મોટા છોકરાએ કહ્યું પપ્પા 6 મહિના મારી સાથે અને 6 મહિના નાનાભાઈ સાથે રહે, પછી પિતા એ જે નિર્ણય લીધો તે દરેક છોકરાઓ એ જાણવો જોઈએ…

0
7182

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો આજકાલની પેઢી લગ્ન પછી માં બાપને પોતાની સાથે રાખવા નથી માંગતી. અને આ વાત આજના સમયનું કડવું સત્ય છે. તમે તમારી આંખે જ એવા બનાવો જોયા હશે, જેમાં માં બાપ અને તેના દીકરા વહુ અલગ રહેતા હોય છે. એમના રસોડા પણ અલગ થઈ જાય છે. તેમજ બે કે વધુ દીકરા વાળા માં બાપે વારા ફરથી થોડા થોડા મહિના અલગ અલગ દીકરાના ઘરે રહેવું પડે છે.

જે માં બાપે પોતાના દીકરાઓને એક જ છત નીચે ઉછેરીને મોટા કર્યા હોય, તે મોટા થયા પછી માં બાપને પોતાના ઘરમાં રાખવા તૈયાર નથી હોતા અને એ નિઃસહાય માં બાપે વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. આજે અમે તમારી સમક્ષ એક એવી સ્ટોરી રજુ કરી રહ્યા છીએ, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. આ સ્ટોરીમાં પણ વાત પિતાને પોતાની સાથે રાખવાની, અને એમની સંપત્તિના ભાગલા પાડવાની જ છે. પણ એમાં પિતા જે રીતે પોતાની મરજી જણાવે છે, એ બીજાથી અલગ અને સૌથી અગત્યની છે.

“પપ્પા, પંચાયત ભેંઘી થઈ ગઈ છે હવે ભાગ પાડી દો.” રજિન્દરસિંહના મોટા છોકરાએ વ્યંગમાં કહ્યું.

“હા પપ્પા, હવે ભાગ પાડી જ દો હવે ભેગું રહેવાતું નથી.” નાના મનપ્રીતે પણ એ જ અવાજમાં કહ્યું.

“જયારે શાંતિથી સાથે રહી ન શકાય, ત્યારે છોકરાઓને અલગ કરી દેવા એ વાત બરાબર છે. પણ તમે જણાવો કે તમે કયા દીકરા સાથે રહેશો?” સરપંચે રજિન્દરના ખભા પર હાથ મૂકીને પૂછ્યું.

“અરે એમાં શું પૂછવાનું, છ મહિના પપ્પા મારી સાથે રહેશે અને છ મહિના નાનાભાઈ સાથે રહેશે.”

ચાલો તમારો નિર્ણય થઈ ગયો, હવે જમીનની વહેચણી કરી દઈએ!” સરપંચે કહ્યું.

રજિન્દરસિંહ જે ઘણા સમયથી માથું ઝુકાવીને બેઠા હતા, તે એકદમ ઉભા થઇ ગયા અને જોરથી બોલ્યા

“કેવો નિર્ણય થઈ ગયો, નિર્ણય તો હવે હું કરીશ બંને છોકરાઓને ઘરની બહાર કાઢીને!”

“છ મહિના એક પછી એક મારી પાસે આવીને રહશે અને બીજા છ મહિનાની વ્યવસ્થા બીજે ક્યાંક કરશે”

“જમીનનો માલિક હું છું એ નહિ”

બંને છોકરા અને પંચાયતના સભ્યોના મોઢા ખુલ્લા રહી ગયા કે જાણે કોઈ નવી ઘટના બની ગઈ હોય.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.