ક્લિક કરી જાણો, કિન્નરો સાથે જોડાયેલી 8 એવી રહસ્યમય વાતો, જેને જાણીને તમારા હોંશ ઉડી જશે.

0
2470

મિત્રો, જો કિન્નરોની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો એમના વિષે વધુ જાણતા નથી હોતા. અને શારીરિક રીતે જોઈએ તો તેઓ ન તો સંપૂર્ણ રીતે પુરુષ હોય છે અને ન તો સ્ત્રી. જણાવી દઈએ કે, તેઓ એક એવો સમુદાય છે જેનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. તેઓ આપણી દરેક ખુશાલીમાં જોડાયેલ હોય છે. અને તેમના આશિષને ખુબ પવિત્ર માનવામાં આવે છે, અને તેમના શ્રાપને અભિશાપ.

બીજા માણસોની જેમ તેઓ પણ તમને રોજ જોવા મળતા હશે, પછી ભલે તમે લોકલ ટ્રેન જ જોઈ લો કે શહેરના બસ સ્ટોપ. તમે બધાને પૈસા આપવાની ના કહી શકો છો પણ કિન્નરોની બાબતમાં થોડી ઉલટી જ ગણતરી છે.

અને આ કિન્નરોની એક જુદી જ દુનિયા છે, જેના વિષે ઘણા બધા લોકો જાણતા નથી. તેમની રહેણી કરણી પણ સાધારણ લોકોથી તદ્દન જુદી હોય છે. તેમના વિષે જાણવાની જીજ્ઞાસા દરેક લોકોના મનમાં હોય છે. તો આવો આજે અમે તમારી એ જીજ્ઞાસાને તેના ધ્યેય સુધી પહોંચાડવાના સારથી બનીએ. આવો તમને કિન્નરો સાથે જોડાયેલી 8 રહસ્યમય વાતો જણાવીએ, જે જાણીને તમારા હોંશ ઉડી જશે.

જ્યોતિષ મુજબ :

મિત્રો, જ્યોતિષ વિદ્યા મુજબ એવું જાણવા મળે છે કે ગર્ભ ધારણ વખતે વીર્ય વધવાથી પુરુષ (પુત્ર) ઉત્પન થાય છે, અને લોહીના વધારાથી સ્ત્રી (કન્યા) ઉત્પન થાય છે. તેમજ વીર્ય અને લોહી સરખા હોય તો કિન્નર સંતાન ઉત્પન થાય છે. એવું માનવામાં આવે છે કે કુંડળીમાં બુદ્ધ, શની, શુક્ર, અને કેતુના અશુભ યોગોને લીધે વ્યક્તિ કિન્નર કે નપુંસક ઉત્પન થાય છે.

કિન્નર સંતાન ઉત્પન્ન થવાનું વૈજ્ઞાનિક કારણ :

માનવ શરીરમાં ક્રોમોસોમની કુલ સંખ્યા 46 હોય છે, જેમાંથી 44 ઓટોમોઝ હોય છે અને બાકીના 2 સેક્સ ક્રોમોઝોમ હોય છે. અને એ 2 ક્રોમોઝોમ થનાર બાળકનું લિંગ નિર્ધારિત કરે છે.

પુરુષમાં XY અને સ્ત્રીમાં XX ક્રોમોઝોમ હોય છે. જયારે સમાગમ કરવાથી ગર્ભમાં બાળક રહે છે, તો એમાં આ બે સેક્સ ક્રોમોઝોમ XY હોય તો છોકરો જન્મે છે, અને XX હોય તો છોકરી જન્મે છે. પરંતુ XY અને XX ક્રોમોઝોમ સિવાય પણ ક્યારેક XXX, YY, OX ક્રોમોઝોમઅલ ડિસઓર્ડર વાળા બાળક જન્મે છે, જેને કિન્નર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના ગુણ હોય છે.

આવો જાણીએ એમની સાથે જોડાયેલી થોડી ખાસ વાતો.

જણાવી દઈએ કે, જયારે પણ કોઈ કિન્નરનું મૃત્યુ થાય છે તો તેના અંતિમ સંસ્કાર ખુબ છુપી રીતે કરવામાં આવે છે.

કિન્નરોના સમાજમાં કોઈ નવા કિન્નરને સમાવતા પહેલા નાચવા ગાવાનું અને સામુહિક ભોજન થાય છે.

તેમજ કોઈ નવા વ્યક્તિને કિન્નર સમાજમાં સામેલ કરતા પહેલા ઘણા રીત રીવાજોનું પાલન કરાવવામાં આવે છે.

જાણીને નવાઈ થશે કે, કિન્નર પોતાના આરાધ્ય દેવ અરાવન પાસે વર્ષમાં એક વખત લગ્ન કરે છે. આમ તો આ લગ્ન માત્ર એક દિવસ માટે હોય છે.

મિત્રો, મહાભારતના પ્રાચીન ગ્રંથમાં શિખંડીને કિન્નર માનવામાં આવેલ છે.

અને એવું કહેવામાં આવે છે કે, શિખંડીને કારણે જ અર્જુને ભીષ્મને યુદ્ધમાં હરાવી દીધા હતા.

મહાભારતમાં જયારે પાંડવ જંગલમાં એક વર્ષનો અજ્ઞાત વાસ કાપી રહ્યા હતા, ત્યારે અર્જુન એક વર્ષ સુધી કિન્નર વૃહન્નલા બનીને રહ્યા હતા.

આપણે ત્યાંની એક માન્યતા મુજબ કિન્નરોની ઉત્પતિ બ્રહ્માજીના પડછાયાથી થઇ છે.

તેમજ બીજી તરફ ઘણા લોકો એવું પણ માને છે કે, અરિષ્ટા અને કશ્યપ ઋષિથી કિન્નરોની ઉત્પતિ થઇ છે.