આ છે બૂંદેલખંડના માંઝી, એકલે હાથ 365 દિવસમાં ખોદી નાખ્યું 8 વિંઘાનું તળાવ

0
563

બિહારના એક ખેડૂત ઉપર માંઝી નામની ફિલ્મ બની અને રૂપેરી પડદા ઉપર આવી હતી, જેમાં એક માંઝી નામના ખેડૂતે પહાડને એકલા હાથે ખોદીને રસ્તો બનાવ્યો હતો. તે ફિલ્મની લોકોએ ઘણી પ્રસંશા કરી હતી, પરંતુ એવી જ એક ફિલ્મ હકીકતમાં બુંદેલખંડ હમીરપુરના ગામ પચખુરામાં ૩૬૫ દિવસથી સતત ચાલી રહી છે. અમે વાત કરી રહ્યા છીએ પચખુરા ગામના કૃષ્ણાનંદની જેમણે એકલા પોતાના બળ ઉપર ૮ વીઘાનું તળાવ ખોદી નાખ્યું છે. જેની ઊંડાઈ ૧૮ ફૂટ છે.

કૃષ્ણાનંદે જણાવ્યું કે, આજથી ૩૬૬ દિવસ પહેલા મેં મારા દીકરાની ચિતાને આગ લગાવતા સોગંધ ખાધા હતા કે, હવે કોઈપણ ખેડૂત દુષ્કાળને લીધે પોતાનો જીવ નહિ ગુમાવે. જે તળાવ મરી ગયું છે તેને હું એકલા હાથે જીવતું કરીશ, અને તે કાર્યમાં કોઈની મદદ લીધા વગર લાગી ગયો. અને જે સપનું જોયું હતું તે થોડા દિવસ પછી પૂરું થશે.

જંગલ કપાયા, તળાવ સુકાયા, પર્યાવરણ શા માટે માફ કરે?

કૃષ્ણાનંદે જણાવ્યું કે, પહેલા હમીરપુરથી લઈને કાનપુરના જીલ્લા સજેતી સુધી કેટલાય ગાઢ જંગલો અને સેંકડો તળાવ અને કુવા હતા. પરંતુ જેમ જેમ માફિયાઓની નજર તેની ઉપર પડતી ગઈ, તેમ તેમ જંગલ, તળાવ અને કુવા ગુમ થવા લાગ્યા. દોઢ દશક પહેલા જંગલોનો નાશ કરી દેવામાં આવ્યો, અને તે જમીન ઉપર મકાન જ ઉભા થતા હતા. ખેડૂતો અને શહેરીજનોને તો મરવાનું જ હતું. આખું બુંદેલખંડને દુષ્કાળનો રોગ લાગુ પડી ગયો, જેનો ઈલાજ સરકારની હેસિયતની વાત ન હતી.

પર્યાવરણ સાથે છેડછાડ કરી છે, એ લોકોએ જ ભોગવવું પડશે. આખુ બુંદેલખંડ ભીષણ દુષ્કાળની ઝપેટમાં છે, ખેડૂત મરી રહ્યા છે, તો તે શહેરીજનો પર્યાવરણને લીધે બીમાર પડી રહ્યા છે. કૃષ્ણાનંદ દસમાં ધોરણ સુધી ભણ્યા છે. પરંતુ તેમણે નોકરી ન કરી અને ગામમાં ખેતી કરવા લાગ્યા. એમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષના ભીષણ દુષ્કાળને લઈને પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ પર્યાવરણ સાથે છેડછાડ છે. આખા ભારતની વાત કરવામાં આવે તો પદુષિત પાણી પીવાથી ૫૮૦ લોકોના મૃત્યુ દરરોજ થાય છે.

ડી.એમ.એ કર્યા પુરસ્કૃત, છલકાયા આંસુ :

કૃષ્ણાનંદના કામ વિષે જયારે જીલ્લાના ડી.એમ. ને જાણ થઇ તો તે બે દિવસ પહેલા પચખુરા ગામ ગયા. જ્યારે ડી.એમ. ગામ પહોચ્યા તો કૃષ્ણાનંદ તળાવમાં પાવડો ચલાવી રહ્યા હતા. ડી.એમ. પોતાની કારમાંથી ઉતરીને તળાવ તરફ ગયા અને પોતાનો પરિચય આપ્યો. કૃષ્ણાનંદે તાત્કાલિક કહ્યું કે, આટલા સખત તાપમાં કેમ નીકળ્યા છો, ક્યાંક બીમાર ન પડી જાવ સરકાર. ત્યારે ડી.એમ.એ કહ્યું કે જે તમે કર્યું તે કામ ઈતિહાસના પાનામાં નોંધાઈ ગયું છે.

