શા માટે આખી દુનિયાનાં મુસલમાન રમજાનના રોજા ખજુરથી ખોલે છે, કારણ ચકિત કરવાં વાળું છે.

0
3037

નમસ્કાર મિત્રો, તમે બધા જાણો છો કે અત્યારે મુસ્લિમ ધર્મનો પવિત્ર એવો રમજાનનો મહિનો ચાલી રહ્યો છે. આ સમયે મુસ્લિમ લોકો ઉપવાસ રાખે છે જેને રોજ કહેવામાં આવે છે. અને હંમેશા તેઓ પોતાના રોજા ખજુરથી જ ખોલે છે. પણ શું તમે વિચાર્યું છે? કે તેઓ રોજા ખોલવા માટે ફક્ત ખજુર જ કેમ ઉપયોગમાં લે છે, બીજી કોઈ વસ્તુ કેમ નહિ? જો ના, તો જણાવી દઈએ કે એની પાછળ એક વિશેષ કારણ રહેલું છે. આવો તમને આ બાબતે થોડી જાણકારી આપીએ.

જાણકારી માટે જણાવી દઈએ કે, ખજૂરને સંસ્કૃતમાં ખર્જુર, ભૂમિખર્જૂરિકા, દુરારોહા, સ્વાદુમસ્તકા કહે છે. અને જે ખજૂર કબૂલ, કંધાર, ઇરાક વગેરે દેશોમાં મળે છે, તેને પિણ્ડ ખજૂર કહેવામાં આવે છે. તેમજ પિણ્ડ ખજૂરને સુલેમાની ખજૂર પણ કહેવાય છે. આપણા દેશમાં દેશી ખજૂર દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અને આ ખજૂર દક્ષિણ-પશ્ચિમ એશિયાના દેશો ઈરાન, ઇરાક, અરબ, ઓમાનનો મુખ્ય ખાદ્ય પાક છે.

તેમજ ખજૂર એક એવું પોષ્ટીક ડ્રાઈ ફ્રૂટ છે જે વજન વધારે છે. ખજૂરનું આયુર્વેદમાં પણ ઘણું મહત્વ છે. એમાં ખજૂરનો બળતરા, કમજોરી, હિક્કા, તાવ, કાસ, બેહોશી, પ્રમેહ, મૂત્ર રોગ, રક્તપિત્ત, અસ્થમા, પિત્તના કારણ દર્દ વગેરેના ઈલાજ માટે પ્રયોગ કરવામાં આવે છે. ખજુર વાત-કફ વિકારને પણ દૂર કરે છે. અને તે બળવર્ધક, શક્તિર્ધક પણ હોય છે. ખજૂરના ઝાડને કાપવા પર જે રસ પ્રાપ્ત થાય છે તે નશો અને પિત્ત કરવા વાળો હોય છે.

મિત્રો રમજાન માસ દરમ્યાન મુસ્લિમ લોકો આખો દિવસ કઈ પણ ખાતા પિતા નથી, અને પછી સાંજે જયારે મગરીબનો અજાન થાય છે, તો તે પોતાના રોજો ખોલે છે જેને ઈફ્તાર કહેવામાં આવે છે. એવામાં આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ કે, કેમ મુસ્લિમ લોકો ખજૂરથી રોજા ખોલે છે? તો ચાલો જાણી લઈએ આના વિષે.

એ વાત તો તમે જાણો છો કે, રોજામાં ખજૂરનું સેવન લગબગ દરેક મુસ્લિમ કરે છે, અને એને ખાઈને જ તેઓ પોતાના રોજા ખોલે છે. જો કોઈની પાસે ખજુર નહિ હોય તો તે પાણી પી ને પણ રોજા ખોલી શકે છે. પરતું ખજુર સાથે રોજા ખોલવું ખુબ ફાયદાકારક હોય છે.

એવું એટલા માટે કારણ કે, ઇફતાર કરતા સમયે ઘણા લોકો ખુબ વધારે ખાવાનું અને પાણી પી લે છે. જેનાથી ઘણી બધી સમસ્યાઓ પૈદા થઇ શકે છે. અને એવામાં જો ખજુરથી રોજા ખોલે તો આનાથી શરીરને તરત શક્તિ મળે છે, જેનાથી ભૂખ અને તરસ ઓછી લાગે છે, અને ઘણી સમસ્યાઓ ખત્મ થઇ જાય છે.

