મને એલર્જીને કારણે, ધૂળ અને રજકણને કારણે શરદી થઈ જાય છે.

0
1325

ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે, એમને એલર્જીને કારણે કે પછી નાકના અંદરના ભાગમાં જ્યારે ધૂળ કે રજકણ કોઈ વસ્તુઓ જાય એના લીધે એમને શરદી થઈ જતી હોય છે. અને આ શરદી એક થી બે દિવસ રહે છે, અને એ પછીના સમયમાં અમુક વખત એવું બને છે કે, ક્યારેક ક્યારેક નાક માંથી એકદમ હળદર જેવા રંગનો કફ નીકળે છે.

પણ શું તમે જાણો છો? આ પીળો કફ થવાનું કારણ શું છે? જો ના તો આજે અમે તમને એનું કારણ અને એના વિષે યોગ્ય જાણકારી અને સલાહ સુચન પણ આપીશું.

તો મિત્રો, આ બાબત વિષે કાર્તિક મહેતાનો આ છે જવાબ,

મિત્રો, સૌથી પહેલા તો એ જણાવી દઉં કે, હું ડોક્ટર નથી. ભારતના ધૂળિયા વાતાવરણને કારણે ઘણાખરા લોકોને જે શરદી થાય છે, એ ધૂળ, પરાગરજ, ધૂમાડો, પર્ટિકલ્સ વગેરેના નાકમાં ઘૂસવાથી થતી એલર્જી હોય છે. જણાવી દઉં કે, મને પોતાને આ એલર્જી વારસાગત હતી. અને ડોક્ટર મને એન્ટિએલર્જીક દવા આપીને છૂટી જતા હતા.

બજારમાં મળતા આયુર્વેદિક ઉકાળા, ફાંકી વગેરેથી પણ ખાસ ખપ લાગતુ નહિ. એટલે પછી મેં ત્રણ ઉપાયો દ્વારા આ શરદી ઉધરસને કાયમ માટે દૂર કરી, અને હું લગભગ ૧૦ વર્ષથી તેના ત્રાસથી મુક્ત છું. અને એ ઉપાય નીચે મુજબ છે.

૧. હળદર મીઠા ઘી અને આદુ વાળુ ગરમ પાણી પીવું.

૨. હોમિયોપેથીની પદ્ધતિસરની સારવાર લેવી.

૩. નિયમિત કસરત પ્રાણાયામ કરવા. રૂટિનમાં પણ શ્વાસ દીર્ઘ લેવા અને છોડવા..

આ બાબતે ડોક્ટર ભાવેશ મોઢ પોતાનું મંતવ્ય આપતા જણાવે છે કે, આધ્યાત્મિક વિદ્વાનોનું એવું કહેવું છે કે, આ સમગ્ર સૃષ્ટિ પંચ ભૌતિક છે. અને સૃષ્ટીનો દરેક પદાર્થ એ પંચ મહાભૂતથી નિર્માણ પામે છે. અને વિજ્ઞાન એવું કહે છે કે, જગતના મોટાભાગના જૈવિક પદાર્થો પ્રોટીનથી નિર્માણ પામેલા છે. અને પ્રોટીનના બંધારણીય એકમને એમિનો એસિડ કહે છે.

અને આ જુદાં જુદાં પણ નિશ્ચિત એમિનો એસીડની ચેઇન નિશ્ચિત પ્રકારના પ્રોટીનનું સર્જન કરે છે. અને આપણા શરીરમાં પણ આવી એમિનો એસીડની ચેઇન હોય છે. તેમજ મધમાખીના ડંખ કે સર્પનું ઝેર હોય, કે પછી ફુલની રજ હોય. આ બધામાં એમિનો એસીડના અણુથી બનેલ પ્રોટીનની હાજરી હોય છે.

હવે જયારે બાહ્ય જગતનો પ્રોટીન શરીરમાં પ્રવેશે છે, ત્યારે વ્યક્તિની પ્રકૃતિ એ પ્રવેશતા પ્રોટીનના એમિનો એસીડના અણુંઓને પસંદ ના કરે, અથવા તો એની સાથે અનુકૂળતાના સાધે ત્યારે એલર્જીક રીએકશન થાય છે. એલર્જીક રીએકશનમાં સૌથી પહેલા તો શરીરના જે અંગ-અવયવ હોય છે, એની સપાટી પર સોજો આવી જાય છે. આ કારણે એના પર લાલાશ, ખંજવાળ, બળતરા અને અંતે સ્ત્રાવ થવા લાગે છે.

