મુકેશ અંબાણીનો પોતાના નોકરો સાથેનો આવો વ્યવહાર જોઇને તમે ચોંકી જશો.

0
1811

મુકેશ અંબાણી એટલે ભારતના સૌથી પૈસાદાર વ્યક્તિ. અને એમનો પરિવાર એશિયા ખંડના સૌથી વધારે પૈસાદાર પરિવારોમાં શામેલ થાય છે. આથી તે સમાચારો અને સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે. અંબાણી પરિવારમાં ભલે કોઈ પાર્ટી હોય કે કોઈના લગ્ન, પરંતુ તેમના ઘરના દરેક ફંક્શન ચર્ચાનો વિષય હોય છે. હવે એ તો સૌને ખબર જ છે કે અંબાણી પરિવાર એકદમ રોયલ લાઈફ જીવે છે. અને એનો અંદાજો તમે એમની દિકરીના લગ્ન પરથી લગાવી લીધો હશે કે એમનું જીવન કેવું છે?

અને હંમેશા એવું જોવામાં આવે છે કે, જેમની પાસે વધારે પૈસા હોય છે, તે પોતાના પૈસાની ચમક તો જરૂર દેખાડે છે. મુકેશ અંબાણીનું ઘર પણ એશિયાના સૌથી મોંઘા ઘરની યાદીમાં રહેલું છે. એમનું ઘર પણ ઘણું વિશાળ છે. તેવામાં તમે પોતે જ વિચારી શકો છો કે, આટલા મોટા ઘરને સંભાળવા માટે મુકેશ અંબાણીએ કેટલા બધા નોકર રાખ્યા હશે.

અને સ્વાભાવિક રીતે એમના ઘરને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, આટલા મોટા ઘરને હેન્ડલ કરવા માટે ઓછામાં ઓછા ૪૦ થી ૫૦ નોકર પણ ઓછા પડતા હશે. આમ તો મુકેશ અંબાણીના ઘરમાં ત્રણ સ્વીમીંગ પુલ, એક સ્પા, એક હેલી પેડ, યોગા અને ડાંસ સ્ટુડિયો પણ છે. એટલે જો અમે સાચું કહીએ તો મુકેશ અંબાણીના ઘરમાં જ તમામ સુખ સુવિધાઓ રહેલી છે, અને તેને કોઈ પણ વસ્તુ માટે બહાર જવાની પણ જરૂર નથી. પણ એ વાત અલગ છે કે, અંબાણી પરિવાર હંમેશા વિદેશોમાં ફરતો રહે છે.

મિત્રો તમને એે જાણીને આશ્ચર્ય થશે કે, મુકેશ અંબાણીના ઘરમાં ૧૦૦-૨૦૦ નહિ પરંતુ પુરા ૬૦૦ નોકર કામ કરે છે. એ બધા પોતાની ફરજ સારી રીતે બજાવે છે, અને મુકેશ અંબાણીના ઘરને વ્યવસ્થિત રીતે સંભાળે છે. મુકેશ અંબાણી પાસે એવી ઘણી વસ્તુ છે, જેને સામાન્ય માણસ ખરીદવા વિષે વિચારી પણ નથી શકતો.

અને જો આપણે મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવા વાળા નોકરોની વાત કરીએ, તે ઓ ઘણા નસીબદાર છે. એટલા માટે નહિ કે એમને સારો પગાર મળે છે, પણ એટલા માટે કે એમને સારા માલિક મળ્યા છે. કારણ કે મુકેશ અંબાણીએ ક્યારે પણ પોતાના કર્મચારીઓને નોકર નથી સમજ્યા. તે એમને હંમેશા પોતાના પરિવારના સભ્ય જ માને છે. મુકેશ અંબાણી પોતાના નોકરો સાથે પણ તેવી રીતે જ વર્તન કરે છે, જેવું વર્તન તે પોતાના પરિવારના બીજા સભ્યો સાથે કરે છે.

મુકેશ અંબાણીની એમની સાથે વાત કરવાની પદ્ધતિ ખરેખર ઘણી સામાન્ય છે. આપણે એમ કહીએ કે તે જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે, તો એમાં કાંઈ ખોટું નથી. તેમજ જો આપણે એમના નોકરોના પગારની વાત કરીએ, તો તેમનો પગાર જાણીને તો તમે ચકિત થઇ જશો. મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવા વાળા નોકરનો પગાર એક સરકારી કર્મચારીથી પણ ઘણો વધુ છે.

મળેલી જાણકારી અનુસાર મુકેશ અંબાણીના ઘરે કામ કરવા વાળા તમામ નોકરોને બે બે લાખનો પગાર આપવામાં આવે છે. એટલે એક નોકરનો પગાર લગભગ બે લાખ રૂપિયા છે. તેવામાં તમે પોતે અંદાજો લગાવી શકો છો કે, મુકેશ અંબાણી પોતાના નોકરોનું કેટલું ધ્યાન રાખે છે.