કોફીનમાંથી આવતો હતો Mummy નો અવાજ, વૈજ્ઞાનિકોએ કર્યો રેકોર્ડ, તમે પણ સાંભળો

0
742

તમે હોલીવુડ ફિલ્મોમાં મમી (Mummy) ના બિહામણા સ્વરૂપો જોયા હશે. તેમના અજીબો ગરીબ અવાજો સાંભળ્યા હશે. પણ સત્ય એ છે કે, મિસ્રમાં જેમને મમીના રૂપમાં મૂકવામાં આવ્યા છે, તે હજારો વર્ષો પહેલાની સભ્યતાના માણસો હતા. તે ગાતા હતા, બોલતા હતા, વાતો કરતા હતા, દુઃખાવામાં ચીસો પાડતા હતા. હવે વૈજ્ઞાનિકોએ એવા જ એક મમીનો અવાજ રેકોર્ડ કર્યો છે. તે મમી પોતાના જમાનામાં ગાયક અને વક્તા હતા. આવો સાંભળીએ મમીના અવાજનું નાનકડું રેકોર્ડિંગ.

યુકેમાં આવેલા લીડ્સ સીટી મ્યુઝિયમમાં એક મમી રાખવામાં આવ્યું છે. તે 3000 વર્ષ જૂનું છે. તે મમીનું નામ છે નીસિયામુન. તે મિસ્રના રાજા ફૈરો રામસેસ-11 ના સમયના પૂજારી અને પત્રકાર હતા.

નીસિયામુન પોતાના રાજા માટે સમાચાર લાવતા હતા, અને તેમના માટે ધાર્મિક ગીત ગાતા હતા. તેમની કબર પર પણ લખ્યું છે કે, તે મિસ્રનો સાચો અવાજ હતા. હવે વૈજ્ઞાનિકોએ તેમના અવાજને રેકોર્ડ કર્યો છે.

આ અવાજને રેકોર્ડ કરવા માટે વૈજ્ઞાનિકોએ પહેલા નીસિયામુનના ગળાનું સીટી સ્કેન કર્યું. એ પછી થ્રિડી પ્રિન્ટરથી તેમનો વોકલ કોર્ડ એટલે કે અવાજ વાળી નળી બનાવી. પછી તેમાંથી અવાજ કાઢવામાં આવ્યો. આ અવાજ પીડાથી બૂમો પાડે એવો છે. આ આર્ટિકલમાં આપેલી ટ્વીટ પર ક્લિક કરીને સાંભળો મમીનો અવાજ.

મમીનો અવાજ રીક્રીએટ કરવા વાળા વૈજ્ઞાનિક ડેવિડ હોવાર્ડે જણાવ્યું કે, અમે વોકલ કોર્ડ બનાવવા માટે મમીનું સીટી સ્કેન કર્યું. તેમાં ખબર પડી કે તેની જીભનો અમુક ભાગ ગાયબ હતો. એ કારણે બનાવેલું મોડલ પણ એવું જ બન્યું.

ડેવિડ હોવાર્ડે જણાવ્યું કે, તેની જીભનો અમુક ભાગ કેમ ગાયબ છે તે હજી સુધી ખબર નથી પડી. આપણે ફક્ત અંદાજો લગાવી શકીએ છે. પણ હંમેશા જયારે હવા મમી પાસે હોતી હતી તો તેના મોં માંથી આવો જ અવાજ આવતો હતો. એટલે અમે વિચાર્યું કે, તેના ગળાની થ્રિડી મોડલ બનાવીને અવાજ કાઢવામાં આવે. અમને એવો જ અવાજ સંભળાયો.

આ મોડલમાંથી નીકળતો અવાજ એવો લાગી રહ્યો હતો જાણે નીસિયામુન દુઃખાવાથી બૂમો પાડી રહ્યો છે. ડેવિડ હોવાર્ડે જણાવ્યું કે, એવું પણ થઈ શકે છે કે, હજારો વર્ષોથી મમીના રૂપમાં મુકવામાં આવેલા નીસિયામુનની જીભનો અમુક ભાગ સડી ગયો હોય. આ કારણે આવો અવાજ નીકળી રહ્યો છે. અવાજ સાંભળવા માટે ટ્વીટમાં આપેલી લીંક પર ક્લિક કરો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.