મૂળાનું ટેસ્ટી અથાણું ચપટી વગાડતા જ બનશે અને તરત લુપ્ત ઉઠાવો, જાણો સરળ રેસિપી.

0
476

ઘરે એકદમ સરળ રીતે બનાવો ઇન્સ્ટન્ટ મૂળાનું ટેસ્ટી અથાણું, જાણો તેને બનાવવાની રીત. શિયાળો આવતા જ બજારમાં દરેક જગ્યાએ લીલા શાકભાજી દેખાવા લાગે છે. તેમાંથી એક શાકભાજી મૂળા પણ છે, જે આ ઋતુમાં સૌથી વધારે ખાવામાં આવે છે. આ ઋતુમાં લગભગ દરેક વ્યક્તિ સલાડ, પરાઠા અને શાકના રૂપમાં મૂળા ખાય છે. પણ તમે મૂળાને અથાણાંના રૂપમાં પણ ખાઈ શકો છો, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગે છે અને શિયાળામાં તો તેને ખાવાની મજા જ અલગ હોય છે.

જી હાં, અથાણું એક એવી વસ્તુ છે જેને દરેક ઋતુમાં ખાવામાં આવે છે, પણ શિયાળામાં ગરમાગરમ પરોઠા સાથે તેનો ખાવાનો આનંદ કેટલાય ગણો વધી જાય છે. મૂળાનું અથાણું ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. એટલા માટે આજની રેસિપી ઓફ ધ ડે માં અમે તમારા માટે મૂળાનું ઇન્સ્ટન્ટ અથાણું કેવું રીતે બનાવવું તેની જાણકારી લઈને આવ્યા છીએ. તમે આ અથાણું ઘરે ખુબ જ સરળતાથી બનાવી શકો છો અને તરત જ ખાઈ શકો છો. આના માટે તમારે ઘણા દિવસો સુધી રાહ જોવાની જરૂર નહિ પડે.

મૂળાનું સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ અથાણું :

કુલ સમય : 20 min

તૈયારી માટે સમય : 10 min

બનાવવા માટે સમય : 10 min

સર્વિંગ : 4

કુકીંગ લેવલ : મીડીયમ

કોર્સ : ઍપિટાઇઝર (ભૂખ ઉઘાડનાર)

કેલરી : 60

પ્રકાર : ભારતીય

લેખક : પૂજા સિંઘ.

જરૂરી સામગ્રી :

મૂળા : 2

લાલ મરચું પાવડર : 1/2 નાની ચમચી

હળદર : 1/2 નાની ચમચી

અજમો : 1/2 નાની ચમચી

મેથીના દાણા : 1/2 નાની ચમચી

રાઈ : 1 મોટી ચમચી

હિંગ : ચપટી જેટલી

વરિયાળી : 1 મોટી ચમચી

સરકો (વિનેગર) : 1/4 કપ

મીઠું : 1/2 નાની ચમચી

સરસવનું તેલ : જરૂરિયાત મુજબ

બનાવવાની રીત :

સ્ટેપ 1 : સૌથી પહેલા મૂળાને ધોઈને સારી રીતે સુકવી લો અને પછી તેને છોલીને તેના પાતળા ટુકડા કાપી લો.

સ્ટેપ 2 : પછી કાપેલા મૂળા પર મીઠું લગાવીને તેને લગભગ 2 કલાક માટે તડકામાં મૂકી દો.

સ્ટેપ 3 : અથાણાંનો મસાલો બનાવવા માટે મીડીયમ આંચ પર એક પેનમાં અજમો, મેથી, રાઈ અને વરિયાળી નાખીને હળવું સેકી લો અને ગેસ બંધ કરી દો. પછી શેકેલા મસાલાને ઠંડો કરીને તેને દાણાદાર પીસી લો.

સ્ટેપ 4 : હવે ફરીથી મીડીયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં તડકામાં સુકવેલા મૂળામાંથી સારી રીતે પાણી કાઢીને તેને પેનમાં નાખીને 2-3 મિનિટ સુધી શેકો અને ગેસ બંધ કરી દો.

સ્ટેપ 5 : હવે મૂળામાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર, શેકેલો મસાલો અને મીઠું મિક્સ કરો. અથાણું ઠંડુ કરીને તેમાં વિનેગર નાખો.

સ્ટેપ 6 : તો તમારું મૂળાનું અથાણું તૈયાર છે. અથાણું સંપૂર્ણ રીતે ઠંડુ થયા પછી તેને એક બરણીમાં ભરીને 3-4 દિવસ સુધી તડકામાં જરૂર રાખો.

સ્ટેપ 7 : તમે તેને પરાઠા, ભાત અને દાળ સાથે ખાઈ શકો છો. આ પ્રકારની અન્ય જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.