નાકના વાળ કાપવા પહેલા આ લેખ એક વાર જરૂર વાંચજો, નહિ તો જીવનભર પછતાવું પડશે.

0
3173

નાકમાં ઉગતા વાળ લોકોને પસંદ નથી હોતા. એટલે લોકો એ વાળને ખુબ જોરથી ખેંચીને કે પછી કાતરની મદદથી કાપીને ફેંકી દે છે. પણ શું આવું કરવું યોગ્ય છે? જો તમારો જવાબ હા છે, તો આ લેખ એકવાર જરૂર વાંચજો. કારણ કે આજે અમે તમને આમ કરવાના ખરાબ પ્રભાવ વિષે જણાવીશું.

નાકના વાળ કાપવા કે ખેંચવાના હાનિકારક પ્રભાવ :

આપણા માંથી મોટાભાગના લોકો આ વાતથી બિલકુલ અજાણ હોય છે કે, નાકના વાળ આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક હોય છે. એતો આપણે શાળામાં ભણીને આવ્યા છીએ કે, જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે નાકમાં રહેલા વાળ બેક્ટિરિયા, કીટાણુ અને ધૂળને અંદર જવાથી બચાવે છે. અને આમ થવાથી આપણે જલ્દી બીમાર પડતા નથી. કારણ કે તે હવાને ફિલ્ટર કરવાનું કામ કરે છે.

એટલે કે જો આપને નાકને વાળને કાપી નાખીએ, તો બેક્ટિરિયા, કીટાણુ અને હવામાં રહેલા ઘણા પ્રદુષિત કણ સીધા નાકની અંદર પ્રવેશ કરે છે. જેનાથી આપણને ફેફસાનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. નાકના અંદર જવા વાળી હવાને નાકના વાળ ફિલ્ટર કરે છે, અને શુદ્ધ હવા આપણા શરીરની અંદર જાય છે. જેનાથી આપણે બીમાર પડતા નથી. જેના કારણે નાકના વાળ કાપવાનું ઉચિત નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, જે લોકો નાકના વાળ કાપે છે તેમને શ્વાસ અને ફેફસા સબંધિત રોગ થવાની શક્યતા વધી જાય છે. એટલા માટે મોર્ડન જીવન જીવવાના ચક્કરમાં તમારા સ્વાસ્થ્ય સાથે અન્યાય કરો નહિ.

અમુક લોકો નાકના વાળને હાથથી જ ખેંચીને ઉખાડી નાખે છે. પણ આમ કરવું ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે. કારણ કે આનાથી તમારા આંખની રોશની કમજોર થઇ જાય છે. એટલા માટે તમે ભૂલથી પણ નાકના વાળ ખેંચો નહિ.

નાકમાં થનાર બધા વિકારો કે રોગોથી છુટકારો મેળવવા માટે 12 અચૂક ઘરેલુ ઉપાય :

મિત્રો નાકમાં ઈજા થવાથી કે ઘા લાગી જવાથી, કે પછી કોઈ પ્રકારના સંક્ર્મણ રોગથી અથવા તો માથાની ગરમીથી ઘણીવાર નાકમાંથી લોહી નીકળવા લાગે છે. બાળકોમાં આ બીમારી વધારે જોવામાં આવે છે. તો એવામાં નાકના બધા વિકારો અને રોગોથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને 12 ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છે.

આવો જાણીએ નાકના રોગથી છુટકારો મેળવવા માટેના ઘરેલુ ઉપાય :

૧) આવું કંઈ થવા પર રોગીને સીધો ઉંઘાડીને પાણીથી એનું માથું ધોવો. એનાથી લોહી નીકળતું બંધ થઇ જશે.

૨) મિત્રો લીલા ધાણાના પાંદડાનો રસ અથવા તો ડુંગરીનો રસ નાકમાં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

૩) નાકમાં ઈજા થવા પર આંબળાને પીસીને એને ઘી માં શેકો અને નાક પર એનો લેપ કરો.

૪) દૂધમાં કેળું મિક્ષ કરીને ખાવાથી પણ નાકની સમસ્યામાં લાભ થાય છે.

૫) જણાવી દઈએ કે, રાત્રે પલાળેલ મુલતાની માટીનો લેપ નાક પર લગાવવાથી નાક માંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

૬) તેમજ લીંબુના રસમાં થોડો આંબળાનો રસ મિક્ષ કરીને નાકમાં નાખવાથી પણ લોહી નીકળતું બંધ થઇ જાય છે.

૭) એ સિવાય કેળાના પાંદડાનો રસ નાકમાં નાખવાથી, અથવા તો દાડમની છાલનો રસ નાકમાં નાખવાથી નાક માંથી લોહી નીકળતું બંધ થઇ જાય છે.

૮) આવા સમયે દર્દીને છાસ અને દહીંની લસ્સી પીવડાવાથી પણ આરામ મળશે.

૯) તેમજ ડુંગરીના રસને ગરમ કરીને નાકમાં નાખવાથી પણ આ સમસ્યામાં આરામ મળે છે.

૧૦) જણાવી દઈએ કે, લીલા ધાણાના પાંદડાંના રસમાં થોડું કપૂર મિક્ષ કરીને 2-2 ટીપા નાકમાં નાખવાથી આ સમસ્યામાં આરામ મળશે.

૧૧) આંબળા અને જેઠીમધને બરાબર માત્રામાં મિક્ષ કરીને એનું ચૂરણ બનાવો. અને તેનું ગાયના દૂધ સાથે સવાર-સાંજ 1-1 ચમચી સેવન કરો. નાકની સમસ્યાઓ માટે તે ઘણું સારું છે.

૧૨) મિત્રો નાકની બહાર ફટકડીનો લેપ લગાવવાથી પણ નાક માંથી નીકળતું લોહી બંધ થાય છે.