કૃષ્ણાનંદે કહ્યું કે સરકાર જો ઈતિહાસમાં નામ નોંધાવવાથી સુકી જમીન ઉપર પાણી ભરાઈ જાય, તો એક નહિ દસ વખત લખાવો. અને તે શબ્દ ખુશ થઈને ડી.એમ. ને કહી રહ્યા હતા. ડી.એમ.એ તેના કામની પ્રસંશા કરીને એવોર્ડ આપીને સત્કાર્યા. ડી.એમ. સાહેબ તો જતા રહ્યા, પરંતુ કૃષ્ણાનંદની કામગીરી આજે પણ ચાલુ છે. સવાર થતા જ એક પાવડો લઈને નીકળી પડે અને પોતાની કામગીરીમાં લાગી જાય છે.

સળગતી ચિતા ઉપર ખાધા હતા સોગંધ :

પચખુરા ગામના રહેવાસી કૃષ્ણાનંદ કુમાર ૬૦ વર્ષના આઘેડે પોતાના દીકરાની સળગતી ચિતા સામે સોગંધ ખાધા હતા કે, તે પોતાના ગામને દુષ્કાળથી મુક્તિ અપાવશે અને ગામના મરેલા તળાવમાં ફરીથી પ્રાણ પૂરવામાં આવશે. દીકરાની ચિતા બુઝાઈ, ત્યાં મારા શરીરમાં આગ લાગી અને પાવડો ઉપાડીને ગામની બહાર સુકા પડેલા તળાવના ખોદકામમાં લાગી ગયો. કૃષ્ણાનંદ ૩૬૫ દિવસથી સવારે ઘરેથી નીકળે અને સાંજે પાંચ વાગ્યે ઘરે પાછા આવે છે. આ ૩૬૫ દિવસમાં કૃષ્ણાનંદે ચાર વીઘામાં તળાવને ૧૮ ફૂટ ઊંડું ખોદી નાખ્યું છે. કૃષ્ણાનંદે જણાવ્યું કે હજુ દસ વીઘા તળાવની જમીન ખોદવાની પડી છે, જે તે પહેલા વરસાદ આવતા આવતા ખોદાઈ જશે.

કેન્દ્રીય મંત્રી નિરંજન જ્યોતિએ કહ્યું, બુંદેલખંડના માંઝીને પ્રણામ :

હમીરપુરના ધારાસભ્ય રહી ચુકેલા અને મોદી સરકારના મંત્રી નિરંજન જ્યોતિએ કૃષ્ણાનંદના કામની પ્રસંશા કરતા તેમને પ્રણામ કરી અભિનંદન આપ્યા છે. મંત્રીએ કહ્યું કે માણસ જો નક્કી કરી લે તો પહાડ પણ તેનો રસ્તો નથી રોકી શકતો. એક માણસનો નિશ્ચય અને મજબુત જોશને જ ફિલ્મ માંઝીમાં દેખાડવામાં આવ્યું હતું. પડદા ઉપર લોકોએ જે વાર્તા જોઈ તે વાસ્તવિક જીવનમાં સાચું છે. બિહારના દશરથ માંઝીએ હકીકતમાં પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો.

ફિલ્મમાં દશરથ માંઝીની વાર્તા દેખાડવામાં આવી છે, પરંતુ માંઝીનું કામ એટલું સરળ ન હતું. એક તરફ પહાડ હતો તો બીજી તરફ એ લોકો જે માંઝીના કામ ઉપર હંમેશા વિરોધ કરતા રહેતા હતા. સમાજસેવક પ્રોફેસર રમેશ સિંહે કહ્યું કે, બુંદેલખંડના દરેક વિસ્તારની જેમ જ હમીરપુર જીલ્લામાં પણ ઋતુનો માર પડ્યો. સ્થિતિ દરેક રીતે ખરાબ બની ગઈ કે અમુક અમુક ગામોમાં તો પાણી માટે ઘણી મુશ્કેલી ઉભી થઇ હતી.

સુકા ખેતર, નહેરો અને નદીઓ લોકોને ઘણી તકલીફ આપી રહ્યા છે છતાંપણ તેના માટે કોઈએ પાણી બચાવવા માટે કોઈ પણ પ્રકારના નક્કર પગલા લેવા વિષે વ્યવસ્થા કરવામાં આવી ન હતી. પોતાના ગામની તરસ જોઇને કૃષ્ણાનંદે પોતે જ એક આઠ વીઘાનું તળાવ ખોદીને ઉદાહરણ પૂરું પાડ્યું. લગભગ એક વર્ષથી દિવસ રાત મન લગાવી પોતાની મહેનત અને ધગશથી કૃષ્ણાનંદે ૧૮ ફૂટ ઊંડું તળાવ ખરેખર એટલા માટે ખોદી નાખ્યું કે, આવનારા વરસાદથી તે પાણીથી છલોછલ ભરાઈ જશે અને તેના ગામના લોકો અને પ્રાણીઓને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું નહિ પડે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.