જાણીતી હિરોઈન મુમતાઝના ગઢપણમાં હાલ થયા બેહાલ, પતિએ છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી બહાર અને હવે.

0
1396

૬૦ અને ૭૦ ના દશકમાં અભિનેત્રી મુમતાઝ બોલીવુડની ટોપ અભિનેત્રીઓ માંથી એક હતી. એમની પોતાની અલગ જ છાપ હતી. એમની સુંદરતાના લાખો લોકો દીવાના હતા. અને મુમતાઝ જ્યારે પણ પડદા ઉપર તો એમને જોવા માટે લોકોની ભીડ જામી જતી હતી. એમની ચુલબુલી અને નટખટ અદાઓ લોકોને ઘણી ગમતી હતી.

જાણકારી માટે જણાવી દઈએ કે, મુમતાઝનો જન્મ ૩૧ જુલાઈ, ૧૯૪૭ ના રોજ એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો. અને માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. અને ૭૦ ના દશકમાં તેમણે એક મોટા સ્ટાર તરીકે પોતાની નામના મેળવી લીધી હતી.

પોતાના ફિલ્મી કેરિયરમાં એમણે શમ્મી કપૂર, દેવાનંદ, સંજીવ કુમાર, જીતેન્દ્ર અને શશી કપૂર વગેરે જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે ‘હરક્યુલીસ’, ‘ફૌલાડ’, ‘વીર ભીમ સેન’, ‘સેમસન’, ‘ટારઝન કમ ટુ દિલ્લી’, ‘આંધી ઔર તુફાન’, ‘સિકંદરે આજમ’, ‘ટાર્જન એંડ કિંગકોંગ’, ‘રૂસ્તમે હિન્દ’, ‘રાકા’, ‘બોક્સર’, ‘જવાન મર્દ’, ‘ડાકુ માગલ સિંહ’ અને ‘ખાકાન’ જેવી સારી સારી ફિલ્મોમાં કામ કર્યુ છે.

પણ કહેવાય છે ને કે, લોકોના જીવનમાં સારા સમયની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવી જ રીતે મુમતાઝના જીવનમાં પણ ખરાબ સમય આવ્યો. મુમતાઝ પહેલા ક્યારેક સુપરહીટ અભિનેત્રી હતી પણ આ અભિનેત્રીની આજે એટલી ખરાબ હાલત થઇ ગઈ છે કે, તમે ક્યારેય વિચારી પણ નહિ શકો.

મુમતાઝને બ્રેસ્ટ કેન્સરે પોતાની ઝપેટમાં લઇ લીધી. અને એની જાણ એમને ઘણા સમય પછી થઇ. પણ એમણે તરત જ એનો ઈલાજ શરુ કરાવી દીધો. અને કીમો થેરેપી અને બીજી દવાઓને કારણે એમના માથાના બધા વાળ ખરી ગયા. એટલું જ નહિ તેમની પાંપળ અને ભમરના વાળ પણ ખરી ગયા હતા. આ કારણે એમને ઘરની બહાર નીકળવામાં શરમ લાગતી હતી. તે માથા પર સ્કાફ બાંધીને ઘરની બહાર નીકળતી હતી. તેમજ કેન્સરની દવાઓને લીધે એમનું વજન પણ ઘણું વધી ગયું છે.

પણ મુમતાઝે હિંમત હારી નહિ, અને ન તો પોતાના પરિવાર વાળાને હારવા દીધી. તેમણે કેન્સરનો સામનો કર્યો અને દવા અને ઓપરેશન કરીને એનાથી છુટકારો મેળવ્યો. પણ એમનું શરીર ઘણું નબળું થઇ ગયું છે. અને વધેલા વજન અને કેન્સરની દવાઓની અસરને કારણે આજે એમણે ઓળખવા મુશ્કેલ થઇ ગયા છે.

મુમતાઝ વિષે કહેવામાં આવે છે કે, શમ્મી કપૂર મુમતાઝને ઘણો પ્રેમ કરતા હતા, અને તેની સાથે લગ્ન પણ કરવા માંગતા હતા. પણ મુમતાઝનું દિલ ગુજરાતના એક બિઝનેસમેન મયુર ઉપર આવી ગયું હતું. એટલે મુમતાઝે મયુર સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું હતું. મયુર સાથે લગ્ન કરીને તે કાયમ માટે લંડન જતી રહી હતી.

પણ મળેલા સમાચાર મુજબ એવું જણાવવામાં આવે છે કે, પાછળથી તેમના કોઈ કારણ સર પતિ સાથે છૂટાછેડા થઇ ગયા હતા. અને આજે પણ મુમતાઝની હાલત એટલી જ ખરાબ છે.