નકલી મતદાન રોકવા માટે ચૂંટણી આયોગે કરી ચૂંટણીકાર્ડને આધાર સાથે જોડવાની રજૂઆત.

0
625

નાગરિકોની ઓળખ માટે સરકાર દ્વારા ઓળખ કાર્ડ આપવામાં આવે છે, તેના આધારે લોકોની ઓળખ નક્કી થઇ શકે છે. અને તે ઘણું જરૂરી છે, કેમ કે કોઈપણ જગ્યાએ તમે તેના દ્વારા તમારી ઓળખ આપી શકો છો. ક્યાય પણ તેના વગર તમે તમારું કામ કરી શકતા નથી, રેલ્વેમાં ટીકીટ બુકિંગ, હોટલમાં રોકાવા માટે, કે ક્યાય પણ નાણાકીય વહેવાર કરવા માટે તમારે ઓળખ કાર્ડની જરૂર પડતી હોય છે.

ચૂંટણી આયોગ ૩૮ કરોડ ચૂંટણી કાર્ડને આધાર નંબર સાથે લીંક કરી ચુક્યા છે.

કેન્દ્રીય ચૂંટણી આયોગે ખોટા મતદાનને અટકાવવા ના હેતુથી કેન્દ્ર સરકારે એક પત્ર લખ્યો છે. જેમાં આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે જોડવાની રજૂઆત કરી છે. ચૂંટણી આયોગે સરકારને જણાવ્યું છે કે નવા અરજદારો અને હાલના મતદાતાઓની આધાર સંખ્યા એકત્રિત કરવા માગે છે. જેથી મતદાન યાદીમાં નોંધાયેલા નામની તપાસ કરી શકાય. તેનાથી ખોટા ચૂંટણી કાર્ડ અને એકથી વધુ સ્થળેથી થતા મતદાનને અટકાવી શકાશે.

ચૂંટણી આયોગેના કાયદામાં ફેરફારની માંગણી

ચુંટણી આયોગની બાબતમાં કાયદા મંત્રાલયને એક પત્ર લખ્યો છે. જેમાં જનપ્રતિનિધિત્વ કાયદામાં સંશોધનની માંગણી કરવામાં આવી છે. કાયદામાં ફેરફાર પછી ચૂંટણી આયોગને નવા અને જુના ચૂંટણી કાર્ડ ધારકોના આધાર નંબરને કાયદેસર રીતે પ્રાપ્ત કરવાની મંજુરી મળી જશે.

સુપ્રીમ કોર્ટે લગાવ્યો હતો પ્રતિબંધ

ચૂંટણી આયોગ તરફથી આ મહીને કેન્દ્રને મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોરલ કાયદામાં ફેરફાર જરૂરી છે. ઓગસ્ટ ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટના આદેશમાં ચૂંટણી આયોગના આધારે કાર્ડ ડીટેલ લેવાની યોજના ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટે ચૂંટણી આયોગના આધારે ચૂંટણી આઈડી કાર્ડ સાથે જોડવા ઉપર પ્રતિબંધને કાયદાકીય અડચણ ગણાવી હતી.

૩૮ કરોડ ચૂંટણી આઈડી કાર્ડ આધાર સાથે લીંક

સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા ચૂંટણી આયોગે ૩૮ કરોડ ચૂંટણી કાર્ડ ધારકોના ચૂંટણી આઈડી કાર્ડ આધાર નંબર સાથે લીંક કરી ચુક્યા છે. આ અભિયાનને આગળ વધારતા આયોગે એક વખત ફરીથી જનપ્રતિનિધિત્વ કાયદા ૧૯૫૧માં સંશોધનનો પ્રસ્તાવ કર્યો છે. તેની હેઠળ ચૂંટણી આઈડી કાર્ડના આધારે બાર આંકડાના નંબર સાથે જોડવું ફરજીયાત બની જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.