મોટર વ્હીકલ એક્ટ પાસ : 18 વર્ષથી નીચેના તમારા બાળકોને ગાડી આપતા વાલીઓ પેલા આ વાંચી લો

0
1644

રોડ અકસ્માત ઓછા કરવા માટે મોટર વ્હીકલ એક્ટની કડક જોગવાઈ ઉપર બુધવારે રાજ્યસભાએ પણ મંજુરી આપી દીધી છે. મોટર વ્હીકલ સંશોધન બીલ રાજ્યસભામાં ૧૩ની સરખામણીમાં ૧૦૮ મતોથી પાસ થયું. ટ્રાફિક નિયમ તોડવા ઉપર કડક સજા સાથે જોડાયેલુ આ બીલ લોકસભામાં પાસ થઇ ગયું છે. પરંતુ ટાઈપીંગમાં ભૂલને કારણે આ સંશોધન માટે ફરી લોકસભામાં મોકલવામાં આવશે.

બીલમાં એવી જોગવાઈ છે કે કોઈ નાની ઉંમર(18 વર્ષથી નીચેના) ના બાળકો વાહન ચલાવતી વખતે અકસ્માત કરે છે, તો તેના પેરેન્ટ્સને ૩ વર્ષ સુધી જેલ થશે. વાહનનું રજીસ્ટ્રેશન પણ રદ કરી દેવામાં આવશે. દંડની રકમ પણ કેટલાય ગણી વધારવામાં આવી છે.

૨૦૦૦ ને બદલે ૧૦,૦૦૦ દંડ :

દારુ પી ને ગાડી ચલાવવા ઉપર ૨૦૦૦ ને બદલે ૧૦,૦૦૦ રૂપિયા દંડ લાગશે. થર્ડ પાર્ટી વીમો પણ જરૂરી છે. હીટ એંડ રનની બાબતમાં મૃત્યુ થવા ઉપર ૨ લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જે પહેલા ૨૫,૦૦૦ હતુ. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લગભગ ત્રણ કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે, લોકસભાની મંજુરી પછી આ અઠવાડિયે આ બીલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા પછી ઓગસ્ટના મધ્ય ભાગ સુધીમાં આ વધેલો દંડ લાગુ થઇ જશે. આ કાયદાથી રાજ્યોના અધિકારોમાં કોઈ કાપ નહિ મુકાય. તમામ રાજ્ય સરકારો પોતાની સુવિધા મુજબ રાષ્ટ્રીય પરિવહન નિયમ લાગુ કરી શકશે.

બિલનો મુખ્ય હેતુ :

હેલ્મેટ વગર કે ઓવરલોડ બે પૈડા વાળા વાહન ઉપર ૩ મહિના માટે ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ. સાથે હેલ્મેટ વગર હોય તો ૧૦૦૦ રૂપિયા અને ઓવર લોડીંગ ઉપર બે હજાર રૂપિયા દંડ. નાની ઉંમરના બાળકો(18 વર્ષથી નીચેના) દ્વારા વાહન ચલાવતી વખતે અકસ્માત થવા ઉપર પેરેન્ટ્સ ઉપર ૨૫ હજારનો દંડ અને ૩ વર્ષની જેલની સજા. જુવેનાઇલ એક્ટ હેઠળ કેસ ચાલશે.

ઓલા, ઉબર વગેરેના વાહનો દ્વારા લાયસન્સ નિયમોનું ઉલંઘન કરવા ઉપર કંપનીઓ ઉપર ૨૫ હજારથી ૧ લાખ રૂપિયા દંડ. એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા ઉપર ૧૦૦૦ રૂપિયાનો દંડ. અકસ્માતમાં ઘાયલને મફતમાં ઈલાજ કરાવવો પડશે.

ડ્રાઈવર અને ક્લીનરનો થર્ડ પાર્ટી વીમો રહેશે. અકસ્માતમાં મૃત્યુ થવા ઉપર ૫૦,૦૦૦ થી ૫ લાખ રૂપિયા સુધી વળતરની જોગવાઈ છે. અજાણ્યા વાહનની ટક્કરથી મૃત્યુ થવા ઉપર ૨૫ હજાર થી ૨ લાખ અને ઘાયલ થવા ઉપર ૧૨,૫૦૦ થી ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મોટર વ્હીકલ એકસીડન્ટ ફંડ બનાવવામાં આવશે, જેમાં રોડ ઉપર ચાલતા તમામ ચાલકોનો વીમો રહેશે. તેનો ઉપયોગ ઘાયલની સારવાર અને મૃત્યુ થવા ઉપર કુટુંબીજનોને વળતર આપવા માટે કરવામાં આવશે.

લર્નિંગ લાયસન્સ માટે ઓળખ કાર્ડનું ઓનલાઈન વેરીફીકેશન જરૂરી. કમર્શિયલ લાયસન્સ ૩ ને બદલે પાંચ વર્ષ માટે માન્ય રહેશે. લાયસન્સ રિન્યુઅલ હવે પૂરું થયાના એક વર્ષની અંદર કરાવી શકાશે. ડ્રાઈવરોની જ્ઞાનની કમી પૂરી કરવા માટે ડ્રાઈવર ટ્રેનીંગ સ્કુલ ખોલવામાં આવશે. નવા વાહનોનું રજીસ્ટ્રેશન ડીલર કરશે.

નવી જોગવાઈ ઉપર એક નજર ફેરવી લો.

કારણ : પહેલા (રૂપિયા) : નવો ચાર્જ (રૂપિયા)

ઓવરલોડ : ૨૦૦૦ (પ્રતિ ટન વધારાના ૧૦૦૦) : ૨૦,૦૦૦ (પ્રતિ ટન વધારાના ૨૦૦૦)

સીટ બેલ્ટ : ૧૦૦ : ૧૦૦૦

વીમા વગર : ૧૦૦૦ : ૨૦૦૦

સામાન્ય : ૧૦૦ : ૫૦૦

આદેશની અવગણના : ૫૦૦ : ૨૦૦૦

લાયસન્સ વગર : ૫૦૦ : ૫૦૦૦

ઓવર સાઈઝ વાહન : નહિ : ૫૦૦૦

ખતરનાક ડ્રાઈવિંગ : ૧૦૦૦ : ૫૦૦૦

નશો કરી ડ્રાઈવિંગ : ૨૦૦૦ : ૧૦૦૦૦

સ્પીડીંગ રેસિંગ : ૫૦૦ : ૫૦૦૦

પરમીટ વગર : ૫૦૦૦ : ૧૦,૦૦૦ થી ૨૫,૦૦૦

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.