બજરંગી ભાઈજાનની મુન્ની થઈ ગઈ મોટી પણ ક્યુટનેસ હજી પણ પહેલા જેવી છે, જુઓ લેટેસ્ટ ફોટા.

0
208

6 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે બજરંગી ભાઈજાનની મુન્ની, ફોટા જોઈને ઓળખવી પણ મુશ્કેલ.

વર્ષ 2015 માં સલમાન ખાન સ્ટારર ફિલ્મ બજરંગી ભાઈજાનમાં મુન્નીના પાત્રથી પોતાની અલગ ઓળખાણ ઉભી કરવા વાળી બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રાને કોણ નથી ઓળખતું. તેની ક્યુટનેસના બધા દીવાના છે. એટલું જ નહિ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં તેના દ્વારા કરવામાં આવેલા જોરદાર અભિનયે પણ બધાને તેના ફેન્સ બનાવી દીધા હતા.

આમ તો હર્ષાલી મલ્હોત્રા હવે મોટી થઇ ગઈ છે, પણ તેનો ક્યુટ અંદાજ હજુ પણ જળવાયેલા છે. 13 વર્ષની હર્ષાલી થોડા દિવસો પહેલા પોતાની માં સાથે એયરપોર્ટ ઉપર દેખાઈ હતી. તે દરમિયાન તે ઘણી ગ્લેમરસ અને સ્ટાઇલીશ લાગી રહી હતી. તેણે બ્લુ કલરનું જીન્સ અને ટોપ સાથે વ્હાઈટ કલરનું જેકેટ પહેર્યું હતું, જેમાં તેની સુંદરતા જોવા જેવી હતી.

એયરપોર્ટ ઉપર હર્ષાલીએ પોતાની મમ્મી સાથે કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા. હવે હર્ષાલીના તે ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ફેમસ થઇ રહ્યા છે. ઘણા ફેન્સ હર્ષાલીની પ્રશંસા કરતા થાકતા નથી, તો ઘણા ફેન્સ એવા છે જે એક વાતને લઈને તેની ઘણી મજાક ઉડાવી રહ્યા છે. આવો જાણીએ કે ખરેખર શું છે એ કારણ?

આ કારણે હર્ષાલીની ઉડાવી રહ્યા છે મજાક : હર્ષાલી મલ્હોત્રા ઉર્ફ મુન્નીના દરેક ફોટા સોશિયલ મીડિયા ઉપર ઘણા ફેમસ થાય છે. પણ આ વખતે ફેમસ થયેલા ફોટામાં લોકો ખામીઓ કાઢી રહ્યા છે. હર્ષાલીના એયરપોર્ટ લુકને જોઈએ લોકો તેની મજાક ઉડાવતા દેખાઈ રહ્યા છે. એક પ્રશંસકે કહ્યું કે, મુન્નીના ચહેરા ઉપર પાવડર વધુ થઇ ગયો છે.

અને એક બીજા પ્રશંસકે જણાવ્યું કે, મુન્ની ચાલતા ચાલતા પોન્ડ્સ પાવડરની જાહેરાત કરી રહી છે. તે ઉપરાંત અન્ય એક યુઝરે મુન્નીના આ ફોટા ઉપર કમેન્ટ કરતા લખ્યું, મુન્ની ચહેરા ઉપર બ્લીચ લગાવીને નીકળી છે કે શું? એક યુઝરે તો મજાક મજાકમાં એ પ્રશ્ન પૂછી લીધો કે, શું મુન્ની ભૂલથી બિરલા વ્હાઈટ પુટ્ટી લગાવીને તો નથી નીકળી ને?

3 જુન 2008, ના રોજ જન્મેલી હર્ષાલી મલ્હોત્રાએ માત્ર 7 વર્ષની ઉંમરમાં જ બજરંગી ભાઈજાનમાં મુન્નીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સુંદર અભિનયને બદલ તેણીને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા અને હર્ષાલીની ઘણી પ્રશંસા થઇ હતી. હર્ષાલી સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને પોતાના ફેન્સ સાથે સતત ફોટા શેર કરતી રહે છે.

ગયા વર્ષે દિવાળી વખતે હર્ષાલીએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા હતા અને ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તે ફોટા ઈંટરનેટ ઉપર ઘણા ફેમસ થયા હતા.

આમ તો હર્ષાલી લગભગ બધા તહેવાર ઊજવે છે અને ફેસ્ટીવલ સેલીબ્રેશનના ફોટા સોશિયલ મીડિયા ઉપર અપડેટ કરવાનું નથી ભૂલતી. હર્ષાલીએ સલમાન ખાન, કરીના કપૂર અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા સ્ટારથી ભરેલી ફિલ્મ બજરંગી ભાઈજાનમાં એક પાકિસ્તાની છોકરી (મુન્ની) નું પાત્ર ભજવ્યું હતું, જે મૂંગી હતી.

આ ફિલ્મની સ્ટોરી મુજબ મુન્ની ભારતમાં પોતાની માં થી છૂટી પડીને જાય છે, ત્યાર પછી ભારતના બજરંગી ભાઈજાન એટલે સલમાન ખાન તેને પાછી પાકિસ્તાન પહોંચાડવામાં મદદ કરે છે. આ ફિલ્મમાં કામ કર્યા પછી હર્ષાલી મલ્હોત્રાએ ટીવી સીરીયલ ‘કબુલ હૈ’ અને ‘લોટ આઓ ત્રિશા’ જેવી સીરીયલોમાં કામ કર્યું છે. તેવામાં હર્ષાલીના ફેન્સ હવે તેની આગામી ફિલ્મ કે સીરીયલની રાહ જોઈ રહ્યા છે.

આમ પણ મીડિયા રીપોર્ટસ મુજબ હર્ષાલી હાલના સમયમાં પોતાના અભ્યાસ ઉપર ફોકસ કરી રહી છે, તે કારણ છે કે તેની આગામી ફિલ્મ કે ટીવી સીરીયલની જાહેરાત નથી થઇ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.