સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી 4 વર્ષની બાળકીની આંખોની સર્જરી કરાવવી પડી, જાણો પુરી વિગત

0
3771

આજકાલના માતાપિતામાં એક વાત બહુ સામાન્ય થતી જાય છે, અને તે વાત એ છે કે જ્યારે પણ તેમનું બાળક ધમાલ કરે છે, કે પછી રડે છે, કે કોઈ વસ્તુ માટે જીદ કરી રહ્યા હોય, ત્યારે તેને શાંત કરવા માટે વાલીઓ પોતાનો સ્માર્ટ ફોન આપી દે છે. એનાથી બાળકો એવું કોઈ કામ નથી કરતા જે માતા પિતાના કામમાં અડચણ લાવે. તમે રેસ્ટોરન્ટમાં, મોલમાં, કારમાં કે ઘરમાં પણ આવા દ્રશ્ય જોઈ શકો છો. જ્યારે માતા પિતા સાથે હાજર એમનું બાળક સ્માર્ટફોન કે ટેબલેટમાં વ્યસ્ત હોય છે, તો તે ચૂપચાપ બેસી રહે છે અને માતા પિતાને હેરાન નથી કરતું.

પરંતુ હાલમાં જ થાઈલેન્ડનો એક કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમે ચોંકી જશો. અહીંયા એક પિતાએ પોતાની ૪ વર્ષની બાળકીની આંખોની સર્જરી કરાવી છે, જેનું કારણ સ્માર્ટ ફોનનો વધારે પડતો ઉપયોગ જણાવવામાં આવી રહ્યું છે. થાઈલેન્ડના સમાચારોમાં આ બનાવ વધારે વાઇરલ થઈ રહ્યો છે.

ચિકિત્સકો શું જણાવી રહ્યા છે?

જે હોસ્પિટલમાં છોકરીની સર્જરી થઈ ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે, ડૈચરની છોકરીને દ્રષ્ટિ હાનિ(vision loss) ની સમસ્યા હતી. તે પોતાની બંને આંખે એક સાથે જોઈ શકતી હતી નહિ. જેના કારણે તેની આંખો પ્રભાવી રીતે કામ નહોતી કરી શકતી. અને એને માત્ર વિઝન લોસ નહીં પણ ભૈંગાપન(squint eye) પણ હતું.

છોકરીના પિતાએ ફેસબુક પર આવી કરી પોસ્ટ :

ડૈચર પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવે છે કે, એમણે પોતાની દીકરીને શાંત રાખવા માટે ૨ વર્ષની ઉંમરથી જ સ્માર્ટફોન રમવા માટે આપવાની શરૂઆત કરી દીધી હતી. પણ ઘણા ઓછા લોકો જાણે છે કે, વધારે પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરવાને કારણે જ એમની દીકરીની આંખો પર ખરાબ અસર થવાનું શરૂ થઈ ગયું. આંખોની સમસ્યાને લઈને એને ચશ્મા પહેરવા પડતા હતા. પણ એની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ ગઈ, અને ૪ વર્ષની ઉંમરમાં એને સર્જરી કરાવવી પડી કેમ કે એની દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ હતી.

પછી ખબર પડી કે વધારે સમય સુધી ઉપકરણો સાથે રમવાને લીધે એને આ સમસ્યા થઈ છે. આંખોની સર્જરી પછી છોકરી પોતાની બંને આંખોથી જોતી થઈ. આ સાથે જ ડોક્ટરોએ સલાહ આપી કે, તેમની છોકરીને કોઈ પણ ઉપકરણથી દુર રાખો અને ત્યાં સુધી કહ્યું કે, ટીવીનો ઉપયોગ પણ કરવા દેશો નહિ. કેમ કે આ ઉપકરણોમાંથી નીકળવા વાળો પ્રકાશ દ્રષ્ટિ હાનિનું મુખ્ય કારણ છે, જેનાથી એમને સર્જરી કરાવવી પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ઓન્લી માઇ હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.