એક મુઠ્ઠી મીઠું ઘરના બાથરૂમમાં નાખી દો, કોઈ સમસ્યા નહિ રહે, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

0
11763

મિત્રો મીઠું દરેક ઘરમાં રસોડામાં મળી આવતી એક સામાન્ય વસ્તુ છે. તેના વગર જમવાનું નીરસ લાગે છે. પણ જણાવી દઈએ કે આ મીઠું માત્ર ખાવામાં જ ઉપયોગમાં નથી લેવાતું. એના બીજા પણ ઘણા ઉપયોગ અને ફાયદા છે. જ્યોતિષવિદ્યા અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું ઘરની સુખાકારી સાથે જોડાયેલું છે.

જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું ઘરમાં સુખ સમૃદ્ધીને લગતી સમસ્યાઓનો ઉપાય છે. આજે અમે તમને મીઠાના એવા જ ઉપાય વિષે જણાવીશું જેના વડે તમે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકશો. તો આવો જાણીએ મીઠાના ખાસ ઉપાય વિષે.

કોઈની નજર ઉતારવા : જો ઘરમાં કોઈ નાનું બાળક છે, તો એને કોઈની નજર લાગવી સામાન્ય વાત છે. અને જો તમારા બાળકને કોઇની નજર લાગી હોય, તો એક ચપટી મીઠું લઈને સાત વાર એના માથે પરથી ઉતારી પાણીમાં વહાવી દો. આ મીઠાને તમે નળ ચાલુ કરીને નળના પાણીમાં પણ વહાવી શકો છો. આ ઉપાય કરવાથી બાળકને લાગેલ નજર દોષ દૂર થાય છે.

વાસ્તુ દોષ દૂર કરવા : મિત્રો જો તમારા મનમાં ભય, ચિંતા કે લાંબા સમય સુધી ગમગીની રહેતી હોય તો બંને હાથમાં થોડા સમય માટે મીઠું ભરી એને થોડીવાર એમજ રહેવા દો. પછી એ મીઠાને વોશબેસીનમાં પાણી સાથે વહાવી દો. ધ્યાન રહે કે તમારે એને બીજે ક્યાંય આસપાસ ફેંકવાનું નથી.

ગરીબી દૂર કરવા : એના માટે તમે અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું નાખીને પોતું કરો. આ સામાન્ય લાગતો પ્રયોગ તમારા ઘરની નકારાત્મક શક્તિને દૂર કરશે. પણ એક વાતનું ધ્યાન રહે કે તમારે ગુરુવારના દિવસે આવું નથી કરવાનું, અને આ ઉપાય માટે દરિયાઈ મીઠું જ વાપરવાનું છે.

ઘરમાં બરકત લાવવા : એના માટે મીઠાને એક કાચના વાસણમાં મૂકો ભરો અને તેમાં ચાર-પાંચ લવિંગ મૂકો. આમ કરવાથી પૈસા આવવાનું શરૂ થશે અને ઘરમાં બરકત પણ વધશે.

બાથરૂમ અને ટોઇલેટના દોષ દૂર કરવા : તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મીઠું તમામ પ્રકારની ગંદકીને દૂર કરે એવું રાસાયણિક દ્રવ્ય છે. બાથરૂમ અને ટોઇલેટના દોષ દૂર કરવા માટે તમે એક કાચના બાઉલમાં દરિયાઇ મીઠું ભરો. ત્યારબાદ એ બાઉલને બાથરૂમમાં મૂકી દો. દર 15 દિવસે એમાં રહેલું મીઠું બદલી નાખો.

આજ વસ્તુ ટોયલેટમાં પણ કરો. પણ એમાં જૂનું મીઠું ટોયલેયની સિંકમાં નાખી દેવાનું છે. અને જો તમારું ટોયલેટ ઉતર પૂર્વમાં છે તો દરવાજા પર ગર્જના કરતાં સિંહનું પોસ્ટર લગાવો. આ ઉપાયો કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થશે.

