જોક્સ : ટીના : મમ્મી, હું જીવનમાં આગળ વધવા શું કરું? મમ્મીએ તેને જે કહ્યું તે સાંભળીને તમે હસી પડશો.

0
216

મજેદાર જોક્સ : શેઠ : તું ભીખ શું કામ માંગે છે? આ ખોટું કામ છે. ભિખારી : શું તમે ક્યારેય…..

જોક્સ :

પિતા : દીકરા, માની લે કે ચોર પાછળના દરવાજામાંથી ઘરમાં ઘૂસે તો તું સૌથી પહેલા શું કરીશ?

બાળક : તો હું 001 નંબર પર ફોન કરીશ.

પિતા : કેમ 001 પર? 100 નંબર પર કેમ નહિ?

બાળક : એટલે પોલીસ પણ પાછળના દરવાજામાંથી આવશે.

જોક્સ :

સોનુ : તું ક્યારનો શું વિચારી રહ્યો છે?

મોનુ : તને ખબર છે, ગઈ કાલે રાત્રે વાવાઝોડામાં એક મસ્ત શર્ટ ઉડીને મારી બાલ્કનીમાં આવ્યું હતું.

સોનુ : તો તેમાં વિચારવા જેવું શું છે?

મોનુ : હું એ વિચારી રહ્યો છું કે તેની સાથે મેચિંગ પેન્ટ લઉં કે બીજું વાવાઝોડું આવવાની રાહ જોઉં.

જોક્સ :

શેઠ : તું ભીખ શું કામ માંગે છે? આ ખોટું કામ છે.

ભિખારી : શું તમે ક્યારેય ભીખ માંગી છે?

શેઠ : ના.

ભિખારી : તો પછી એ જણાવો કે તમને કેવી રીતે ખબર પડી કે આ ખોટું કામ છે?

જોક્સ :

એક સુંદર છોકરી આંખોની સમસ્યા લઈને ડોક્ટર પાસે ગઈ.

તપાસ કર્યા પછી ડોક્ટર તે છોકરીની આંખોમાં આંખો નાખીને બોલ્યા,

ડોક્ટર : જે રીતે તું પોતાના બોયફ્રેન્ડને જુએ છે એજ રીતે મને જોજે.

સુંદર છોકરી : પણ કેમ?

ડોક્ટર : આઈ ડ્રોપ નાખવાના છે એટલે.

જોક્સ :

એક વાર બસના કંડક્ટરે રાજુને પૂછ્યું,

તું દરવાજા પાસે કેમ ઉભો રહે છે, તારા પપ્પા ચોકીદાર હતા કે શું?

રાજુ પણ ઘણો મસ્તીખોર હતો.

તે બોલ્યો : તું હંમેશા મારી પાસે પૈસા માંગતો રહે છે, તારા પપ્પા ભિખારી હતા કે શું?

જોક્સ :

ડોક્ટર : તારી એક કિડની ફેલ થઈ ગઈ છે.

આ સાંભળી સોનુ પહેલા ખુબ રડ્યો, પછી આંસુ લૂછીને પૂછ્યું,

ડોક્ટર એ પણ જણાવી દો કે તે કેટલા માર્ક્સથી ફેલ થઈ છે?

જોક્સ :

દાદી અને પૌત્ર બાલ્કનીમાં બેઠા બેઠા એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા.

દાદી ઘરથી થોડે દૂર ઉભેલી એક છોકરીને જોઈને કહે છે,

પેલી છોકરીને લકવાનો એટેક આવ્યો લાગે છે, તેનું મોં અંદર ખેંચાઈ ગયું છે અને હાથ ઉપર થઈ ગયો છે,

જલ્દી એમ્બ્યુલન્સ બોલાવ.

પૌત્ર : દાદી એને કાંઈ નથી થયું, તે તો સેલ્ફી લઇ રહી છે.

જોક્સ :

ટીચર : કાલે મેં લેસન આપ્યું હતું તે કર્યું છે.

ટપુ : ના ટીચર.

ટીચર : શા માટે નથી કર્યું?

ટપુ : કાલે રાત્રે મેં જેવો જ લેસન કરવા બેઠો કે તરત પાવર જતો રહ્યો.

ટીચર : તો પછી પાવર પાછો આવ્યો જ નહિ કે શું?

ટપુ : આવ્યો હતો ટીચર, પણ જેવો હું ફરીથી લેસન કરવા બેઠો કે પાવર ફરીથી જતો રહ્યો.

ટીચર : તો એ પછી પાવર આવ્યો જ નહિ કે શું?

ટપુ : આવ્યો હતો ટીચર, પણ હું એ ડરથી લેસન કરવા ન બેઠો કે વારંવાર પાવર જવાથી મારી ટ્યુબલાઈટ બગડી ન જાય.

જોક્સ :

ટીના : મમ્મી, હું જીવનમાં આગળ વધવા શું કરું?

મમ્મી (ગુસ્સામાં) : તો તું પથ્થર લે અને સૌથી પહેલા તારો મોબાઈલ ફોડ.