6 રૂપિયામાં તૈયાર સિંથેટિક દૂધ આટલા રૂપિએ લીટર વેંચતા હતા, દર મહિને 1.8 કરોડનો કારોબાર CM એ પણ કરી ટ્વીટ

0
3558

મધ્યપ્રદેશ : મુરૈનામાં સિંથેટિક દૂધનો કારોબાર કરવા વાળા ત્રણ લોકો વિરુદ્ધ દગાબાજી (420) અને અન્ય ધારાઓની અંદર કેસ નોંધ્યો છે. આમાં મુરૈનાનો એક ડેરી સંચાલક, ભિંડ ના લ્હારનો એક ચિલિંગ સેન્ટર સંચાલક અને એક આઈસ ફેક્ટરીનો મલિક જોડાયેલા છે. ભિંડ-મુરૈનાથી દરરોજ પ્રદેશના અલગ-અલગ શહેરોમાં 15 હજાર લીટર સિંથેટીક દૂધ સપ્લાય કરતો હતો.

એસટીએફ અને ખાદ્ય ઔષધિ પ્રશાસનના આફિસરોએ જણાવ્યું કે 40 રૂપિયા લીટરના દરથી સીનથેટિક દૂધ સપ્લાય કરવામાં આવતું હતું, જયારે આને એક લીટર બનાવવામાં ખર્ચ ફક્ત 6 થી 8 રૂપિયાના વચ્ચે થતો હતો. સિંથેટીક દૂધ વેચવાથી ડેરી વેપારીઓ એક લીટર દૂધ પર 32 થી 34 રૂપિયા અને દરરોજ લગભગ 5 લાખ રૂપિયાનો વધારોનો નફો મેળવતા હતા. અંદાજા મુજબ સિંથેટીક દૂધ વેપારીઓ દર મહિને રાજ્યના વિવિધ શહેરોમાં ઝેરીલું દૂધ વેચીને 1 કરોડ 80 લાખ રૂપિયાનો કારોબાર કરતા હતા.

પકડાય નહિ એટલે અસલી દૂધમાં કરવામાં આવતી હતી મિલાવટ

ફૂડ લેબોરેટરી ટેસ્ટ અને બીજી તપાસથી ખબર પડે છે કે સિંથેટીક દૂધ પકડાય નહિ એટલા માટે સિંથેટીક દૂધની સપ્લાય અસલી દૂધની સાથે મિક્ષ કરીને કરવામાં આવતી હતી. આ ખુલાસો એસટીએફ અને ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશનના ઓફિસરોએ શરૂઆતની તપાસમાં કર્યું હતું.

એસટીએફ એસપી (ગ્વાલિયર) અમિત સિંહ એ જણાવ્યું કે મુરૈના ના અંબાહ માં વનખંડેશ્વર ડેરીના સંચાલક દેવેન્દ્ર ગુર્જર, ભિંડ જિલ્લાના લહારમાં સંચાલિત ગિરિરાજચિલિંગ સેન્ટરના ડાયરેક્ટર સંતોષ સિંહ અને ગોપાલ આઈસ ફેક્ટરી સંચાલક રાજીવ ગુપ્તા વિરુદ્ધ દગાબાજી, ફૂડ સેફ્ટી એક્ટ મુજબ મામલો નોંધાયો છે. જલ્દી જ આરોપીઓને ધરપકડ કરી, સિંથેટીક દૂધ ખરીદદારો વિષે જાણકારી મેળવવા ની પ્રક્રિયા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અંબાહની વનખંડેશ્વર ડેરીથી ટીમે આઠ સેમ્પલ લીધા હતા. જયારે લહારના બંને કંપનીઓમાંથી સાત સેમ્પલ લીધા હતા. આમાં અંબાહ ડેરી થી 14500 લીટર સિંથેટીક દૂધ અને લહારના બંને ડેરી-ચિલિંગ સેન્ટરથી 4100 લીટર સિંથેટીક દૂધ અને 1500 કિલો પનીર જમા કરવામાં આવ્યું હતું. એસટીએફ એ બધા કેમિકલ અને શૈમ્પૂ વેચવા વાળી કંપની પર કોઈ કારવાઈ કરી નહોતી.

આવી રીતે તપાસો નકલી દૂધ

દૂધને વાસણમાં ઝડપથી ચમચીથી હલાવો. સિંથેટિક દૂધ હશે તો વાસણમાં ફીણ આવશે, જે થોડા વખત પછી ગાયબ થઇ જશે, તરતજ ગાયબ નઈ થાય.

સિંથેટિક દૂધને અડીને પણ ઓળખી શકાય છે. આ દૂધમાં આંગળી ચલાવીને કાઢો. આંગળી પર સાબુના પાણી જેવું ચીકણાપણું મળશે. આવું ફક્ત સિંથેટીક દૂધમાં જ થાય છે.

સિંથેટીક દૂધ અસલીની તુલનામાં કડવું હોય છે. આને ચાખવા પર શુદ્ધ દૂધ જેવી મીઠાસનો સ્વાદ મળતો નથી.

સીએમે જણાવ્યું : આવા લોકો માનવતાના દુશ્મન, કાર્યવાહી થશે.

સિંથેટીક દૂધના મામલામાં શનિવારે MP વિધાનસભમાં પણ અવાજ ગુંજ્યો. સદસ્યોએ કેમિકલ યુક્ત દૂધને બાળકો અને લોકો માટે ખતરા રૂપ જણાવ્યું અને સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી. કોંગ્રેસ વિધાયક સક્સેનાએ જણાવ્યું કે કેમિકલ યુક્ત દૂધ લોકો માટે મોટો ખતરો છે. પછી મુખ્ય મંત્રી કમલનાથએ ટ્વીટ કરી જણાવ્યું કે આ કારોબારથી જોડાયેલા લોકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. જનતાના સ્વાસ્થ્ય સાથે દગાબાજી સહન કરવામાં આવશે નહિ. કોઈ બચશે નહિ. આવા લોકો સમાજ અને માનવતાના દુશ્મન છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.