુમાનજીના પરમ ભક્ત હતા. તે દરેક સમયે ભગવાનની સેવામાં લાગેલા રહેતા હતા. એક વખત રાજા દેવજુને કુષ્ટ રોગ થઇ ગયો, રાજાને પોતાના જીવનથી મોહ ભંગ થવા લાગ્યો અને ધીમે ધીમે તેના જીવનમાં ઉદાસી છવાવા લાગી.

હનુમાનજી આવ્યા રાજાના સપનામાં :

રાજાએ વૈદ પાસે પોતાનો ઉલાજ કરાવ્યો, પરંતુ કોઈ પણ રીતે તેને આરામ ન મળ્યો. રાજા દુઃખી થઇ ગયા. તે દુઃખી થઇને એક દિવસ ઊંઘી રહ્યા હતા કે, તેમના સપનામાં હનુમાનજીએ દર્શન આપ્યા. સપનામાં હનુમાનજીએ રાજાને મંદિર બનાવવાનો આદેશ કર્યો. રાજા હનુમાનજીના પરમ ભક્ત હતા. તે સમજી ગયા કે, હનુમાનજીએ સપનામાં તેને મંદિર બનાવવાનો આદેશ આપ્યો છે તો તે કરવું પડશે.

રાજાએ એક મંદિરનું નિર્માણ કરાવ્યું. ત્યાર પછી હનુમાનજી એક વખત ફરી રાજાના સપનામાં આવ્યા અને તેમણે કહ્યું કે, મૂર્તિને મહામાય કુંડમાંથી કાઢીને મંદિરમાં સ્થાપિત કરે. બીજા દિવસે રાજા સ્વયં મહામાયા કુંડમાંથી મૂર્તિ કાઢવા ગયા. જયારે મૂર્તિ તેના હાથમાં આવી તો તે સ્ત્રીના રૂપમાં હતી. મહિલાના રૂપમાં મૂર્તિ જોઇને રાજા થોડા આશ્ચર્યચકિત થઇ ગયા, પરંતુ હનુમાનજીના આદેશને તે કેવી રીતે ટાળી શકતા હતા.

રોગ કરી દે છે ઠીક :

રાજાએ મંદિરમાં તે મૂર્તિ સ્થાપિત કરી દીધી. મૂર્તિ સ્થાપિત કરતા જ રાજાનો કુષ્ટ રોગ દુર થઇ ગયો. રાજા હનુમાનજીની મહિમા સમજી ગયા. તેનો રોગ દુર થતા પ્રજા પણ આશ્ચર્યચકિત થઇ ગઈ. ત્યાર પછી જ આ મંદિરની ચર્ચા વિશ્વ આખામાં થઇ ગઈ. આજે પણ અહિયાં હનુમાનજીની સ્ત્રી રૂપમાં મૂર્તિ છે, અને દુર દુરથી લોકો પોતાના રોગ અને ખરાબ સમય ઠીક કરાવવા માટે આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.