આ છે દુનિયાની સૌથી મોંઘી કરંસી, જેની આગળ ડોલરની પણ નથી કોઈ ઓકાત

0
1363

હંમેશા લોકોના મનમાં એ વિચાર જરૂર આવે છે કે, દુનિયાની સૌથી મોંઘી મુદ્રા એટલે કે કરંસી કઈ છે? તમને જણાવી દઈએ કે, આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો સૌથી શક્તિશાળી દેશનું જ નામ લે છે, પણ એ સાચું નથી. આજે ભલે દુનિયાની સામે અમેરિકા એક આર્થિક મહાશક્તિ અને દુનિયાની સુપર પાવર છે, પણ આ દેશથી વધારે શક્તિશાળી અર્થવ્યવસ્થા દુનિયાના ઘણા દેશોની છે.

આવો જાણીએ એવી જ થોડી મુદ્રાઓ વિષે જે દુનિયાની 5 સૌથી મોંઘી મુદ્રાઓમાં શામેલ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે, આ દેશોની લિસ્ટમાં અમેરિકા શામેલ નથી. આવો જાણીએ.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે, કુવૈતની કરંસી દીનારનું. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, દુનિયામાં સૌથી મોંઘી મુદ્રા કુવૈતની દીનાર છે. એક દીનાર ત્રણ ડોલર કરતા વધારે હોય છે. તેમજ ભારતીય મુદ્રા સાથે એની સરખામણી કરીએ તો એક દીનાર 233 રૂપિયા બરાબર થાય છે.

એ પછી બહરીન દીનારને દુનિયાની બીજી સૌથી મોંઘી મુદ્રાનું સ્થાન પ્રાપ્ત છે. જ્યાં એક બહરીન દીનાર 2.65 એમેરિકી ડોલર બરાબર છે, એટલે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો એક બહરીન દીનાર 188.35 રૂપિયા બરાબર છે.

ત્રીજા નંબર પર આવે છે, ઓમાનનું રિયાલ. એક રિયાલ 2.60 અમેરિકી ડોલર બરાબર હોય છે. તેમજ એની ભારતીય મુદ્રા સાથે સરખામણી કરવા પર તે 184.42 રૂપિયા બરાબર થાય છે.

આ લિસ્ટમાં ચોથા નંબર પર આવે છે યુકે (યુનાઈટેડ કિંગડમ) ની મુદ્રા પાઉન્ડ. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, એક પાઉન્ડની કિંમત 1.30 અમેરિકી ડોલર બરાબર થાય છે. તેમજ ભારતમાં એની કિંમત 94.78 રૂપિયા પ્રતિ પાઉન્ડ છે.

યુરોપની મુદ્રા યુરો છે. એક યુરો 1.12 અમેરિકી ડોલર બરાબર છે. તેમજ ભારતીય રૂપિયામાં એની તુલના કરવા પર એક યુરો 79.11 રૂપિયા થાય છે.

સ્વિટ્ઝર્લેન્ડની મુદ્રાની વાત કરીએ તો તે પણ એમેરિકન ડોલર કરતા ઊંચી છે. એક સ્વિસ ફ્રેંક 1.03 અમેરિકી ડોલર બરાબર છે, અને ભારતીય રૂપિયાની સરખામણીમાં એક સ્વિસ ફ્રેંક 72.21 રૂપિયા થઈ જાય છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.