ઇન્ટરવ્યૂમાં પૂછ્યું લોકશાહીના સમયમાં કોઈ કોલેજનું નામ મહારાણી કે મહારાજા હોવું શરમજનક બાબત નથી? જાણો કેન્ડીડેટે શું આપ્યો જવાબ.

0
356

જયપુરને પિંક સીટી શા માટે કહેવામાં આવે છે? ઇન્ટરવ્યૂના આવા સવાલથી છૂટ્યો કેન્ડિડેટનો પરસેવો. સમગ્ર ભારતમાં લેવાતી યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં લેવાતું ઇન્ટરવ્યુ ઘણું અઘરું હોય છે. વર્ષોથી મહેનત કરનાર વિદ્યાર્થીને પણ જવાબ આપવામાં ફાંફા પડી જતા હોય છે. આજે અમે તમને યુપીએસસીની પરીક્ષામાં પાસ થયેલ એક વિવાહિત મહિલા ઉમેદવારને પૂછાયેલા પ્રશ્નો તેમજ તેમણે આપેલ જવાબ અહીં વિગતે જણાવીશું.
વાંચો યુપીએસસી ઇન્ટરવ્યૂના સવાલ જવાબ.

(૧) તમે સિવિલ સર્વિસની પસંદગીમાં આઈપીએસને કેમ છેલ્લે રાખ્યું અને ફોરેન સર્વિસ કેમ પસંદ નથી કરી?

સર, હું શાંતિ પ્રિય વ્યક્તિ છું. મારા સ્વભાવ મુજબ હું પોલીસ સર્વિસને યોગ્ય ન્યાય આપી શકું તેમ નથી, આથી મેં આઈપીએસ સર્વિસને છેલ્લો ક્રમ આપ્યો. અને હું જે પ્રકારના કુટુંબમાંથી આવું છું, તેમાં મારા પતિ તેમના માતાપિતાના એકમાત્ર સંતાન છે. આથી માતા પિતા અને પરિવાર સાથે રહેવું જરૂરી છે. ફોરેન સર્વિસમાં ભારત બહાર જવું પડે અને મારા કારણે પરિવારે અનુકૂળ થવું પડે, આ કારણસર મેં ફોરેન સર્વિસને પસંદ કરી નથી.

(૨) માની લો તમે આઈએએસ કે આઈઆરએસ બની ગયા અને તમારા પતિ એક સામાન્ય ઇન્સ્પેક્ટર છે, તો તમારા વિવાહિત જીવનમાં તમારી વધારે પ્રગતિના કારણે કોઈ પ્રશ્નો આવશે?

ના સર, એ બાબતે મને પૂરો વિશ્વાસ છે કે એવું કશું નહીં થાય. અમારા બંને વચ્ચે સારી સમજણ છે તેથી એવું કંઈ થવાની શક્યતાઓ નથી. અને અમારા બંને વચ્ચે આ બાબતે ચર્ચા થઈ ગઈ છે કે, પદ એ ઓફિસ સુધી જ સીમિત છે, અમારા ઘરના વ્યક્તિગત જીવનમાં ઓફિસમાં જે પદ છે તે વચ્ચે નહિ આવે.

(૩) તમે મહારાણી નામની કોલેજમાંથી ભણ્યા છો. લોકશાહીના સમયમાં કોઈ કોલેજનું નામ મહારાણી કે મહારાજા હોવું શરમજનક બાબત નથી?

સર, કોલેજના નામ કરતા ત્યાંનું વાતાવરણ અને કેવું ભણાવે છે, એ વધારે મહત્વની બાબત છે. સાથે જ છોકરીઓ પોતાને પણ મહારાણી સમજે છે એટલે નામ બરાબર છે.

(સાથે જ બીજો પ્રશ્ન) નામનું વધારે મહત્વ નથી તો અંગ્રેજોના નામ પર જે ભવન કે રસ્તાઓ હતા, તો તેના નામ કેમ બદલી નાખવામાં આવ્યા?

સર, હું આમ જે નામ બદલી નાખવામાં આવે છે એની સાથે સંમત તો નથી. હું માનું છું કે આપણને વારસામાં જે મળ્યું છે તેનું સન્માન કરી સ્વીકાર કરવો જોઈએ. જોકે અંગ્રેજોએ આપણને ગુલામ રાખ્યા અને શોષણ કર્યું, તેથી જો જનતાનો આગ્રહ હોય કે નામ બદલવું જોઈએ તો જ બદલાવ કરવો જોઈએ.

(૪) CCD ના માલિકે આપઘાત કરી લીધો એમ કહીને કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેમને હેરાન કર્યા. આ પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કોઈ આત્મ મૂલ્યાંકનનો ભાવ ઉભો થયો કે નહીં?

સર, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં હવે ઘણા બદલાવ આવી રહ્યા છે, જેમકે ફેસલેશ ચેકીંગ, ફેસલેશ અપીલ વગેરે થઈ રહ્યું છે. જેના કારણે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. મુખોમુખ વાત કરીએ તેના બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાત કરીએ, તો ઘણી રાહત અને મદદ મળે છે, તેમજ ભ્રસ્ટાચાર પણ ઘટ્યો છે.

(૫) જયપુરને પિંક સીટી શા માટે કહેવામાં આવે છે?

જયારે પ્રિન્સ ઓફ વેલ્સ જયપુરમાં ફરવા માટે આવ્યા હતા, ત્યારે રાજા રામસિંગે આખા જયપુરને ગુલાબી રંગથી રંગી દીધું હતું, કેમકે ગુલાબી રંગ મહેમાન નવાજીનું પ્રતીક છે. તે ત્યાંથી પરંપરા બની ગઈ છે અને જયપુર પિંક સિટીના નામથી ઓળખાય છે.

(સાથે જ બીજો પ્રશ્ન) તો હજુ પણ રાજસ્થાનમાં બધા ઘરમાં ગુલાબી રંગ જ કરે છે?

સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, જેટલા પણ રોડ અને માર્કેટ બને ત્યાં ગુલાબી રંગ થાય. જે જૂનું જયપુર છે ત્યાં ગુલાબી રંગ જ થાય છે. નવા વસવાટ ઉભા થાય ત્યાં એવું નથી.