ઘરકામ કરીને માતાએ દીકરાને ભણાવ્યો, અને 22 વર્ષની ઉંમરે દીકરાએ UPSC પરીક્ષા પાસ કરી રચ્યો ઇતિહાસ, જાણો આખી સ્ટોરી

0
726

માણસ ધારે તો બધું કરી શકે છે. ફક્ત એણે દૃડ નિશ્ચય કરવો પડે છે. અને જો એની સાથે એની માં ઉભી હોય તો દુનિયાની કોઈ તાકાત એને સફળ થતા નહિ રોકી શકે. આજે અમે તમારી સમક્ષ સફળતાનો એક અદ્દભુત કિસ્સો રજુ કરવા જઈ રહ્યા છે. આજે અમે તમને ગુજરાતના એક એવા યુવક વિષે જણાવવાના છીએ જેને કારણે એમના પરિવારની છાતી ગર્વથી ફૂલી ગઈ છે. આ યુવકે 22 વર્ષની ઉંમરમાં UPSCની પરીક્ષા પાસ કરી છે અને દેશના નાગરિકોની સેવા કરવા માટે પોતાને તૈયાર કર્યો છે.

અમે વાત કરી રહ્યા છીએ સફિન હસનની. તે મૂળ બનાસકાંઠાના કણોદર ગામનો રહેવાસી છે. કણોદર એક નાનકડું ગામ છે. અહીં તે પોતાના પરિવાર સાથે રહે છે. એક વાર એની સ્કૂલમાં એક કલેકટર આવ્યા હતા. અને એમનું સ્વાગત અને રૂતબો જોઈને એણે એની માસીને પૂછ્યું કે આ કોણ છે? તો માસીએ એને જણાવ્યું કે, એ કલેકટર છે. કલેકટર એટલે જિલ્લાનો રાજા. એટલે એને વિચાર આવ્યો કે મારે પણ કલેકટર બનવું છે. પછી એને ખબર પડી કે કલેક્ટર બનવા માટે UPSCની પરીક્ષા (સિવિલ સર્વિસની)પાસ કરવી જોઈએ. બસ, ત્યારથી જ એણે તૈયારી શરૂ કરી ખુલ્લી આંખે જોયેલાં સપના પૂરા કરવાની.

અને એનું સપનું આખા પરિવારનું સપનું બની ગયું. ઘરના બધાં સભ્યો એને થોડી થોડી મદદ કરવાં લાગ્યાં. સફિન ભણવામાં ખૂબ હોંશિયાર હતો. એનો ધ્યેય અર્જુનની જેમ એક જ હતો. કે ગમે એ સંજોગોમાં પણ કલેક્ટર તો બનવું જ. પણ એનાં ઘરની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હતી. કોલેજની ફી ભરવા તેઓ સક્ષમ ન હતા. પણ એમના સગાવહાલાઓએ એમને મદદ કરી.

એના પિતાની આવક ઓછી હતી અને એના પર જ આખું ઘર ચાલતું હતું. એમાં એના ભણવાનો ખર્ચ પોસાય એમ ન હતો. જણાવી દઈએ કે, એનાં પિતા મુસ્તફા એક કારખાનામાં હિરા ઘસતાં હતાં, અને પછીથી એમણે ઈલેક્ટ્રીશિયનનું કામ શરુ કર્યું હતું. પરંતુ દીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે તેની માં એ લોકોનાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. એટલું જ ઘરનાં સભ્યો ભેગા મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી આપતા હતા. રોજ સવારે 3 વાગ્યે ઉઠીને તેઓ 10-15 કિલો રોટલી બનાવતા હતા. એ કામના એમને દર મહિને 5 થી 8 હજાર રૂપિયા મળતા હતા. અને એ બધા જ પૈસા તેઓ સફિનને મોકલાવાતા હતા.

જણાવી દઈએ કે સફિને કોલેજ પૂરી કર્યા બાદ માત્ર 1 જ વર્ષની મહેનતમાં UPSCની પરીક્ષા પાસ કરી દીધી. સફિન જણાવે છે કે, ઘર નાનું હોવાને કારણે એવી કોઈ સગવડતાં ન હતી કે એને શાંતિથી વાંચવા માટે એને પ્રાઈવેટ રૂમ મળી શકે. એટલે તે રાત્રે બધાં સૂઈ જાય પછી કોઈને લાઇટનો પ્રકાશ નડે નહી એટલા માટે રસોડામાં આખી રાત વાંચ્યા કરતો.

આ રીતે પરિવારનો સાથ અને પોતાની અથાગ મહેનતને કારણે સફિન UPSC પરીક્ષા આપીને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે. મળેલી જાણકારી અનુસાર જણાવી દઈએ કે, સફિને પરીક્ષા આપી ત્યારે આખા ગુજરાતમાંથી માત્ર 20 જ લોકોએ UPSC પાસ કરી હતી અને એમાનો એક આ સફિન હસન છે. સફિનની પરીક્ષા પહેલા તે બીમાર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયો હતો અને, પરીક્ષાના 1 મહિના પહેલા જ તેને રજા મળી હતી. પણ એણે મહેનત કરી અને પરીક્ષા પાસ કરીને દેખાડી.