મૃત્યુ પછી પણ 5 લોકોને નવું જીવન આપી ગઈ આ નાનકડી પરી, દેશના લોકો માટે બની મિસાલ.

0
114

માતા-પિતાએ લીધો એવો નિર્ણય કે મૃત્યુ પછી આ નાનકડી પરીએ 5 લોકોને આપ્યું નવું જીવન. બાળકો ભગવાનનું જ એક રૂપ હોય છે. તે દરેકના ચહેરા ઉપર હાસ્ય લાવે છે. દિલ્હીની રહેતી 20 મહિનાની ઘનિષ્ઠા મૃત્યુ પછી પણ 5 લોકોને નવું જીવન આપીને તેના ચહેરા ઉપર હાસ્ય લાવી. હવે તે દુનિયાની સૌથી નાની ઉંમરની અંગદાન કરવા વાળી બાળકો બની ગઈ છે.

આમ તો 8 જાન્યુઆરીને રોજ ઘનિષ્ઠા રમતા રમતા પહેલા માળ ઉપરથી પડી ગઈ હતી. થોડા દિવસોની સારવાર પછી ડોકટરોએ તેને બ્રેન ડેડ જાહેર કરી દીધી. તેથી માતા પિતાએ દિલ ઉપર પથ્થર રાખી દીકરીના અંગદાન કરવાનો નિર્ણય લોધો.

દિલ્હીના રોહણી વિસ્તારમાં રહેતા આશિષ કુમાર જણાવે છે કે ઘરના પહેલા માળ ઉપરથી પડી ગયા પછી ધનિષ્ઠા બેભાન થઇ ગઈ હતી. તેને ન તો કોઈ ઈજા થઇ હતી અને ન તો લોહી નીકળ્યું હતું. અમે તેને આનન ફાનનમાં સર ગંગારામ હોસ્પિટલ લઇ ગયા. ત્યાં ડોકટરોએ તેને બચાવવાના ઘણા પયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ રહ્યા. તેમણે 11 જાન્યુઆરીના રોજ દીકરીને બ્રેનડેડ જાહેર કરી દીધી.

આશિષ જણાવે છે કે હોસ્પિટલમાં રહેતા તેમણે અને તેની પત્ની બબીતાએ ઘણા એવા દર્દીઓને તરફડતા જોયા જેને અંગદાનની ખાસ જરૂર હતી. તેથી જયારે દીકરીનું મૃત્યુ થઇ ગયું. તો અમે વિચાર્યું કે તેના અંતિમ સંસ્કાર સાથે તેના અંગ પણ જતા રહેશે. તે કોઈ કામ નહિ લાગે. તેના બદલે જો અંગદાન કરી દેવામાં આવે, તો ઘણા માસુમ જીવો બચી જશે. એ વિચારીને અમે અંગદાન કરવાનો નિર્ણય કરી લીધો. આ નિર્ણય લેવા માટે અમારી મીટીંગ પણ થઇ હતી પરંતુ અમે પણ હોસ્પિટલમાં રહીને પહેલા જ દર્દીને જોઈને નક્કી કરી લીધું હતું.

20 મહિનાની સ્વ. ઘનિષ્ઠા દુનિયાની સૌથી નાની ઓર્ગેન ડોનર છે. તેના શરીર માંથી હ્રદય, લીવર, બંને કીડની અને કોર્નિયા કાઢીને જરૂરિયાત વાળા દર્દીમાં પ્રત્યારોપીત કરી દેવામાં આવ્યા. આ રીતે તે નાની બાળકી જતા જતા પણ પાંચ લોકોના જીવનમાં પ્રકાશ પાથરતી ગઈ. દુઃખી પિતા આશિષ જણાવે છે કે તેની નાની બાળકીના અંગદાન કરવાનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ કામ હતું. પરંતુ અમે એ પણ ન વિચારતા હતા કે જેવી રીતે અમે અમારી દીકરીને ગુમાવી દીધી છે બસ એવી રીતે બીજા માતા પિતા અંગ ન મળવાથી તેના બાળકને ગુમાવી દે.

તમારી જાણકારી માટે જણાવી આપીએ કે ભારતમાં અંગદાનનો દર દુનિયામાં સૌથી ઓછો છે. અહિયાં ઓર્ગેન ડોનેશનની ખામીને કારણે દર વર્ષે સરેરાશ પાંચ લાખ ભરતીઓના મૃત્યુ થઇ જાય છે. એટલા માટે દેશના નાગરિકોને અંગદાનનું મહત્વ સમજીને તેના માટે આગળ આવવું જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ એસ્ટ્રોલોજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.