સોશિયલ મીડિયા પર આ માં દીકરીને જોઈને મુંઝવાયા લોકો, કોઈ જણાવી નથી શકતું કે કોણ માં છે ને કોણ દીકરી

0
358

સોશિયલ મીડિયા ઉપર લોકો કાંઈ પણ વાયરલ કરી દે છે. ફેમસ થવાનો આ સૌથી સરળ અને સસ્તો રસ્તો બની ગયો છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર રશ્મી સચદેવા નામની એક મહિલાનો ફોટો તેની દીકરી સાથે ઘણો વાયરલ થઈ રહ્યો છે. રશ્મી કોઈ જેવી તેવી મહિલા નથી પરંતુ મિસિસ યુનિવર્સ યુરો એશિયાની વિનર છે. રશ્મી સચદેવા ઘણી જ સુંદર છે. માત્ર માં જ નહિ પરંતુ તેની દીકરી પણ એટલી જ સુંદર છે. માં દીકરીના ફોટા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

૧૯ વર્ષમાં થઈ ગયા હતા રશ્મીના લગ્ન :

૧૯ વર્ષની ઉંમરમાં રશ્મીના લગ્ન દિલ્હીના એક ચાર્ટડ એકાઉંટન્ટ સાથે કરી દેવામાં આવ્યા હતા. રશ્મીના પતિનું નામ મનોજ સચદેવા છે. ૧૩ સપ્ટેમ્બર ૧૯૯૫ ના રોજ તેણે પોતાની દીકરીને જન્મ આપ્યો. દીકરીનું નામ અસ્કા રાખ્યું. દીકરીને સંભાળવાની સાથે સાથે તેમણે ઈંટીરીયર ડીઝાઈનીંગમાં ડિપ્લોમાં ડીગ્રી મેળવી. હવે તેમની દીકરી ૨૪ વર્ષની થઈ ગઈ છે. અસ્કા દિલ્હી યુનીવર્સીટીમાંથી ઈંગ્લીશ ઓનર્સનો કોર્સ કરી રહી છે.

ફોટા પડાવવાનો હતો શોખ :

રશ્મીએ ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, તેમને બાળપણથી જ ફોટા પડાવવાનો શોખ છે. તેમણે એક વખત એમ જ એક મેગેઝીન માટે પોતાનો ફોટો મોકલ્યો અને તે સિલેક્ટ થઈ ગઈ. રશ્મીએ જણાવ્યું કે ૨૦૧૫માં દિલ્હીમાં પરણિત મહિલાઓ માટે એક બ્યુટી કોન્ટેસ્ટ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કોન્ટેસ્ટમાં તેમની એક બહેનપણી ભાગ લઈ રહી હતી.

દીકરીની જિદ્દ ઉપર લીધો ભાગ :

રશ્મીએ જણાવ્યું કે, તે જોઈને મારી દીકરીએ મને આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે જણાવ્યું. પહેલા મેં ના કહી દીધી, પરંતુ તેની જિદ્દને કારણે મારે ભાગ લેવો પડ્યો. ત્યાર પછી મેં મિસિસ ઇંડિયા અને મિસિસ એશિયા ઈન્ટરનેશનલનો એવોર્ડ મારા નામે કર્યો. અહિયાંથી હું ચીનના ગ્વાંગઝૂમાં થનારા મિસિસ યુનિવર્સ માટે રવાના થઈ જ્યાં મને મિસિસ યુનિવર્સ ગોલ્ડન હાર્ટનું ટાઈટલ મળ્યું.

આ બધા એવોર્ડ જીતી ચુકી છે રશ્મી :

રશ્મી અત્યાર સુધીપોતાના નામે ઘણા બધા એવોર્ડ કરી ચુકી છે. તેમણે વાઈબ્રેંટ મિસિસ દિલ્હી, મિસિસ યુનિવર્સ ગોલ્ડન હાર્ટ, મિસિસ યુનિવર્સ યુરેશિયા, મિસિસ એક્સક્વીઝીટ, એલીટ મિસિસ ઇંડિયા જેવા એવોર્ડ પોતાના નામે કર્યા છે. તે ઉપરાંત રશ્મી નિવેદિતા ફાઉન્ડેશન અને દ્રષ્ટિકોણ ફાઉન્ડેશન એનજીઓ સાથે પણ જોડાયેલી છે.

ચર્ચામાં રહે છે માં દીકરી :

માં દીકરી સોશિયલ મીડિયા ઉપર ઘણી છવાયેલી છે. દેશમાં થતા મોટા ઈવેન્ટ્સમાં રશ્મી સચદેવાને જોવા મળે છે. તે ઘણી પ્રોડક્ટ લોન્ચ ઈવેન્ટમાં પણ જોવા મળી ચુકી છે. અને એમની દીકરી અસ્કા પણ કોઈ મોડલથી ઓછી નથી. અસ્કાને સુપર મોડલ ઓફ ધ વર્લ્ડની ઓફર મળી હતી, જેના માટે તેણે ના કહી દીધી હતી. તેને પોતાની કારકિર્દી હોમ ડેકોરમાં બનાવવી છે. બંને જ સોશિયલ મીડિયા ઉપર ઘણા એક્ટીવ છે. અહિયાં લોકો આજકાલ તેની સુંદરતાની જોરદાર પ્રસંશા કરી રહ્યા છે. તમે પણ જુવો માં દીકરીના આ સુંદર ફોટા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.