બીમાર દીકરાના ઈલાજ માટે 10 કિ.મી ચાલીને આવી માં તો પણ ચહેરા પર ખુશી, જાણો વધુ વિગત

0
586

આ વર્ષે દેશઆખામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો છે, અને તેમાં પણ મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. તેને કારણે અનેક વિસ્તારોમાં જાન માલને ઘણું નુકશાન થયું હતું, અને અનેક સ્થળોએ ઘણા લોકો બેઘર થઇ ગયા હતા, ઘણા લોકો પુરના પાણીને કારણે ઘર વિહોણા થઇ ગયા હતા. તેમજ ઘણા લોકો પૂરમાં તણાઈ ગયા હતા, તો અનેક જગ્યાએ રોડ રસ્તા પણ તૂટી ગયા હતા, અનેક જગ્યાઓએ પુલ પણ તૂટી ગયા હતા.

પણ તેવા વખતે એક ગામમાં એક માતા પોતાના બીમાર બાળકને તેડીને ૧૦ કી.મી દુર હોસ્પિટલ પહોંચાડવા માટે પગપાળા ચાલીને જાય છે. આવો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.

અતિવૃષ્ટિને કારણે રસ્તો ધોવાયો, કોઈ વાહન ચાલી રહ્યું ન હતું :

મિત્રો, નવાપુર, નંદુરબાર જીલ્લાના અક્કલકુવા તાલુકામાં ભારે વરસાદને કારણે મોલગી-અક્કલકુવા રસ્તો બંધ થઇ ગયો હતો. આ રસ્તા ઉપર વાહન ચાલતા ન હતા. તેવામાં સાતપૂડા વિસ્તારમાં પહાડ ઉપર રહેતી માતા પોતાના બીમાર દીકરાને ભારે વરસાદ વચ્ચે તેડીને ૧૦ કી.મી. પગપાળા ચાલીને હોસ્પિટલ પહોંચી. ત્યાર પછી પણ તેના ચહેરા ઉપર ઉદાસી ન હતી, તે હસી રહી હતી.

૧૦-૧૨ કી.મી. પગપાળા ચાલવું પડે છે :

નિઝર તાલુકાની નજીક અક્કલકુવા તાલુકામાં ગયા અઠવાડિયે જોરદાર વરસાદ થયો. તેમાં મહારાષ્ટ્ર મોલગી-અક્કલકુવા રોડની નજીક ૮ નાના મોટા પુલ તૂટી ગયા. મોલગીથી આવતા આદિવાસીઓએ દેવગોઈન-દેવગુલ્લર સુધી વાહનો દ્વારા મુસાફરી કરી દેવગુલ્લરથી આમલીબારી સુધી ૧૦-૧૨ કી.મી. સુધી પગપાળા ચાલીને આવવું જવું પડે છે. બુધવારની સવારે દેવગુલ્લર આમલીબારી પહાડો ઉપર ઝરમર વરસાદ દરમિયાન છત્રી લઈને બીમાર બાળકને તેડીને એક માં પગપાળા જ નીકળી પડી. અક્કલકુવા હોસ્પિટલ પહોંચીને એને લાગ્યું કે, તેનો દીકરો હવે ઠીક થઇ જશે.

આરોગ્ય વિભાગ આળસુ :

તાપી અને નર્મદા જીલ્લાની આજુબાજુ આવેલા મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા ધડગાંવ તલોદ્રા તાલુકાના ગામ સાતપૂળા વિસ્તારમાં આરોગ્ય વિભાગની કામગીરી ઘણી નબળી છે. આ આદિવાસી બહુલ વિસ્તારમાં તંત્રની કોઈ કામગીરી થતી નથી. આદિવાસી લોકોને સમયસર ઈલાજ નથી મળી શકતો. આરોગ્ય વિભાગે તે દિશામાં સક્રિય થવું હોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.