ફક્ત 35 મિનિટમાં પુરી થશે મુંબઈ-પુણેની સફર, એકદમ નવી ટેકનોલોજી જાણો વધુ વિગત

0
569

મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે હાઈપરલુપ ટ્રાંસપોર્ટેશન સીસ્ટમ પ્રોજેક્ટને મંજુરી આપી છે. દુનિયામાં પહેલી વખત આ થવા જઈ રહ્યું છે, જેમાં કોઈ સરકારે પબ્લિક ટ્રાંસપોર્ટ માટે હાઈપરલુક ટેકનોલોજીના ઉપયોગ માટે મંજુરી આપી હોય. હાઈપરલુપ તૈયાર થયા પછી મુંબઈ-પુણેની મુસાફરી માત્ર ૩૫ મિનીટમાં થઇ શકશે. હાલમાં રોડ રસ્તેથી આ અંતર સાડા ત્રણ કલાકમાં કાપી શકાય છે.

હાઈપરલુપની ઝડપ ૧૨૦૦ કી.મી. પ્રતિ કલાક રહેશે :

૧. આ પ્રોજેક્ટથી ન માત્ર નવી રોજગારી ઉભી થશે, પરંતુ આર્થિક અને સામાજિક ક્ષેત્રોને ૨૪ હજાર કરોડ રૂપિયાથી વધુનો લાભ થશે. આ ટ્રેન ચુંબકીય ટેકનીકથી સજ્જ પાટા ઉપર બુલેટ ટ્રેનથી પણ બમણી ઝડપથી ચાલશે. વેક્યુમ ટ્યુબ સીસ્ટમ માંથી પસાર થતી કેપ્સુલ જેવી હાઈપરલુપમાં આ ટ્રેન લગભગ ૧૨૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી ચાલશે.

૨. વિશ્વનો પહેલો હાઈપરલુપ પ્રોજેક્ટ :

પ્રોજેક્ટ સાથે જોડાયેલી કંપની મુજબ, મહારાષ્ટ્ર સરકાર દુનિયામાં પહેલી છે, જેણે હાઈપરલુપ ટેકનોલોજીને સમર્થન આપ્યું છે. આ વિશ્વનો પહેલો હાઈપરલુપ પ્રોજેક્ટ હશે. સરકાર સામે આ પ્રોજેક્ટને ડીપી વર્લ્ડ અને વર્જિન હાઈપરલુપ વને મુક્યો હતો. કંપની આ પ્રોજેક્ટના પહેલા ફેઝમાં ૩૪ અબજ રૂપિયાનું રોકાણ કરવા માટે તૈયાર છે.

૩. ભારત અને મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર રહેશે : મુખ્યમંત્રી

બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર દુનિયામાં પહેલી હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ બનાવશે. ગ્લોબલ હાઈપરલુપ સપ્લાય ચેન તેની શરુઆત પુણેથી કરશે. આ ક્ષણ અમારા બધા માટે ગૌરવની છે. હાઈપરલુપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની બાબતમાં ભારત અને મહારાષ્ટ્ર પહેલા નંબર ઉપર હશે.

૪. કંપનીના ચેરમેન સુલતાન અહમદ બિન સુલેમાને જણાવ્યું કે, હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમને લઈને દુનિયાભરમાં ઉત્સાહ વધી રહ્યો છે. ભારત આ બાબતમાં આગળ હશે. તે તેનાથી ઘણા જ શરુઆતના તબ્બકામાં જોડાઈ રહ્યા છીએ.

૫. અહેવાલ મુજબ, દર વર્ષે ૭ કરોડ ૫૦ લાખ મુસાફરો મુંબઈથી પુણેની મુસાફરી કરે છે. ૨૦૨૬ સુધી આ સંખ્યા ૧૩ કરોડ થશે. કંપનીનો દાવો છે કે હાઈપરલુપ ટ્રાન્સપોર્ટેશન સીસ્ટમ આ માંગને પૂરી કરવામાં સક્ષમ છે. તેના દ્વારા વર્ષના ૨૦ કરોડ પ્રવાસી મુસાફરી કરી શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.