આ 4 ફળો છે દુનિયાના સૌથી મોંઘા ફળો, આની કિંમત જાણીને તમે એને તિજોરીમાં રાખશો.

0
3938

આપણા માંથી દરેક વ્યક્તિને ફળ ખાવા ગમે છે. દરેકને અલગ અલગ ફળ પસંદ હોય છે. અને તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. એટલે જ તો જયારે કોઈ બીમાર પડે છે, તો એને મળવા માટે લોકો ફળ લઈને જ જાય છે.

ફળ દરેક રોગમાં આપણા માટે ફાયદાકારક હોય છે. અલગ અલગ રોગોમાં આ ફળો પોતાની અસર દેખાડે છે. જો કોઈને હિમોગ્લોબીન કે અન્ય કોઈ વસ્તુની અછત શરીરમાં હોય ત્યારે ડોક્ટર પણ એને ફળ અને ફળોના જ્યુસનું સેવન કરવાનું જ કહે છે. કુદરતે બનાવેલ શ્રેષ્ઠ રચનામાં ફળોની ભૂમિકા પણ ઘણી વધારે મહત્વ પૂર્ણ છે. અને એને ખાવાની મજા પણ અલગ હોય છે.

આપણે ત્યાં મળતા ફળો માંથી થોડાક ફળો સદાબહાર હોય છે, અને થોડાક એની સીઝનમાં જ આવે છે. આમ તો લગભગ દરેક ફળ સામાન્ય લોકોને પોસાય એટલા ભાવે મળે છે. પણ દુનિયામાં અમુક ફળોની કિંમત એટલી બધી વધારે હોય છે કે, આપણા જેવા સામાન્ય લોકો એને ક્યારેય ખાઈ પણ નથી શકતા.

અરે ખાવાનું તો દૂર લોકો એને લેવા વિષે પણ વિચારી નથી શકતા. આજે અમે તમને દુનિયાના 4 સૌથી મોંઘા ફળો વિષે જણાવીશું. જણાવી દઈએ કે આ ફળોની કિંમત લાખોમાં છે. હવે આ ફળમાં એવું શું ખાસ છે? એ તો તમને આ લેખ આગળ વાંચવાથી જ ખબર પડશે.

દુનિયાના 4 સૌથી મોંઘા ફળો :

દુનિયામાં અનેકો ફળ મળી આવે છે અને દરેક માણસ દરેક ફળ નથી ખાઈ શકતો કારણ કે વેરાયટી ઘણી અલગ-અલગ હોય છે. અમુક ફળ એકદમ સસ્તા હોય છે. જયારે અમુક ફળ એટલા મોંઘા હોય છે કે ગરીબ તો શું મિડલ ક્લાસ પરિવાર માટે પણ તે ખરીદવા મુશ્કેલ હોય છે.

1. રુબી રોમન દ્રાક્ષ :

પહેલા આવે છે રુબી રોમન દ્રાક્ષ. આમ તો એના નામથી જ ખબર પડી જાય છે, કે આ દ્રાક્ષ દેખાવમાં રુબી જેવી લાગતી હશે. મિત્રો જાપાનની ખેતીમાં મળી આવતી રુબી રોમન દ્રાક્ષ ઘણી મોંઘી મળે છે. જે જાપાનના ખેતરોમાં ઘણી વધારે વિષમ પરિસ્થિતિઓમાં થાય છે. અને આ ફળ ભારતમાં ઘણી મુશ્કેલીથી મળે છે.

મિત્રો આ ફળની કિમતમાં તમે એક સારી એક સ્પોર્ટ્સ બાઈક ખરીદી શકો છો. આથી એની કિંમત એટલી છે કે એને સામાન્ય માણસ તો લઈ જ નથી શકતા. એના એક ગુચ્છાની કિંમત 2 લાખ 66 હજાર રૂપિયા છે. આ દ્રાક્ષ ફક્ત જાપાનમાં જ ઉગાડવામાં આવે છે. એના એક ગુચ્છામાં 30 દ્રાક્ષ હોય છે, જેમાંથી એક દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે. હવે ગણતરી કરો ૨૦ ગ્રામની એક દ્રાક્ષની કિંમત કેટલી થાય? આશરે ૮૮૬૬.૬૬ રૂપિયા જેટલી.

2. હેલિગન પાઈનએપ્પલ :

તમે પાઈનએપ્પલ તો ઘણા ખાધા હશે. અને એ તમને એટલા મોંઘા પણ નહિ લાગતા હોય. પણ હેલિગન પાઈનએપ્પલ એક એવું ફળ છે, જે દુનિયાના ગરમ દેશોમાં જ જોવા મળે છે. અને એને ઉગાવવા માટે ઘણી વધારે સાવચેતી રાખવી પડે છે. આની ખેતીના સમયે ખેડૂતોએ ઘણા સતર્ક રહેવું પડે છે. ત્યારે જઈને આ ફળનું વ્યવસ્થિત ઉત્પાદન થાય છે. અને આ ફળની કિંમતની વાત કરીએ તો એ 1 લાખ રૂપિયા છે.

3. ટાઈયોનો ટોમેટો મેંગોઝ :

ફળોનો રાજા એટલે કેરી. બરાબર ને. આપણે બધાએ કેરી ખાધી છે. પણ આ કેરી કોઈ સામાન્ય માણસ માટે એક દૂરનું સપનું જ છે. જાપાનના ખેતરોમાં ટાઈયોનો ટોમેટો મેંગોઝ ઉગાડવામાં આવે છે. આ કેરી ઘણી મોટી અને ઈંડાના આકારની હોય છે.

તેમજ આ કેરી ફક્ત જાપાનમાં અને એ પણ ઓર્ડર કરવા પર જ ઉગાડવામાં આવે છે. આ ફળ બજારમાં ખરીદવા પર નથી મળતા, પણ એની બોલી લગાવવામાં આવે છે, અને એની કિંમત વધતી જ રહે છે. જો કે એક સમયે આ ફળની બોલી લગભગ 20 લાખ રૂપિયા પર અટકી હતી. આટલા રૂપિયામાં તો એક મસ્ત મજાની કાર આવી જાય.

4. ડેનસુકે વોટરમેલન :

મિત્રો ઉનાળો શરુ થાય એટલે આપણે ત્યાં 80% ઘરોમાં તરબૂચ આવવાના શરુ થઈ જાય છે. સામાન્ય રીતે 30 થી 50 રૂપિયામાં એક તરબૂચ આવે છે. પણ વિદેશોમાં મળતા આ તરબૂચની કિંમત લગભગ 3 લાખ 50 હજાર રૂપિયા છે. આ તરબૂચ દેખાવમાં ઘણું વધારે લીલું હોય છે અને એમાં હલ્કા કાળા રંગની ચમક પણ હોય છે, જે અલગથી જણાય છે. પણ આમાં ભારતીય તરબુચની જેમ કોઈ પટ્ટા હોતા નથી.