નેહરુ જ્યંતીની જગ્યાએ ગુરુ ગોવિંદ સિંહના સગીર દીકરાઓની શહીદીના રૂપમાં ઉજવો બાલ દિવસ

0
867

જવાહર લાલ નહેરુની જયંતીને બદલે સીખ ગુરુ ગોવિંદ સિંહના સગીર દીકરાઓના શહીદ દિવસના રૂપમાં ઉજવો ‘બાળ દિવસ’. દિલ્હી ભાજપના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આની જાહેરાત કરવાની માંગણી કરી છે.

ગુરુ ગોવિંદ સિંહનો ઈતિહાસ અને જીવન :

ગુરુ ગોવિંદ સિંહ (જન્મ : ૦૫ જાન્યુઆરી ૧૯૬૬ – મૃત્યુ ૭ ઓક્ટોમ્બર ૧૭૦૭) સીખોના દશમાં ગુરુ હતા. તેમના પિતા ગુરુ તેજ બહાદુરના મૃત્યુ પછી ૧૧ નવેમ્બર ઈ.સ. ૧૬૭૫ ના રોજ તે ગુરુ બન્યા. તે એક મહાન યોદ્ધા, કવી, ભક્ત અને આધ્યાત્મિક નેતા હતા. ઈ.સ. ૧૬૯૯ માં વૈશાખીના દિવસે તેમણે ખાલસા પંથની સ્થાપના કરી જે સીખોના ઈતિહાસનો સૌથી મહત્વનો દિવસ માનવામાં આવે છે.

ગુરુ ગોવિંદસિંહે સીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને પૂરો કર્યો અને તેને ગુરુ રૂપમાં સુશોભિત કર્યો. ‘વિચિત્ર નાટક’ ને તેમની આત્મકથા માનવામાં આવે છે. તે તેમના જીવનના વિષયમાં જાણકારીનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ દસમ ગ્રંથનો એક ભાગ છે. દસમ ગ્રંથ, ગુરુ ગોવિંદ સિંહની કૃતિઓના સંકલનનું નામ છે.

તેમણે મુગલો કે તેમના સાથી (જેમ કે શિવલિંગ પહાડીઓના રાજા) સાથે ૧૪ યુદ્ધ લડ્યા. ધર્મ માટે તમામ કુટુંબનું બલિદાન તેમણે આપ્યું. જેના માટે તેને ‘સરબંસદાની’ પણ કહેવામાં આવે છે. તે ઉપરાંત જનસાધારણમાં તે કલગીધર, દશમેષ, બાજાંવાળા વગેરે ઘણા નામ, ઉપનામ અને હોદ્દાથી પણ ઓળખવામાં આવે છે.

ગુરુ ગોવિંદ સિંહ જ્યાં વિશ્વની બલિદાની પરંપરામાં અદ્વિતીય હતા, અને તે સ્વયં એક મહાન લેખક, મૌલીક ચિંતક અને સંસ્કૃત સહીત ઘણી ભાષાઓના જાણકાર પણ હતા. તેમણે સ્વયં ઘણા ગ્રંથોની રચના કરી. તે વિદ્વાનોના સંરક્ષક હતા. તેમના દરબારમાં 52 કવિઓ અને લેખકોની ઉપસ્થિતિ રહેતી હતી. એટલા માટે તેને ‘સંત સિપાહી’ પણ કહેવામાં આવતા હતા. તે ભક્તિ અને શક્તિના અજોડ સંગમ હતા.

તેમણે હંમેશા પ્રેમ, એકતા, ભાઈચારાનો સંદેશ આપ્યો. કોઈએ ગુરુજીનું અહિત કરવાનો પણ પ્રયાસ કર્યો, તો તેમણે તેની સહનશીલતા, મધુરતા, સોમ્યતાથી તેને પાછા પાડી દીધા. ગુરુજીની માન્યતા હતી કે, મનુષ્યએ કોઈને ડરાવવા પણ ન જોઈએ અને કોઇથી ડરવું ન જોઈએ. તે પોતાની વાણીમાં ઉપદેશ આપે છે “भै काहू को देत नहि, नहि भय मानत आन।”

તે પોતાની વાણીમાં બાળપણથી જ સરળ, સહજ, ભક્તિ ભાવ વાળા કર્મયોગી હતા. તેમની વાણીમાં મધુરતા, સાદગી, સૌજન્યતા અને વૈરાગ્યની ભાવના ઘણી ભરેલી હતી. તેમના જીવનનું પ્રથમ દર્શન જ એ હતું કે, ધર્મનો રસ્તો સત્યનો રસ્તો છે, અને સત્યનો હંમેશા વિજય થાય છે.

ખાલસા પંથની સ્થાપના કેવી રીતે થઇ?

