નાના શહેરોમાં સિનેમાઘર ખોલવા માટે આર્થિક મદદ આપશે સરકાર.

0
540

પહેલાના સમયની સરખામણીએ હાલના સમયમાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમા તરફ જતા ઓછા જોવા મળે છે, પહેલાના સમયમાં તો લોકો સિનેમાની ટીકીટો મેળવવા માટે સવારથી જ લાઈનોમાં ઉભા રહેતા જોવા મળતા હતા, અને સિનેમાઘરોમાં રજાના સમયમાં તો ટીકીટ મળવી જ મુશ્કેલ બની જતી હતી. આજના સમયમાં સિનેમાઘરોની સંખ્યા પણ ઘણી ઓછી થઇ ગઈ છે, અને લોકો પણ તે તરફ ઓછા જતા જોવા મળી રહ્યા છે, તેના માટે સરકાર એક નવી સ્કીમ લઈને આવી રહી છે.

દેશમાં સિનેમાઘરોની સંખ્યા વધારવા માટે કેન્દ્ર સરકારનું મહત્વનું પગલુ

દેશમાં સિનેમાઘરો વધારવાના ઉદેશ્ય સાથે કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલું ભરવાની શરુઆત કરી છે. તેની હેઠળ સરકાર નાના શહેરોમાં સિંગલ સ્ક્રીન સિનેમાઘર શરુ કરવા વાળાને આર્થીક મદદ આપશે. આર્થિક સર્વેક્ષણ મુજબ, ૨૦૧૮માં દેશભરમાં કુલ ૯૬૦૧ સિનેમા સ્ક્રીન કાર્યરત રહી હતી.

ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાં ખોલવામાં આવશે સિંગલ સ્ક્રીન સિનેમા

માહિતી અમે પ્રસારણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં સિનેમા થીએથરની સંખ્યા વધારવાના ઉદેશ્યથી ચેમ્પિયન સર્વિસેસ સેક્ટર્સ સ્કીનના દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ નામની ઉપર સ્કીમ હેઠળ થીએથર સંખ્યામાં વધારો કરવા માટે રાજ્ય સરકારો-સંઘ અને ક્ષેત્રો માટે પ્રોત્સાહન સ્કીમ શરુ કરવામાં આવશે.

આ સ્કીમનો હેતુ માટે ટીયર-ર અને ટીયર-૩ શહેરોમાં સિંગલ સ્ક્રીન સિનેમા થીએથર સ્થાપિત કરવા વાળાને આર્થિક મદદ પૂરી પાડવાનું છે. મંત્રાલયનું કહેવું છે કે આર્થીક મદદ મેળવવા વાળાને સિનેમા થીએથર ઉભા કરવામાં ઘણી ઉપયોગી થશે.

સિનેમા ટીકીટો ઉપર ઘટાડવામાં આવ્યા જીએસટી દર

મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં સિનેમા રસિકોની સંખ્યા વધારવા માટે ટીકીટો ઉપર જીએસટીના દરોમાં ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. મંત્રાલયનું કહેવું છે કે જે તે રાજ્યના ઘરેલું ઉત્પાદનના આંકડા મુજબ જીએસટી લાગુ થતા પહેલા સિનેમા ટીકીટો ઉપર લગભગ ૩૦ ટકા સુધી મનોરંજન કર લાગુ પાડવામાં આવતો હતો.

જીએસટી લાગુ પડ્યા પછી તેને ઘણો ઘટાડવામાં આવ્યો છે. હાલના સમયમાં સિનેમા ટીકીટો ઉપર બે પ્રકારના જીએસટી લગાવવામાં આવે છે. ૧૦૦ રૂપિયા કે તેનાથી ઓછી ટીકીટ ઉપર ૧૨ ટકા અને ૧૦૦ રૂપિયાથી વધુ કિંમતની ટીકીટો ઉપર ૧૮ ટકા જીએસટી લગાવવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.