મ્યુઝિક ડાયરેક્ટર શેખરે 3 ઈંડાના ચૂકવ્યા 1672 રૂપિયા, બિલ થયું વાયરલ

0
366

આપણે ત્યાં ઘણી બધી મોટી મોટી હોટલો અને રેસ્ટોરેન્ટ આવેલા છે. એ બધી જગ્યાએ પૈસાદાર લોકો જ જાય છે. સામાન્ય લોકો ત્યાં જવાનું વિચારતા જ નથી, કારણ કે એમને ખબર છે કે આવી જગ્યાએ જઈશું તો બધા પૈસા ખર્ચ થઈ જશે. અને આવી હોટલો અને રેસ્ટોરન્ટ ખુલ્લી લૂંટ મચાવતા હોય છે. સામાન્ય ભાવમાં મળતી વસ્તુને આ લોકો ખુબ મોંઘા ભાવમાં લોકોને આપે છે. આ ભાવ પૈસાદાર લોકોને પણ પોસાય એવા નથી હોતા. આવો તમને એનું એક તાજું ઉદાહરણ જણાવીએ.

બોલીવુડની ઘણી ફિલ્મોમાં સુપરહિટ મ્યુઝિક આપી ચૂકેલા વિશાલ શેખરના જોડીદાર શેખર રવજિઆની પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વાયરલ થઈ રહ્યા છે. શેખરે ટ્વીટર પર એક બિલ પોસ્ટ કર્યુ છે, જેમાં એમણે ત્રણ ઈંડાની કિંમત પોતાના ફેન્સ સાથે શેયર કરી છે. ફક્ત ત્રણ ઈંડાના સફેદ ભાગ માટે શેખરે 1672 રૂપિયા ચૂકવવા પડ્યા છે. એમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

એમના પહેલા ચંદીગઢની જેડબલ્યુ મેરિટલ હોટલમાં એકટર રાહુલ બોસ પાસેથી 2 કેળા માટે 442 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. એ પછી ચંદીગઢના એક્સિસ અને ટેક્સેશન વિભાગે જેડબ્લ્યુ મેરિટલ હોટલ પર 25,000 રૂપિયા દંડ લગાવ્યો હતો. આ ઘટના પછી કાર્તિક ધરના એક વ્યક્તિએ ટ્વીટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં એમણે 2 બોઈલ ઈંડાના 1700 રૂપિયા ચૂકવ્યા હતા.

થોડા સમય પહેલા વિશાલ શેખરે એજેંડા આજતકમાં ભાગ લીધો હતો. આ દરમિયાન શેખરે ગીતોના કમ્પોઝીશનમાં નવી ટેકનીકના ઉપયોગ પર વાત કરી હતી. એમણે કહ્યું હતું કે, ટેક્નિકલ ઉપકરણોની સાથે પણ જો ટ્રેડિશનલ જેવો માહોલ આપવામાં આવે તો મજા આવે છે. ટેકનીકના યોગ્ય ઉપયોગથી ગીતોની આત્મા બની રહે છે.

શેખરે જણાવ્યું હતું કે, અમે બંને પણ એવા પ્રયત્ન કરીએ છીએ. જણાવી દઈએ કે, વિશાલ-શેખરે હાલમાં જ ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની બ્લોકબસ્ટર ફિલ્મ વોરમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના મ્યુઝિકને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે અને આ ફિલ્મે પણ 300 કરોડથી વધારેની કમાણી કરી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.