મધ્યપ્રદેશમાં બનેલી આ ઘટના જાણી તમે પણ કહેશો અલા ભલા માણસ કમસેકમ ભેંસને તો છોડી દે, જાણો વધુ વિગત

0
1500

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં અપહરણની એક એવી ઘટના બની છે જે જાણીને તમે દંગ રહી જશો. અહિયાં કોઈ માણસનું નહિ પરંતુ એક ભેસનું અપહરણ કરવામાં આવ્યું છે. અને તે પણ પહેલી વખત નહિ બીજી વખત. અપહરણકારોએ ભેંસના માલિક પાસે ભેંસ આપવાના બદલામાં પહેલા કરતા વધુ રકમની માંગણી મૂકી છે.

ખાસ કરીને ઉજ્જૈનની રહેવાસી અંગુરબાલા હાડાને મોડી રાત્રે કોઈએ ફોન કર્યો અને જણાવ્યું કે, તેની ભેંસનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. અને આ વખતે તેને પહેલા કરતા વધુ રકમ આપવી પડશે. હાડા ડેરી ફાર્મની માલિક છે અને તેની પાસે મુર્રાહ જાતિની ઘણી ભેંસ છે. આ જાતીની એક ભેંસની કિંમત દોઢ લાખથી લઈને ૨ લાખ રૂપિયા સુધી હોય છે.

અંગુરબાલાએ જણાવ્યું કે, તે પહેલા પણ એ નાલાયકોએ તેની ભેંસોનું અપહરણ કરી લીધું હતું અને પૈસાની માંગણી કરી હતી. તે આ બાબતમાં પોલીસની મદદ લે તે પહેલા નાલાયકોએ તેને ભેંસ પાછી આપવા માટે એક પાડોશીના માધ્યમથી સોદો કરવાની ઓફર કરી હતી, અને કહ્યું હતું કે પૈસા આપીને પોતાની ભેંસ પાછી મેળવી શકે છે.

અંગુરબાલાના જણાવ્યા મુજબ તેમણે એમની વાત માની લીધી અને ૧ લાખ ૩૫ હજાર રૂપિયા આપ્યા. પછી બીજા દિવસે કરદી નાકા પાસેથી પોતાની ભેંસ પાછી મેળવી લીધી. લગભગ એક વર્ષ પછી આ વર્ષે પણ ૨૮ જુનના રોજ તેણે જોયું કે ડેરીમાંથી ૪ ભેંસો ફરી ગુમ છે. ગયા વર્ષે ભેંસોનું અપહરણ થયા પછી જે સીસીટીવી કેમેરા લગાવરાવ્યા હતા, તેમાં અમુક લોકો ભેંસને લઇ જતા પણ જોવા મળી રહ્યા છે.

હાડાએ જયારે પોતાના જુના અનુભવ ઉપરથી તપાસ કરી તો ખબર પડી કે તે એમણે આ વખતે પણ તેની ભેંસનું અપહરણ કરી લીધું છે. આ વખતે હાડા એમની વાતમાં ન આવી અને સીધી પોલીસ સ્ટેશમાં જઈને ભેંસોના અપહરણની ફરિયાદ નોંધાવી દીધી.

પોલીસે આ બાબત અંગે જણાવ્યું કે, આ આ કોઈ પહેલો બનાવ નથી જયારે મવેશીયાની ચોરી કરી તેના બદલામાં પૈસા માંગવામાં આવ્યા હોય. પરંતુ સામાન્ય રીતે બંને પક્ષોમાં સમાધાન થઇ જાય છે જેને કારણે ફરિયાદ નોંધાઈ શકતી નથી. આ બાબતને લઈને શાજાપુરના એસપી પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોતવાલી પોલીસે ફરિયાદ ઉપર કેસ દાખલ કરી દીધો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.