આ ફળની કિંમત છે 7.5 લાખ રૂપિયા, જાણો શું છે એની ખાસિયત

0
1058

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો એ વાત તો તમે બધા સારી રીતે જાણો છો કે, ફળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. એટલે જ તો દરેક વ્યક્તિ સ્વસ્થ રહેવા માટે રોજ ફળ ખાય છે. અને મોટાભાગના ફળો એવા હોય છે જેને ગરીબ વ્યક્તિ પણ ખરીદી શકે છે. પણ જો કોઈ ફળની કિંમત લાખોમાં હોય, તો કદાચ જ કોઈ એ ફળ ખરીદે. ‘ફળની કિંમત લાખોમાં’ આટલું સાંભળતા જ લોકો વિચારમાં પડી જાય છે કે, આ શું કહેવામાં આવી રહ્યું છે?

પણ મિત્રો આ સાચું છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, જાપાનમાં લાલ દ્રાક્ષનો એક ગુચ્છો 12 લાખ યેન એટલે કે લગભગ 7.5 લાખ રૂપિયામાં વેચાયો છે. જેમ દુર્લભ હીરાની કિંમત વધારે હોય છે, એ જ રીતે આ ફળની કિંમત પણ આટલી બધી વધારે છે. કોઈ સામાન્ય વ્યક્તિ આટલી મોંઘી દ્રાક્ષ લેવાનું વિચારી પણ નહિ શકે. આવો તમને આ દ્રાક્ષ વિષે થોડી માહિતી આપીએ અને જણાવીએ કે, આની કિંમત આટલી વધારે કેમ છે?

જાણકારી માટે જણાવી દઈએ કે, આ ઉત્તમ જાતની આ દ્રાક્ષનું નામ રુબી રોમન છે. આ દ્રાક્ષ આકારમાં મોટી અને સ્વાદમાં ઘણી મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. આના દરેક દાણાનું વજન 20 ગ્રામ કરતા પણ વધારે હોય છે. દ્રાક્ષની આ જાતને જાપાનના ઇશિકાવા પ્રદેશમાં ખેતી સાથે જોડાયેલી સરકારી સમિતિએ તૈયાર કરી છે.

જાપાનની આ લાલ દ્રાક્ષના આકારને જોઈને તમે હેરાન રહી જશો, કારણ કે તે ક્રેઝીબોલના આકારની હોય છે. આ દ્રાક્ષ ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. અને એક ગુચ્છામાં 30 દ્રાક્ષના દાણા હોય છે, અને એક દ્રાક્ષના દાણાનું વજન 20 ગ્રામની આસપાસ હોય છે.

કાનાજાવાના હોલસેલ બજારમાં મંગળવારે આ દ્રાક્ષની બોલી લગાવવામાં આવી. હરાજીમાં આ દ્રાક્ષના ગુચ્છાને હ્યાકુરાકુસો નામની એક કંપનીએ ખરીદી.

આ કંપની જાપાનમાં હોટલના કારોબાર સાથે જોડાયેલી છે. ઇશિકાવા સરકારી સમિતિનું ક્હેવું છે કે, આ સપ્ટેમ્બર સુધીમાં તેઓ રુબી રોમન જાતની દ્રાક્ષના લગભગ 26 હજાર ગુચ્છાની નિકાસ કરશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.