ધનનો પ્રવાહ જાળવી રાખે : એના માટે કાચનો એક ગ્લાસ લો. પછી એ ગ્લાસમાં પાણી અને મીઠું ઉમેરો, અને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં મૂકી દો. પછી તેની પાછળ એક પીળા રંગનો બલ્બ લગાવી દો. જ્યારે પાણી સૂકાઈ જાય ત્યારે ગ્લાસ સાફ કરી ફરી એ જ રીતે મીંઠું અને પાણી ભરી મૂકી દો. આ ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહેશે.

રોગથી છુટકારો મેળવવા માટે : હંમેશા ઊંઘતા સમયે તમારા માથાને પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તેમજ તમારા બેડરૂમમાં એક વાટકીની અંદર મીઠાના થોડા ટુકડા રાખો. આ ઉપાય તમારા આરોગ્યમાં સુધારો લાવશે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય લાંબી માંદગીથી પીડાય છે, તો એના માટે કાચના એક વાસણમાં મીઠું રાખો. અને એક અઠવાડિયા પછી તે મીઠું બદલી નાખો.

આ ઉપાયનું પુનરાવર્તન કરતા રહેવાથી ધીરે ધીરે તે વ્યક્તિનું આરોગ્ય સુધરશે. અને બીજી એક ખાસ વાત એ છે કે, રોગને ટાળવા માટે સામાન્ય મીઠું ઓછું વાપરવું જોઈએ. સિંધવ મીઠું વાપરવાનું શરુ કરો.

જો પરિવારમાં કોઈ સભ્યને વ્યક્તિગત બાધા છે, તો એના માટે એક મુઠ્ઠી દળેલું મીઠું લઈને સાંજે ત્રણ વખત એમના માથા પરથી ઉતારી દરવાજાની બહાર ફેંકી દો. આ ઉપાય તમારે સતત ત્રણ દિવસ માટે કરવાનો છે. જો આમ કરવાથી પણ તમને રાહત ન જણાય તો એમના માથા પરથી મીઠું ઉતારી એને ટોઇલેટમાં વહાવી દો. ચોક્કસપણે લાભ થશે.

ઘરમાં આવતી મુશ્કેલી ટાળવા : ઘરમાં કોઈક વાત પતિ પત્ની વચ્ચે કોઇ બાબતે મતભેદ થવા સામાન્ય છે. તમારી સાથે પણ એવું થયું છે અથવા તમને માનસિક અશાંતિ રહે છે, તો દરિયાઈ મીઠાનો એક ભાગ તમારા બેડરૂમના કોઈપણ ખૂણામાં મુકવાથી ફાયદો થાય છે. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મન પણ શાંત થાય છે. યાદ રાખીને આ મીઠાનો ટુકડો દર મહિને બદલી નાખવો. અને રૂમમાં સ્પિન્ડલ પણ રાખો.

મનની બેચેની દૂર કરવા : મિત્રો તમારું મગજ ઘણું અસ્પષ્ટ છે, તમારા વિચારો કોઈપણ પ્રકારની ચિંતાથી પીડાય છે, તો જાણી લો એનાથી તમારું સ્વાસ્થ્ય સારું નહી રહે. એના માટે તમારે મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે અને મન પણ શાંત થાય છે.

શનિની આડઅસર ટાળવા માટે : જાણકારી માટે જણાવી દઈએ કે જો ખાવાનું બનાવતા સમયે દાળ, શાક વગેરેમાં મીઠું ઓછું રહી જાય, તો તમે એમાં ઉપરથી મીઠું નાખવાની જગ્યાએ સંચળનો ઉપયોગ કરો. જો તમને આવું નહી કરો તો તે શનિને અસર કરશે. માટે તમારી આ ટેવ બદલી નાખો. તેમજ જો તમારા અથવા ઘરના કોઈ સભ્યના જન્માક્ષરમાં ચંદ્ર અને મંગળ નબળા છે, તો તમારે જમવામાં ઉપરથી મીંઠું લેવાનું ટાળો. એની જગ્યાએ સિંધવ મીઠું વાપરો.