આ છે દુનિયાની સૌથી મોંઘી ચા, 1 કિલો ચા ની કિંમત જાણીને માથું ચકરાઈ જશે

0
1106

ભારતના કોઈપણ ખૂણામાં જતા રહો તમને ચા ના શોખીન તો જરૂર જોવા મળશે. એટલે કે ભારતના દરેક ભાગમાં ચાનું ચલણ ઘણું જ છે. અને તેમાં પણ ઘણી ચા તો એવા પ્રકારની હોય છે કે એની કિંમત સાંભળીને પણ આપણેને આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે ચાની કિંમત ૪૦૦-૫૦૦ રૂપિયા જેટલી હોય છે. પરંતુ એક જાતિની ચા એવી છે, જેની કિંમત ૫૦ હજાર રૂપિયા જેટલી છે.

આસામમાં દુનિયાની સૌથી મોંઘી ચાનું ઉત્પાદન થાય છે. અહિયાં એક ગોલ્ડ વેરાયટીની ચા ની ૫૦ હજાર રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવથી હરાજી થઇ છે. પહેલી વખત કોઈ ચા ની આટલી કિંમતે હરાજી કરવામાં આવી છે.

ગુવાહાટીમાં થઇ હરાજી :

ચા બોર્ડના ગુવાહાટી હરાજી કેન્દ્ર ઉપર મનોહારી ચા બગીચાની ગોલ્ડ સ્પેશ્યલ ચા ને સૌરભ ટી ટ્રેડર્સે ૫૦ હજાર રૂપિયે પ્રતિ કિલોના ભાવથી ખરીદી. તે પહેલા પણ આ ચા બગીચાની ૨૪ જુલાઈ, ૨૦૧૮ના રોજ ૩૯,૦૦૧ રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવથી પોતાની ચા ની એક જાત વેચાઈ હતી.

તે પહેલા ૨૦૧૮ માં અરુણાચલ પ્રદેશમાં મળી આવતી ચા ની એક વિશેષ જાત ગુવાહાટી ટી ઓકશન સેન્ટર (જીટીએસી) માં ૪૦,૦૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરનારી કિંમતે વેચાઈ હતી.

૨૦૧૮ માં વેચાઈ હતી મોંઘી ચા :

ગુવાહાટી ટી ઓક્શન બાયર્સ એસોસીએશનના સચિવ પ્રીયાજુન દત્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશના ડોની-પોલી ટી એસ્ટેટની વિશેષ જાતીની ચા ગોલ્ડન નીડલ ટી ને ઓગસ્ટ ૨૦૧૮ માં ૪૦,૦૦૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાણી તી.

ખાસ પ્રકારની પત્તીઓ :

મનોહરી ટી એસ્ટેટના માલિક રાજન લોહિયાએ જણાવ્યું કે, ગોલ્ડન નીડલ ટી એક વિશેષ જાતિની ચા હોય છે. જેમાં નાની કળીઓ હોય છે. જેને ઘણી જ સાવચેતી સાથે તોડવામાં આવે છે. આ ચા ની પત્તીઓમાં સોનેરી રંગનું પડ હોય છે, જે ઘણું મુલાયમ અને સુંવાળું હોય છે.

માત્ર પાચ કિલોની ઉપજ :

આ વખતે સીઝન ખરાબ રહેવાને કારણે માત્ર પાંચ કિલોની ઉપજ થઇ છે. જો સીઝન સારી રહે તો પછી આ જાતીની ચા ની ઉપજ વધુ થઇ શકતી હતી. દુનિયામાં દાર્જીલિંગ, નીલગીરી અને આસામમાં ઉત્પન થતી ચા ની સૌથી વધુ માંગ રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.