દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, આને ખરીદવા માટે અંબાણીએ પણ એક વાર વિચારવું પડશે

0
3760

ઔડી કંપની નામ આપણા ભારતમાં ઘણું જાણીતું છે. એના વિષે લગભગ બધાને ખબર હશે. અને જેને ખબર નહિ હોય તે કિંજલ દવેના ‘ચાર-ચાર બંગડી વાળી ગાડી’ પરથી એને ઓળખી જશે. આ કંપની પોતાની લક્ઝરી કાર, સ્પોર્ટ્સ કાર અને સુપર બાઈકને લઈને બજારમાં ધૂમ મચાવી રહી છે. પણ હવે આ કંપની સાઇકલ પણ લોન્ચ કરવા તૈયાર છે. હા તમને જણાવી દઈએ, કે ઔડીએ થોડા સમય પહેલા એક ખુબ શાનદાર રેસિંગ સાઇકલની જાહેરાત કરી છે. પણ એ સામાન્ય માણસ માટે ખુબ જ મોંઘી છે. ભલે એ મોંઘી હોય પણ એના વિષે થોડી જાણકારી રાખવી તો જરૂરી છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ આ સાઇકલ વિશે. તમને જણાવી દઈએ કે આ સાઈકલ હજુ બજારમાં આવી નથી.

એને ઘણું સ્ટાઇલીસ મોડલ કહેવામાં આવે છે. આ સાઇકલના ઈ-બાઈક તરીકે ઓળખાતા મોડલે બધાના હોશ ઉડાવીને રાખ્યા છે. તમને જણાવી દઈએ કે રેસિંગ માટે બનાવવામાં આવેલ આ સાઇકલ 80 કિલોમીટરની ઝડપે સવારી કરાવી શકે છે. અને આ સાઈકલને બધા પ્રકારના રસ્તા પર ચલાવી શકાય છે. તેમજ આ સાઈકલને ઔડીએ પોતાની લકઝરી કલેકશનમાં એડ કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયાની સૌથી મોંઘી સાઇકલ છે. આ સાઈકલને ખરીદવા માટે તમારે 80 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે.

હવે તમને એના ફીચર જણાવી દઈએ. આ ગીયર વાળી સાઈકલ છે. અને આ સાઇકલમાં 14 ગીયર લાગેલા છે, જેમાંથી 8 પાછળ અને 6 આગળની તરફ લાગેલા છે. આ સાઈકલને દરેક પ્રકારના રસ્તા પર સરળતાથી ચલાવવા માટે સુપર સોકર્સ પણ લગાવવામાં આવ્યા છે. આ સાઈકલના ટાયરની ઘણી શાનદાર ડિઝાઇન હોવાની સાથે-સાથે ખુબ મજબૂત ગ્રીપ પણ છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ભારતમાંથી અત્યાર સુધી ઔડીને 9 હજાર ઈ-મેલ જઈ ચુક્યા છે. જેમાં ઔડીને જલ્દીથી જલ્દી આ સાઈકલને લોન્ચ કરવાની વાત કરી રહ્યા છે. જે રીતે આ સાઇકલ બજારમાં આવવા પહેલા જ ધૂમ મચાવી રહી છે, એને જોતા એ તો પાક્કું છે કે આ માર્કેટમાં આવ્યા પછી સાઈકલિંગ પસંદ કરતા લોકોના દિલોમાં રાજ કરશે. સાથે જ એ પણ જણાવી દઈએ કે ઔડીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ સાઈકલને જલ્દી લોન્ચ કરવાનું જણાવ્યું છે. હવે જોવાનું એ છે કે લોન્ચ થયા પછી ભારતમાં એને લેવા વાળા કેટલા કરોડપતિ શેઠ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.