ગુરુ ગોવિંદ સિંહજીનું નેતૃત્વ સીખ સમુદાયના ઈતિહાસમાં ઘણું બધું નવું લઈને આવ્યું. તેમણે વર્ષ ૧૯૬૬માં વૈશાખી(ખેડૂતોનો તહેવાર)ના દિવસે ખાલસા જો કે સીખ ધર્મની વિધિવત દીક્ષા પ્રાપ્ત અનુયાયીનું એક સામુહિક રૂપ છે તેનું નિર્માણ કર્યું.

સીખ સમુદાયની એક સભામાં તેમણે સૌની સામે પૂછ્યું – કોણ પોતાના માથાનું બલીદાન આપવા માંગે છે? તે વખતે એક સ્વયંસેવક તે વાત માટે રાજી થઇ ગયો, અને ગુરુ ગોવિંદ સિંહ તેને તંબુમાં લઇ ગયા અને થોડી વારમાં એક લોહી લાગેલી તલવાર સાથે પાછા ફર્યા. ગુરુએ ફરી તે ભીડના લોકોને એ પ્રશ્ન ફરી વખત પૂછ્યો, અને તે રીતે બીજો વ્યક્તિ રાજી થઇ ગયો અને તેની સાથે ગયા.

પણ તે તંબુમાંથી જયારે તે બહાર નીકળ્યા તો લોહીથી ભરેલી તલવાર તેમના હાથમાં હતી. તે રીતે પાંચમો સ્વયંસેવક તેમની સાથે તંબુની અંદર ગયો. થોડી વાર પછી ગુરુ ગોવિંદ સિંહ બધા જીવિત સેવકો સાથે પાછા ફર્યા અને તેને પંજ પ્યારે કે પહેલા ખાલસાનું નામ આપ્યું.

ત્યાર પછી ગુરુ ગોવિંદજીએ એક લોખંડનો વાટકો લીધો અને તેમાં પાણી અને ખાંડ ભેળવીને બેધારી તલવારથી ઘોળીને તેણે અમૃતનું નામ આપ્યું. પહેલા પાંચ ખાલસા બનાવ્યા પછી તેમને છઠ્ઠા ખાલસાનું નામ આપવામાં આવ્યું, ત્યાર પછી તેમનું નામ ગુરુ ગોવિંદ રાયથી ગુરુ ગોવિંદ સિંહ રાખવામાં આવ્યું. તેમણે પાંચ કકારા(પાંચ વસ્તુ) નું મહત્વ ખાલસા માટે સમજાવ્યું અને કહ્યું – કેશ, કાંસકો(દાંતિયો), કડું, કિરપાણ, ક્ચ્ચેરા.

ત્યાં ૨૭ ડીસેમ્બર ઈ.સ. ૧૭૦૪ ના રોજ બંને નાના કુંવર જોરાવર સિંહ અને ફતેહ સિંહજીને દીવાલોમાં ચણી દેવામાં આવ્યા. જયારે તે સ્થિતિ ગુરુજીને ખબર પડી તો તેમણે ઓરંગઝેબને એક વિજય ચિઠ્ઠી લખી, જેમાં તેમણે ઓરંગઝેબને ચેતવણી આપી કે, તારા સામ્રાજ્યનો નાશ કરવા માટે ખાલસા પંથ તૈયાર થઇ ગયો છે.

ગુરુ ગોવિંદ સિંહજીનું નેતૃત્વ સીખ સમુદાયના ઈતિહાસમાં ઘણું બધું નવું લઈને આવ્યું. તેમણે ઈ.સ. ૧૬૦૦માં વૈશાખીના દિવસે ખાલસા જો કે સીખ ધર્મને જુદી જુદી દીક્ષા પ્રાપ્ત અનુયાયીઓનું એક સામુહિક રૂપ છે તેનું નિર્માણ કર્યું.

સીખ ગુરુ ગોવિંદ સિંહના સગીર દીકરાઓની વીરગતિ :

‘નીક્કીયા જિન્દા બડડા સાકા’ ગુરુ ગોવિંદ સિંહજીના સગીર દીકરાઓની વીરગતિને જયારે પણ યાદ કરવામાં આવે છે, તો સીખ સંગતના મોઢામાંથી તે શબ્દ જ બહાર આવે છે.

સરસા નધી ઉપર જયારે ગુરુ ગોવિંદ સિંહજી પરિવાર અલગ થઇ રહ્યો હતો, તો એક તરફ જ્યાં મોટા દીકરા ગુરુજી સાથે જતા રહ્યા, અને બીજી તરફ નાના દીકરા જોરાવર સિંહ અને ફતેહ સિંહ માતા ગુજરીજી સાથે રહેવા લાગ્યા. તેની સાથે ન કોઈ સૈનિક હતા અને ન તો કોઈ આશા હતી જેના સહારે તે કુટુંબને પાછા મળી શકે.