આપણા નાકની અંદરની મ્યુક્સમેમ્બ્રેનમાં પણ આ રીતે એલર્જન પદાર્થોથી સોજો આવે છે, અને પછી એમાં સ્ત્રાવ થાય છે. એલર્જી વારસાગત હોવાના ચાન્સ નહીવત છે. અને આવી સમસ્યાનો ઈલાજ હળદર અને આદુ છે. હળદર અને આદુની એન્ટી ઇન્ફલામેટરી એકશન થાય છે, એટલે એની અસર સીધો સોજો ઉતારી દે છે.

જાણકારી માટે જણાવી દઉં કે, હળદરમાં રહેલ કરકયુમીન નામનું તત્વ બધા જ પ્રકારની એલર્જીમાં ઇઓસીનોફીલીયાને કંટ્રોલ કરે છે. પણ એને સતત 6 માસ સુધી લેવી જરૂરી છે. આપણને દૈનિક જરૂરીયાત જેટલું હળદરનું કરકયુમીન, એક થી બે ચમચી સેલમ નામની હળદરનો પાઉડર લેવાથી મળી રહે છે.

હળદરમાંનું કરકયુમીન શરીરમાં સારી રીતે પચે એ માટે સાથે કાળાંમરી કે લીંડીપીપર લેવી જરૂરી છે. કારણ કે એમાં રહેલ પીપરીન (Piperine) તત્વ કરકયુમીનને પચાવવામાં મદદ કરે છે. જો તમને કાળાંમરી કે લીંડીપીપર સ્વાદમાં નહિ ફાવે, તો નાગરવેલના પાન પણ ચાવી શકાય.

મિત્રો નાકની એલર્જીક કંડીશનનું નિવારણ કરવા માટે, સતત છ માસ સવાર-સાંજ ગાયનું ઘી 1-1 ML નાકના બંન્ને નાસાપુટ પર ફેલાય એ રીતે નાંખવું. આ ક્રિયાને નસ્ય કહે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે, એલર્જીક કંડીશનમાં લોકો ડૉક્ટરની સલાહ વિના આડેધડ સેટારાજીન એવીલ બેટનેસૉલ ખાય છે, અને બીજાને થઈ હોય તો એને પણ ખવડાવે છે. પણ એનો અતિ અને લાંબા સમય માટે ઉપયોગ કરવાની આદત હાનિકારક સાબિત થાય છે.

એજ રીતે આયુર્વેદમાં બ્રીસૉલ, પંકજાકસ્તુરી બ્રેથ ઇઝી, લક્ષ્મીવિલાસ રસ આદીની સીધી ખરીદી અને ઉપયોગ સમય ધન અને સ્વાસ્થયની બરબાદી કરે છે.

આ બાબતે ઉષા પંડ્યા પણ પોતાની વાત જણાવે છે કે, અમારે વારંવાર સ્કૂટર પર જવાનું થાય છે. એવામાં હેલ્મેટ હોવાથી મારા પતિને આવી તકલીફ ઓછી થાય છે, અને મને વધુ થાય છે. મુસાફરી દરમ્યાન હું ઓઢણી બાંધું તો મને ગભરામણ થાય એવું લાગે છે.

એ પછી એક ડોક્ટરની સલાહ મુજબ મેં નાક અને કાનમાં રંગ અને સુગંધ વગરની પેટ્રોલિયમ જેલી લગાડીને જવાનું ચાલુ કર્યુ. અમે મને એનાથી મારી સમસ્યામાં ઘણી રાહત પણ થઈ, નહીંતર મને તો રાત્રે સૂતી વખતે શ્વાસ લેવાની પણ તકલીફ થતી હતી.

તેમજ એની સાથે હું એક રૂમાલમાં કપૂરની પોટલી જેવું બનાવીને રાખું છું. અને જયારે પણ હું ટ્રાફિક જામમાં ફસાવ છું, ત્યારે એનો ઉપયોગ કરું છું. જણાવી દઉં કે, એનાથી ઊંડા શ્વાસ લેવાથી શ્વાસોચ્છવાસની તકલીફમાં રાહત મળે છે. આ બધા ઉપરાંત હળદર મીઠાવાળું દૂધ તો પીવાનું જ.

તો મિત્રો, આ બધા અજમાવાયેલા ઉપાયો કરવાથી તમે પણ એલર્જી અને કફની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. લેખ ગમ્યો હોય તો લાઇક અને શેયર જરૂર કરજો.