મૃત્યુ પહેલા જીયા ખાને 6 પાનાની ચિઠ્ઠીમાં ખોલ્યા ઘણા રહસ્ય, એર્બોશર્નના દુઃખથી પણ પસાર થઈ હતી.

0
1732

હિરોઈન જીયા ખાને આશરે ૨૫ વર્ષની ઉંમરમાં ૩ જુન ૨૦૧૩ના રોજ દુનિયા માંથી વિદાય લીધી હતી. જીયા ખાનના બોયફ્રેન્ડ ઉપર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. મૃત્યુ પહેલા જીયા ખાન ઘણી તકલીફો માંથી પસાર થઇ હતી. આત્મહત્યા કરતા પહેલા જીયા ખાને ૬ પાનાંની ચિઠ્ઠી લખી હતી. જેમાં તેમણે પોતાના બોયફ્રેન્ડ ઉપર અર્બોશન અને મારઝૂડનો આરોપ લગાવ્યો હતો.

જીયા ખાન પોતાના બોયફ્રેન્ડને સંબોધીને લખ્યું હતું કે મારી સાથે શોષણ થયું. તને એ વાત કેવી રીતે કરું પરંતુ મારી પાસે ગુમાવવા માટે કાંઈ નથી રહ્યું. બધું જ જણાવી દેવાનો આ યોગ્ય સમય છે. મેં પહેલા જ બધું ગુમાવી દીધું છે. તને કદાચ એ વાતની ખબર નહિ હોય, પરંતુ હું તને ખુબ જ પ્રેમ કરવા લાગી. એટલું જ નહિ હું મારી જાતને પણ ભૂલી ગઈ. તેમ છતાં પણ તું હંમેશા મને દુઃખી કરતો રહ્યો અને દરરોજ તકલીફ આપતો રહેતો હતો.

જીયા આગળ લખે છે કે મને આશાનું કોઈ કિરણ દેખાતું ન હતું. સવારે પથારી માંથી ઊઠવાનું મન થતું ન હતું. એક સમય હતો, જ્યારે આવનારી કાલ હું તારી સાથે જોતી હતી. તે મારા સપનાને તોડી દીધા.

હવે એવું લાગે છે કે જેમ કે હું અંદરથી મરી ગઈ છું. ખુબ જ પ્રેમ કરવા છતાં પણ મને બદલામાં મળ્યું માત્ર દગો અને તિરસ્કાર. મને હંમેશા પ્રેગનેન્ટ હોવાનો ડર રહેતો હતો, ત્યાર પછી પણ મારું બધું જ તને સોંપી દીધું. પરંતુ તે મને એટલી તકલીફ આપી કે મને સંપૂર્ણ રીતે મારી નાખી.

જીયાએ આગળ લખ્યું કે મારી હાલત એવી થઇ ગઈ કે હવે કારકિર્દી વિષે વિચારી પણ નથી શકતી હું. પહેલા જ મેં આટલી તકલીફો, ગાળો અને પીડાઓ સહન કર્યા પછી હું એ બધાની હક્કદાર ન હતી. તારી દ્રષ્ટીએ ક્યારે પણ મેં આપણા સંબંધો માટે કમીટમેંટ ન જોઈ. મને એ ડર રહેતો હતો કે તું મને માનસિક રીતે કે શારીરિક નુકશાન પહોચાડી શકે છે.

જીયા આગળ જણાવે છે કે તારું જીવન બસ મહિલાઓ અને પાર્ટીઓની આજુબાજુ ફરતું હતું, જયારે મારું જીવન મારા કામ અને તારી વચ્ચે જ વસેલું હતું. હું મારી દસ વર્ષની કારકિર્દી અને સપનાને છોડીને જઈ રહી છું. મને તારા વિષે એક મેસેજ મળ્યો હતો. જેમાં મને જણાવવામાં આવ્યું કે કેમ તું મને દગો દઈ રહી છો. ત્યાર પછી પણ મને તારી ઉપર પૂરો વિશ્વાસ હતો. તને કોઈ એટલો પ્રેમ નથી આપી શકતું જેટલો મેં આપ્યો.

જીયાએ લખ્યું કે તેનાથી વધુ દુઃખ નથી થતું કે જે વ્યક્તિ સાથે તમે સૌથી વધુ પ્રેમ કરો છો, તે તમને સતત ગાળો આપે છે, ધમકી આપે છે, મારે છે અને દગો આપે, બીજી છોકરીઓ માટે. તારા પ્રેમ માટે હું તારા ઘરે આવતી હતી પરંતુ જેવો તારો મુડ બદલાતો રહેતો હતો મને ધક્કો મારીને બહાર કાઢી મુકતો હતો. તું હંમેશા મારી સાથે ખોટું બોલતો હતો. મારા કુટુંબનું અપમાન કરતો રહેતો હતો.

જીયાએ લખ્યું કે તારા માટે મેં બધું જ કર્યું. પરંતુ તું તો ક્યારેય મારો પાર્ટનર હતો જ નહિ. તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. મેં ૧૦ દિવસ સુધી તારી રાહ જોઈ પરંતુ આ સફરમાં મારા માટે એક ભેંટ ખરીદવી પણ તને યાદ ન રહ્યું. મેં મારું બાળક પડાવી નાખ્યું, અને તેની પીડામાં તરફડતી રહી. મેં તારા જન્મ દિવસને સારો બનાવવા માટે શું શું નથી કર્યું. પરંતુ તે મારા પાછા આવ્યા પછી ક્રીસમિસ અને જન્મ દિવસ પાર્ટી બન્ને ખરાબ કરી નાખી. તે વચન આપ્યું હતું કે જેવું જ આપણા અફેયરનું એક વર્ષ પૂરું થઇ જશે, તું સગાઈ કરી લઈશ પરંતુ તારે તો માત્ર મહિલાઓ જ જોઈએ.

જીયાએ લખ્યું કે હું બસ એટલુ જ ઈચ્છું છું કે તું મારી સાથે એવો જ પ્રેમ કરે, જેવો હું તારી સાથે કરું છું. મેં આપણા ભવિષ્યના સપના જોયા હતા, મારી પાસે માત્ર તૂટેલા સપના અને ખોટા વચનો છે. હું હવે ઊંઘવા માગું છું. એવી ઊંઘ, જેમાં ક્યારેય ઉઠવું ન પડે. મારી પાસે બધું જ હતું, પરંતુ હવે કાંઈ પણ નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.