અચાનક રસ્તામાં તેને ગંગુ (ગંગુ નોકર) મળી ગયા, જે એક સમયમાં મહેલની સેવા કરતા હતા. ગંગુએ તેને એ આશ્વાસન આપ્યું કે, તે તેને તેમના કુટુંબ સાથે ભેગા કરશે અને ત્યાં સુધી તે લોકો તેના ઘરમાં રોકાઈ જાય. માતા ગુજરીજી અને દીકરા ગંગુના ઘરે જતા તો રહ્યા, પરંતુ તે ગંગુની હકીકતથી માહિતગાર ન હતા. ગંગુએ લાલચમાં આવીને તરત વજીર ખાં ને ગોવિંદ સિંહની માતા અને નાના દીકરાઓ પોતાને ત્યાં હોવાની જાણ કરી દીધી, જેના બદલામાં વજીર ખાં એ તેને સોનાની મહોર ભેંટમાં આપી.

સમાચાર મળતા જ વજીર ખાં ના સૈનિક માતા ગુજરી અને ૭ વર્ષની ઉંમરના દીકરા જોરાવર સિંહ અને પાંચ વર્ષની ઉંમરના સાહિબસિંહની ધરપકડ કરવા ગંગુના ઘરે પહોંચી ગયા. તેને લાવીને ઠંડા બુર્જમાં રાખવામાં આવ્યા અને તે કડકડતી ઠંડીથી બચવા માટે કપડાનો એક ટુકડો પણ ન આપ્યો.

રાત આખી ઠંડીમાં ઠુંઠવયા પછી સવાર થતા જ બંને દીકરાને વજીર ખાં સામે રજુ કરવામાં આવ્યાં, જ્યાં ભરી સભામાં તેને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું. કહે છે કે સભામાં પહોંચતા પહેલા કોઈ ખચકાટ વગર બંને દીકરાઓએ જોરથી જયજયકાર લગાવ્યું ‘જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ.’

તે જોઈ બધા દંગ રહી ગયા, વજીર ખાં ની હાજરીમાં કોઈ એવું કરવાની હિંમત પણ કરી શકતું ન હતું, પરંતુ ગુરુજીના નાના બાળકો એમ કરતી વખતે એક પળ માટે પણ ન ડર્યા. સભામાં રહેલા સિપાઈઓએ કુંવરોને વજીર ખાં સામે માથું નમાવી સલામી આપવાનું કહ્યું, પરંતુ તેની ઉપર તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને બધાએ મૌન સાધી લીધું.

બંનેએ માથું ઊંચું કરીને જવાબ આપ્યો કે, અમે અકાલ પુરખ અને અમારા ગુરુ પિતા સિવાય કોઈની પણ સામે માથું નથી નમાવતા. એવું કરીને અમે અમારા દાદાની કુરબાનીને ખરાબ નથી કરવા માંગતા. જો અમે કોઈ સામે માથું નમાવ્યું તો અમે અમારા દાદાને શું જવાબ આપીશું? જેમણે ધર્મના નામ ઉપર ધડથી માથું અલગ કરાવાનું યોગ્ય સમજ્યું, પરંતુ નમ્યા નહિ. વજીર ખાં એ બંને કુંવરોને ઘણા ડરાવ્યા, ધમકાવ્યા અને પ્રેમથી પણ ઇસ્લામ સ્વીકાર કરવા માટે રાજી કરવા માગ્યા. પરંતુ બંને પોતાના નિર્ણય ઉપર અડગ હતા.

છેવટે બંને કુંવરોને જીવતા દીવાલોમાં ચણી દેવાની જાહેરાત કરવામાં આવી. કહેવાય છે કે બંને કુંવરોને જયારે દીવાલમાં ચણવાની શરુઆત કરવામાં આવી, ત્યારે તેમણે ‘જપુજી સાહિબ’ ના પાઠ કરવાનું શરુ કરી દીધું, અને દીવાલ પૂરી થયા પછી અંદરથી જયજયકાર લગાવવાના અવાજ પણ આવ્યા.

એવું કહેવામાં આવે છે કે, વજીર ખાં ના કહેવાથી દીવાલને થોડા સમય પછી તોડી દેવામાં આવી. તે જોવા માટે કે કુંવરો હજુ જીવતા છે કે નહિ. ત્યારે બંને કુંવરોના થોડા શ્વાસ હજુ બાકી હતા, પરંતુ મુગલ સૈનિકોનો ત્રાસ હજુ ચાલુ હતો. તેમણે બંને કુંવરોને બળજબરીથી મારી નાખ્યા. ત્યાં બીજી તરફ બંને કુંવરોની વીરગતિના સમાચાર સાંભળી માતા ગુજરીજીએ અકાલ પુરખને ગૌરવપૂર્ણ વીરગતિ માટે આભાર વ્યક્ત કર્યો, અને પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.