ખજૂરથી રોજા ખોલવાના 10 અદભુત ફાયદા :

કબજિયાતની સમસ્યા દુર કરે :

મિત્રો દૂધમાં ખજુર નાખીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થઇ જાય છે. અને પાચનતંત્ર પણ સારું થઇ જાય છે. આના સિવાય ખજૂરમાં આયરન હોય છે, જે આપણને એનિમિયા જેવી વિમારીઓથી પણ દૂર રાખે છે. દૂધ અને ખજૂરમાં કૈલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી હાડકાઓ મજબૂત થાય છે અને સાથે જ સાંધાના દુ:ખાવાથી છુટકારો મળે છે.

પાચનતંત્ર મજબૂત રહે :

જણાવી દઈએ કે, ખજૂર ખાવાથી આપણું પાચન તંત્ર મજબૂત રહે છે. કારણ કે એમાં વધારે માત્રામાં ફાયબર હોય છે, જે શરીર માટે ખુબ જરૂરી હોય છે. એનાથી પાચન તંત્ર મજબૂત રહે છે.

એનર્જી મળે :

જયારે કોઈપણ વ્યક્તિ રોજા કે ઉપવાસ રાખે, તો આખો દિવસ ખાધા-પીધા વગર રહેવાના કારણે શરીરમાં કમજોરી આવી જાય છે. એવામાં ઈફ્તારમાં ખજૂર ખાવાથી શરીરમાં તરત શક્તિ મળે છે. કારણ કે ખજૂરમાં યોગ્ય માત્રામાં ગ્લુકોઝ, સુક્રોજ અને ફ્રુકટોઝ જોવા મળે છે, જેનાથી શરીરને તરત એનર્જી મળે છે.

નર્વસ સિસ્ટમ સારી રહે છે :

જણાવી દઈએ કે, ખજૂરનું સેવન આપણા નર્વસ સિસ્ટમ માટે ખુબ ફાયદાકારક હોય છે. કારણ કે એમાં પોટેશિયમ ખુબ વધુ માત્રામાં હોય છે, અને સોડિયમની માત્રા ખુબ ઓછી હોય છે. અને એ નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક હોય છે.

પૌરુષ શક્તિ વધારે :

ખજૂરને આખી રાત દૂધમાં પલાળીને બીજા દિવસે સવારના સમયે ખાવાથી પુરુષોમાં પૌરુષ શક્તિ વધારે છે. ખાસકરીને બકરીના દૂધમાં ખજૂરને પલાળીને ખાવાથી પુરુષોને આનો વધારે ફાયદો થાય છે. બકરીનું દૂધ ન મળતા સામાન્ય દૂધ પણ ઉપયોગ કરી શકો છો.

લોહીની બીમારી થતી નથી :

આ બધા ઉપરાંત ખજૂરનું સેવન લોહી સંબંધિત બીમારીઓથી પણ છુટકારો આપાવે છે. કારણ કે ખજૂરમાં યોગ્ય માત્રામાં આયરન જોવા મળે છે, જે લોહી બનાવવામાં અને સાફ કરવામાં મદદ કરે છે.

સંક્ર્મણથી બચાવે :

આજકાલના પ્રદુષણ યુક્ત વાતાવરણમાં બહાર નીકળવા પર આપણને ઘણાબઘી ધૂળ, કીટાણુઓનો સામનો કરવો પડે છે. જેનાથી આપણું શરીર સંક્રમિત થઇ જાય છે, આ સંક્ર્મણ શરીરમાં ફેલાઈને ઘણી બીમારીઓને જન્મ આપે છે. પરંતુ જે લોકો દરરોજ ખજૂર થાય છે તે આ સંક્ર્મણથી ઘણી હદ સુધી સુરક્ષિત રહે છે.

રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે :

ઉનાળામાં રોજ ખજૂરનું સેવન કરવું આપણા માટે ફાયદાકારક રહે છે. કારણ કે આમાં રહેલ ગ્લુકોજ ઔપ ફ્રક્ટોઝ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવાનું કામ કરે છે, અને બીમારીઓથી શરીરને લડવાની શક્તિ આપે છે.

હદયની બીમારી થતી નથી :

મિત્રો ખજૂરનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું થઇ જાય છે. અને આમ થવાથી હદયની બીમારીઓ થવાનો ખતરો રહેતો નથી.

વજન વધારે :

જો તમારા માંથી કોઈનું શરીર ખુબ કમજોર કે પાતળું છે, તો તમે એના માટે ખજૂરનું સેવન કરવાનું શરુ કરી શકો. જે લોકો શરીરથી ખુબ કમજોર કે પછી ખુબ દુબળા-પાતળા છે તો તમે દિવસમાં ઓછામાં ઓછી 3 ખજૂર ખાવી જોઈએ. ખજૂરનું મીઠાપણુ અને આમાં રહેલ પ્રોટીન પણ વધુ માત્રામાં શરીરનું વજનને વધારવામાં ખુબ મદદ કરે છે.