બોલીવુડમાં હિંદુ નામથી પ્રસિદ્ધ થયેલી આ 3 એક્ટ્રેસ હકીકતમાં છે મુસ્લિમ, નામ જાણીને દંગ રહી જશો.

0
2179

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જેવું કે તમે બધા જાણો જ છો કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એક્ટ્રેસ છે, જેમણે મોટા પર્દા પર પોતાના ઉત્તમ અભિનયથી કરોડો દર્શકોનું દિલ જીત્યું છે. તેમણે બોલીવુડને ઘણી શ્રેષ્ઠ ફિલ્મો પણ આપી છે. પછી ભલે તે કંગના રનૌત હોય, પ્રિયંકા ચોપડા હોય, દીપિકા પાદુકોણ હોય કે આલિયા ભટ્ટ હોય. દરેક અભિનેત્રીઓનો પોતાનો અલગ અને ખાસ અંદાજ હોય છે.

એવું પણ જોવા મળે છે કે, ફિલ્મોમાં આવવા માટે કેટલીક અભિનેત્રીઓ પોતાનું નામ પણ બદલી નાખે છે. તો અમુક તો પોતાનો ધર્મ પણ બદલી નાખે છે. અને આજના આ લેખમાં અમે તમને એવી જ અમુક અભિનેત્રીઓ વિષે જણાવવાના છીએ.

બોલીવુડમાં હિંદુ નામથી લોકપ્રિય 3 એવી એક્ટ્રેસ રહી છે, જે અસલમાં હિંદુ નથી પણ તે મુસ્લિમ પરિવારથી સંબંધ રાખે છે. પર્દા પર મોટાભાગે એમણે હિંદુના રોલ જ ભજવ્યા છે, અને દર્શકો પણ એમને હિંદુ જ માનતા આવી રહ્યા છે. પણ હકીકતમાં તે મુસ્લિમ છે. શું તમે જાણો છો એમના નામ?

હિન્દૂ નામથી લોકપ્રિય રહી આ 3 એક્ટ્રેસ :

જાણકારી માટે જણાવી દઈએ કે, ત્રણ પેઢીની આ અભિનેત્રીઓ 60 ના દશકમાં મધુબાલા, 70 ના દશકમાં રિના રોય અને 90 ના દશકમાં તબ્બુ, જેમણે ફિલ્મોમાં મોટાભાગે હિંદુના રોજ ભજવ્યા છે, તે હકીકતમાં મુસ્લિમ પરિવારથી સંબંધ રાખવા વાળી છે. ચાલો જાણીએ આ અભિનેત્રીઓના ફિલ્મી કરિયર અને અંગત જિંદગી પર એક નજર.

1. મધુબાલા :

જણાવી દઈએ, કે એમના વખતમાં રાજકપૂર, દિલીપ કુમાર અને સુનિલ દત્તની સાથે મધુબાલાના અફેયરના કિસ્સા બોલીવુડની ગલીઓમાં રહ્યા હતા. અભિનેત્રી મધુબાલાએ 60 ના દશકમાં પોતાના અભિનય અને સુંદરતાથી લોકોને પોતાના જબરજસ્ત દીવાના બનાવ્યા હતા. પણ મધુબાલાનું અસલી નામ મુમતાજ બેગમ હતું. અને બોલીવુડમાં પોતાના પગલાં મુકતા જ તેમને પોતાનું નામ બદલીને મધુબાલા રાખી લીધું હતું.

જણાવી દઈએ કે મધુબાલા જેનું અસલી નામ મુમતાજ બેગમ છે, તે દિલ્લીની એક મુસ્લિમ પરિવારથી સબંધ રાખે છે. મધુબાલાને બોલીવુડમાં અસલી ઓળખાણ તેમની ફિલ્મ “નીલકમલ” (1974) થી મળી હતી. તેના પછી તેમણે ફિલ્મ મુગલે-આઝમથી બોલીવુડમાં એક નવો ઇતિહાસ રચી નાખ્યો હતો.

2. રિના રોય :

રિના રોયનો જન્મ 7 જાન્યુઆરી 1957 ના રોજ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. રિનાનું અસલી નામ સાયરા અલી હતું, અને તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં નાગિન, આશા, અર્પણ, સનમ તેરી કસમ, ઉધાર કા સિંદૂર, જાની દુશ્મન, કાલીચરણ, અપનાપન, બદલતે રિશ્તે, ધનવાન, આદમી ખિલૌના હે, હથકડી, પ્યાસા, નસીબ, રાજ તિલક અને અંધા કાનૂન વેગેરે જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

જણાવી દઈએ કે, રિના રોય ક્યારેય શત્રુઘ્ન સિન્હા સાથે લવ અફેયરને કારણે ચર્ચામાં રહી હતી. પછી તેમણે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોસીન ખાન જોડે લગ્ન કરી લીધા હતા. જો કે સમય જતા તેમના છૂટાછેડા પણ થઇ ગયા હતા.

3. તબ્બુ :

90 ના દશકના સુપરહિટ ગીત ‘રુક-રુક, અરે બાબા રુક’ થી યુવાઓના દિલમાં જગ્યા બનાવવા વાળી એક્ટ્રેસ તબ્બુનું અસલી નામ તબસ્સુમ ફાતિમા છે. 4 નવેમ્બર 1971 ના રોજ હૈદરાબાદના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલી તબ્બુએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન હવા, દ્રશ્યમ, ચાંદની બાર, હૈદર, હમ સાથ-સાથ હૈ, ગોલમાલ અગેન, જય હો, વિજયપથ, લાઈફ ઓફ પાઇ, હકીકત, ચીની કમ, જીત, વિરાસત, હેરા ફેરી, માચીસ, બીવી નંબર 1, અસ્તિત્વ અને બોર્ડર જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.