આ માં પોતાના 1 વર્ષના બાળકની સુરક્ષા માટે રહે છે તેનાથી દૂર, તેને વિડીયો કોલ પર જોઈને રહે છે ખુશ.

0
72

એક વાયરસે આખી દુનિયાના જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધું છે. તેના લીધે મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે. આજે પણ સ્થિતિ સુધરી નથી અને મોટી સંખ્યામાં લોકોના તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

અને વર્તમાન સમયમાં મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમને દિવસ રાત દોડધામ રહે છે. વર્તમાન સમયમાં મેડિકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફ રાત દિવસ એક કપરી પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. તેઓ પોતાના પરિવારથી દૂર રહીને સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

ઘણી માતાઓ પોતાના નાના બાળકો જે હજી સરખી રીતે બોલતા પણ નથી શીખ્યા એમનાથી દૂર રહીને દર્દીઓની સારવારમાં લાગેલી છે. એમાંની જ એક છે, નવસારી 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતી હિનાબેન પટેલ.

જણાવી દઈએ કે, હિનાબેન પોતાના 1 વર્ષના બાળકને પોતાના પરિવારને સોંપીને 12 કલાકથી વધુ સમય દર્દીઓ માટે ફાળવી રહ્યાં છે. પોતાના નાનકડા દીકરાને સંક્રમણ ન લાગે એટલા માટે તેઓ હંમેશા સજાગ રહે છે, અને તેનાથી દૂર જ રહે છે. હાલમાં પરિસ્થિતિ વધુ બેકાબુ બનતા તે 12 કલાકથી વધુ સમય ડ્યુટી માટે આપી રહ્યા છે.

તેમને પોતાના દીકરાની યાદ સતાવે છે, એવામાં જ્યારે તેમને થોડો સમય મળે ત્યારે તે મોબાઈલ ફોન દ્વારા ઘરે વીડિયો કોલ કરીને પોતાના દિકરાને જુએ છે એ તેને વ્હાલ કરે છે. 24 કલાક કો-રો-નાના દર્દીની આસપાસ રહેતી આ માં પોતાના દિકરાને સંક્રમણ ન લાગે એટલા માટે જાગૃત રહે છે તેને પોતાની નજીક આવવા દેતા નથી. તેઓ પોતાના દીકરાને દૂરથી જોઈને ન સંતોષ માની લે છે.

પોતાના વહાલસોયા દિકરાને ગળે લગાડવાની ઈચ્છા તો ખુબ થાય છે, પણ સંક્રમણને કારણે તે એવું કરી શકતા નથી. આથી એક માતાનું હૃદય પોતાના દીકરાને ગળે લગાવીને વ્હાલ કરવા માટે કેટલાય દિવસોથી તરસી રહ્યું છે. તે દરરોજ પોતાના દિકરાને પોતાના પરિવારને સોંપીને પોતાની ફરજ બજાવવવા માટે નીકળી જાય છે, અને વિડીયો કોલ કરીને દીકરાને વ્હાલ કરતી રહે છે.

હિનાબેન જેવી ઘણી મહિલાઓ છે જે પોતાના બાળકોથી દૂર રહીને દર્દીઓને સાજા કરવામાં લાગેલી છે. એવી દરેક મહિલાઓને અમારા સલામ.