લગ્નના 8 વર્ષ પછી પપ્પા બનશે ‘ઇશ્કબાઝ’ ના એક્ટર નકુલ મેહતા, વાયરલ થયા પત્નીના શ્રીમંતના ફોટા.

0
306

વાયરલ થઇ રહ્યા છે ‘ઇશ્કબાઝ’ ના નકુલ મેહતાની પત્નીના શ્રીમંતના ફોટા, 8 વર્ષ પછી મળ્યું સુખ. ટીવી કલાકાર નકુલ મેહતાએ જાનકી પારેખ સાથે લગ્ન કર્યા છે. અને વહેલી તકે જ આ કપલના ઘરે બાળકનો અવાજ ગુંજવાનો છે. થોડા દિવસો પહેલા કપલે જણાવ્યું હતું કે, જાનકી પારેખ પ્રેગનેન્ટ છે અને વહેલી તકે જ તેઓ માતા-પિતા બનવાના છે. તેથી હવે જાનકી પારેખના શ્રીમંતની વિધિ કરવામાં આવી, અને સોશિયલ મીડિયા ઉપર તે ખાસ કાર્યક્રમના ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે.

28 નવેમ્બરના રોજ જાનકીના શ્રીમંતની વિધિ હતી. સેલિબ્રેશનના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યા છે, જેને નકુલ મેહતાએ પોતે તેના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. ફોટા શેર કરતા નકુલે દિલવાળું ઈમોજી પણ બનાવ્યુ છે. નકુલે જે ફોટા શેર કર્યા છે, તેમાં જાનકીના ચહેરા ઉપર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ જોવા મળે છે. આ ફોટામાં માં બનવા જઈ રહેલી જાનકી ઘણી ખુશ જોવા મળી.

આ વિશેષ દિવસને સેલીબ્રેટ કરવા માટે કપલે ખાસ આઉટફીટ પસંદ કર્યા હતા. એક તરફ જ્યાં જાનકી સ્કાઈ બ્લુ રંગના હેવી આઉટફીટમાં સુંદર જોવા મળી, અને નકુલ પિંક અને સફેદ કુર્તા પાયજામામાં ઘણા હેન્ડસમ જોવા મળ્યા. જાનકીએ તેના લુકને પૂરો કરવા માટે સુટ સાથે ગળામાં નેકલેસ અને કાનમાં બુટ્ટી પહેરી હતી.

જાનકી અને નકુલના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. લગ્ન કરતા પહેલા કપલે એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા હતા. બંનેએ નવ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. નકુલ અને જાનકીના લગ્ન ઘણી ધામધૂમ સાથે થયા હતા. બંનેના લગ્નમાં કુટુંબવાળા ઉપરાંત થોડા નજીકના મિત્રો પણ હાજર હતા.
જાનકી સિંગર હોવાની સાથે વોઈસ ઓવર આર્ટીસ્ટ છે. તે ફિલ્મ ‘જબ વી મેટ’ માં તેના અવાજનો જાદુ આપી ચુકી છે.

વાત કરીએ નકુલની તો તે એક રોયલ ફેમીલી સાથે સબંધ ધરાવે છે, તેથી તેમના શોખ પણ રોયલ છે. નકુલને બાઈકનો ઘણો શોખ છે, તે સમય મળે તો બાઈક લઈને ફરવા નીકળી પડે છે. સોશિયલ મીડિયા ઉપર નકુલના પોતાની બાઈક સાથે ઘણા ફોટા જોવા મળે છે.

ટીવી સિરિયલ ‘ઈશ્કબાઝ’ માં નકુલે શિવાય ઓબેરોયનું પાત્ર ભજવ્યું હતું, જે ઘણું પ્રસિદ્ધ થયું હતું. આ પાત્ર પછી તે નકુલના નામથી ઓછા અને શિવાય ઓબેરોયના નામથી વધુ ઓળખાવા લાગ્યા છે. માત્ર નકુલનું પાત્ર જ નહિ, પરંતુ આ શો પણ ઘણો લોકપ્રિય થયો હતો. નકુલની પર્સનાલિટી કોઈ બોલીવુડ હોરોથી ઓછી નથી. ગુડ લુકિંગ હોવાને કારણે જ તે છોકરીઓ વચ્ચે પણ ઘણો ફેમસ છે.

વાત કરીએ કારકિર્દીની તો તે સૌથી પહેલા ટીવી શો ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ માં જોવા મળ્યા હતા. આ શો માં તે ટીવી અભિનેત્રી દિશા પરમાર સાથે જોવા મળ્યા હતા. આ સીરીયલ પછી નકુલ અને દિશાની જોડી દર્શકો વચ્ચે ઘણી પ્રસિદ્ધ થઇ ગઈ હતી. આ સીરીયલથી નકુલે લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. જોકે ‘ઈશ્કબાઝ’ થી તેમની પ્રસિદ્ધીમાં ઘણો વધારો થયો છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.