નકલી મંત્રી બનીને વ્યક્તિએ ગોવા ફરી લીધું અને ગોવાના મુખ્યમંત્રીને ખબર પણ ના પડી

0
522

એક તરફ સરકાર પોતાના લોકોને ઓળખવા માટે જાત-જાતના બિલ લાવી રહી છે, ત્યાં બીજી તરફ ગોવાના મંત્રી પોતાના જ જૂથના મંત્રીઓને ઓળખી નથી શકતા. ગોવા પોલીસે હાલમાં જ એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને ઉત્તર પ્રદેશનો મંત્રી જણાવી છેલ્લા 12 દિવસોથી એક સરકારી ગેસ્ટ હાઉસમાં રહી રહ્યો હતો.

એ વ્યક્તિનું નામ છે સુનિલ સિંહ, જેમણે ગોવાના સરકારી ગેસ્ટ હાઉસમાં પોતે તો જગ્યા મેળવી જ પણ સાથે સાથે પોતાના ચાર સાથીઓને પણ જગ્યા અપાવી. એમનો આત્મવિશ્વાસ એટલો મજબૂત હતો કે, લોકો તેમના પર શંકા નહિ કરી શક્યા.

હકીકતમાં, સુનિલ સિંહે પોતાને ઉત્તર પ્રદેશ સરકારના સહકારી મંત્રી તરીકે ગણાવ્યા, અને એ કારણે એમની સુરક્ષામાં ગોવા પોલીસને પણ લગાવવામાં આવી હતી. એટલું જ નહિ સાહેબે રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મળવાનો સમય પણ માંગ્યો હતો. એના સિવાય ગોવાના સહકારી મંત્રી ગોવિંદ ગાવડે સાથે ગયા અઠવાડિયે મુલાકાત પણ કરી હતી, અને ઘણા મામલા પર એમની સાથે ચર્ચા પણ કરી હતી. હવે તેમને શું ચર્ચા કરી એ તો રામ જાણે.

પોતાની આ સુખદ યાત્રા દરમિયાન આરોપી ગોવા રાજ્યની એક સ્કૂલમાં મુખ્ય અતિથિ પણ રહ્યા અને તે કાર્યક્રમમાં ભાજપના નેતા અને પૂર્વ સહકારી મંત્રી પણ હાજર હતા. આ ભાઈએ તો ખરેખર હદ કરી નાખી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.