ભાઈ મારી ગર્લફેન્ડ iPhone માંગી રહી છે, તેના પર સોનુ સુદે આપ્યો યુઝરને જોરદાર જવાબ.

0
260

એક એન્જીનીયરે સોનુ સુદને કહ્યું મારી ગર્લફેન્ડ iPhone માંગી રહી છે, તેનું કાંઈ થઈ શકે છે? સોનુએ આપ્યો આવો જવાબ.

કો-રો-ના મહામારી વચ્ચે સોનુ સુદે દરેક જરૂરિયાતમંદની મદદ કરી અને એક તારણહાર સાબિત થયા. તેમણે અત્યાર સુધીમાં ઘણા લોકોની મદદ કરી છે. તેમણે ઓક્સીજન સીલીન્ડર, હોસ્પિટલમાં બેડ અહીં સુધી કે દવાઓ સુધીની વ્યવસ્થા કરી છે. તેમજ તે ટ્વીટર દ્વારા પણ લોકોની મદદ કરતા જોવા મળે છે. એવામાં કેટલાક કિસ્સા એવા પણ આવી જાય છે, જયારે સોનુ સુદ પોતાને હસતા રોકી નથી શકતા. હાલમાં તેમનું એક ટ્વીટ ઘણું શેર થઇ રહ્યું છે, જેમાં એક યુઝરે સોનુ પાસે વિચિત્ર એવી ફરિયાદ મૂકી છે. એક પ્રશંસકે સોનુ પાસે પોતાની ગર્લફ્રેન્ડ માટે iPhone ની માંગણી કરી છે.

યુઝરે સોનુ સુદ પાસે કરી મદદની માંગણી :

હાલમાં એક ટ્વીટ ઘણી શેર થઇ રહી છે જેમાં ‘એન્જીનીયર લડકા’ નામના ટ્વીટર યુઝરે સોનુ સુદને ટેગ કરતા લખ્યું, ભાઈ મારી ગર્લફ્રેન્ડ iPhone માંગી રહી છે, તેનું કાંઈ થઇ શકે છે? હવે આ ટ્વીટ વાંચીને સોનુ સુદે મજાનો જવાબ આપતા લખ્યું, તેનું તો ખબર નથી, પણ iPhone આપ્યો તો તારું કાંઈ નહિ રહે. સોનુએ તેની સાથે જ હસતો ઈમોજી પણ શેર કર્યો.

સોનુ સુદની આ પોસ્ટ ઉપર ઘણી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકો હજુ પણ તેમની પાસે મદદની આશા રાખતા જોવા મળી રહ્યા છે. સોનુ સુદ સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ રહે છે અને લોકોની મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયત્ન કરે છે.

થોડા સમય પહેલા જ સોનુ સુદ પોતાની નવી ગાડીને કારણે સમાચારોમાં છવાયેલા હતા. હાલમાં જ અભિનેતાએ પોતાના દીકરા ઇશાંતને નવી મર્સીડીસ ગાડી ભેટમાં આપી છે, જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. યુટ્યુબ ઉપર એક વિડીયો પણ ઘણો ઝડપથી શેર થઇ રહ્યો છે, વિડીયોમાં સોનુ સુદ ગાડીની ડીલીવરી લેતા જોવા મળી રહ્યા છે, ત્યાર પછી તે પોતાના બાળકોને તેમાં ફરવા લઇ જાય છે.

હુમા કુરેશી : સોનુ દેશના પ્રધાનમંત્રી હોવા જોઈએ.

રાખી સાવંત ઉપરાંત અભિનેત્રી હુમા કુરેશી પણ સોનુ સુદને દેશના પીએમ બનતા જોવા માંગે છે. હુમાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અભિનેતાને કોઈ તારણહાર તરીકે જોઈ રહ્યા છે, તો કોઈ તેમને ભગવાનના રૂપમાં પૂજી રહ્યા છે. પણ અભિનેત્રી હુમા કુરેશીને એવું લાગે છે કે, સોનુ સુદ દેશના પ્રધાનમંત્રી હોવા જોઈએ.

સોનુ સુદે તેના પર રીએક્ટ કરતા જણાવ્યું, તે થોડું વધુ થઇ ગયું. આ તેમની મહાનતા છે જે તેમણે આવું કહ્યું. જો તેમને લાગે છે કે, હું તે સન્માનનો હક્કદાર છું તો પછી કદાચ મેં કાંઈક સારું કામ કર્યું હશે. હું તેમની સાથે સહમત નથી. મને એવું લાગે છે કે, આપણી પાસે ઘણા સારા પ્રધાનમંત્રી છે. સાથે જ એક ફેક્ટર પણ છે. મને એવું લાગે છે કે, દેશની જવાબદારી લેવા માટે હું હજી ઘણો યંગ છું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.