આપણા દેશના રાજ્ય નાગાલેંડના આ ડરામણા સત્ય વિષે તમે નહી જાણતા હોય, જાણીને દંગ રહી જશો.

0
818

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને આપણા દેશના એક રાજ્ય નાગાલેંડ વિષે થોડી માહિતી આપવાના છીએ. નાગાલેંડ ભારત દેશમાં આવેલું એક નાનકડું અને સુંદર રાજ્ય છે. એની રાજધાની કોહીમા છે. અને તેનો કુલ વિસ્તાર ૧૬,૫૭૮ ચોરસ કી.મી. છે.

જે ન જાણતા હોય એમને જણાવી દઈએ કે, આ રાજ્યમાં નાગા હિલ્સ પણ આવે છે, જેનો સૌથી ઉંચો શિખર સારમતી છે અને એની ઉંચાઈ ૧૨,૬૦૦ ફૂટ છે. તેમજ નાગાલેંડનો ઈતિહાસ અને તેની આદિવાસી સંસ્કૃતિ વિશ્વ આખામાં જાણીતી છે. નાગાલેંડની સુંદરતા, નાગાલેંડનું ખાવાનું, નાગાલેંડની ઋતુ, નાગાલેંડનો પહેરવેશ અને નાગાલેંડની સંસ્કૃતિ આ બધી વસ્તુ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.

આ સુંદર રાજ્યની મુખ્ય પેદાશ ચોખા, મકાઈ, ઘઉં અને દાળ છે. આ રાજ્યની મુખ્ય નદીઓમાં ધનસીરી, દોયાંગ, દીખું અને ઝાંઝીનો સમાવેશ થાય છે. આ રાજ્યનું રાજકીય વૃક્ષ અલ્દેર, અને રાજકીય પશુ મિથુન(Mithun) છે. તેનો વિસ્તાર પહાડો, ગાઢ જંગલો અને નદીની ઊંડી ઘાટીઓથી છવાયેલો છે. નાગાલેંડ એક ડુંગરાળ વિસ્તારનું રાજ્ય છે, ત્યાં સપાટ ભાગ ઘણા ઓછા છે. પર્વતીય હોવાને કારણે અહિયાંની કુદરતી સુંદરતા તો ઘણી વધારે છે.

જો આપણે નાગાલેંડની ઋતુ વિષે વાત કરીએ, તો પહાડી અને બીજા વિસ્તાર હોવાને કારણે અહિયાંની ઋતુ ઘણી ખુશનુમા અને વાતાવરણ લીલું છમ રહે છે. અહિયાં ગરમી ઓછી પડે છે. જણાવી દઈએ કે, ગરમીમાં નાગાલેંડનું તાપમાન ઓછા માં ઓછું ૧૬ અંશ સેલ્સિયસ સુધી અને વધુમાં વધુ ૩૧ અંશ સેલ્સિયસ સુધી રહે છે.

તેમજ શીયાળાની વાત કરીએ તો અહિયાંનું તાપમાન ઓછામાં ઓછું ૪ અંશ સેલ્સિયસ સુધી અને વધુ માં વધુ ૨૪ અંશ સેલ્સિયસ સુધી રહે છે. મે મહિનાથી સપ્ટેમ્બર સુધી અહિયાં વરસાદની ઋતુ રહે છે. અહિયાં છોડ અને જાનવરોની ઘણી જાતિઓ પણ છે. નાગાલેંડનું હવામાન વરસાદ અને સામાન્ય રીતે ઘણું ભેજવાળું છે. અહિયાં વર્ષનો સરેરાશ વરસાદ ૧૮૦૦ થી ૨૫૦૦ મી.મી. એટલે ૭૦ થી ૧૦૦ ઇંચ રહે છે.

નાગાલેંડની આસપાસના રાજ્યોની વાત કરીએ, તો એની પશ્ચિમ અને ઉત્તરમાં આસામ, પૂર્વમાં મ્યામાર જેનું પહેલા બર્મા નામ હતું, ઉત્તરમાં અરુણાચલ પ્રદેશ અને દક્ષિણમાં મણીપુર આવેલા છે. આજે જે વિસ્તાર નાગાલેંડ તરીકે ઓળખાય છે તેના શરૂઆતના ઈતિહાસ વિષે ઘણી ઓછી જાણકારી મળી છે. અને સાથે જ દીમાપુરમાં આવેલા ઘણા મોટા રેતીલા પથ્થરો વાળા સ્તંભની ઉત્પતી વિષે પણ જાણકારી મળી નથી.

જાણકારી માટે જણાવી દઈએ કે, નાગાલેંડની સંસ્કૃતિ અને નાગાલેંડનો ઈતિહાસ બર્મા સાથે મળતો આવે છે. નાગાલેંડ એ જુદી જુદી જનજાતિઓની ભૂમિ છે. અને પહેલાના સમયમાં અહિયાંના લોકો ઘણા મોટા યોધ્ધા હતા. અને દુશ્મનોની ગરદન કાપવી એ અહીંયાની પરંપરા હતી. તેમના વસ્ત્રો પશુઓના ચામડા, પાંખ અને ઝાડ છોડના પાંદડા વગેરે ભેગા કરીને બનાવેલા હતા. જેનાથી તેઓ પોતાના ગુપ્ત અંગો ઢાંકતા હતા. તેઓ પોતાના માથા ઉપર પક્ષીઓની પાંખ વગેરેનો મુગુટ લગાવતા હતા. અને તેમનું મોટા ભાગનું શરીર ખુલ્લું હતું.

એ વાત તો તમે જાણતા હશો કે, નાગાલેંડ રાજ્ય ભારતના મુખ્ય આદિવાસી વિસ્તારોમાંનું એક છે. તે પોતાના અદ્દભુત પહાડો, લીલિ કાલીન જેવી ઘાટીઓ, વહેતા ઝરણા, ગાઢ જંગલો અને સમૃદ્ધ વન્ય જીવનથી લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, નાગ સમાજમાં મહિલાઓને અપેક્ષા મુજબ ઊંચું અને સન્માનપાત્ર સ્થાન મેળેલું છે. તે ખેતરોમાં પુરુષોની જેમ શરતો ઉપર કામ કરે છે, અને જનજાતીય પરિષદોમાં પણ તેમનો સારો એવો પ્રભાવ છે. નાગ જીવનની એક કેન્દ્રીય વિશેષતા પુણ્યનો ભાગ છે, જેમાં ઘણા રીવાજો પછી મિથુન (ગ્યાલ, ફ્રાંન્ટલીસ) ની બલી આપવામાં આવે છે.

નાગાલેંડમાં જનજાતિય સંગઠન માં કોલ્યાકના નીરંકુશ અંગ (સરદાર) અને સેમા અને ચાંગના આનુંવાંશિક વડાથી લઈને અંગાની, આઓ, લ્હોરા અને રેંગમાંની લોકતાંત્રિક સંરચનાઓ જેવી ભિન્નતાઓ મળી આવે છે. દરેક જનજાતિના પોતાના તહેવાર કે ગેન્ના હોય છે. અહીં નાગ નૃત્ય, સંગીત અને લોકગીતોમાં જીવન ઉલ્લાસની ઝલક મળે છે.