મોની રોયથી લઈને પૂજા શર્મા નાના પર્દા પર બની ચુકી છે દેવી માં, રિયલ લાઈફમાં અલગ જ છે તેમની સ્ટાઇલ.

0
254

નાના પર્દા પર દેવીની ભૂમિકા ભજવી ચૂકેલી આ એક્ટ્રેસો રિયલ લાઈફમાં છે એકદમ બોલ્ડ, જુઓ ફોટા. ટીવીની દુનિયાની ઘણી અભિનેત્રીઓ એવી છે, જેનો બોલ્ડ અવતાર જોઈ ફેંસ તેની ઉપર ફિદા રહે છે. તે અભિનેત્રીઓ જયારે માઈથોલોજીકલ ટીવી શો માં પણ કામ કર્યું, તો ત્યાં પણ તેનો લુક જોઈને દરેકને ઘણું આશ્ચર્ય થયું. અહિયાં અમે તમને ટીવીની એવી જ અભિનેત્રીઓ વિષે જણાવી રહ્યા છીએ, જેમણે દેવીમાંના રૂપમાં પણ પ્રસંશકોને ઘણા આકર્ષિત કર્યા છે.

સોનારિકા ભદોરિયા : સોનારિકા પણ બોલ્ડનેસની બાબતમાં હંમેશા બીજી અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળી છે. સોશિયલ મીડિયામાં તેનો બીકીની અવતાર પણ જોવા મળી ચુક્યો છે. તેણે પણ દેવોના દેવ મહાદેવમાં માં દુર્ગાની ભૂમિકા એવી રીતે ભજવી હતી કે માં દુર્ગાના અવતારમાં દરેક તેને ઘણી પસંદ કરવા લાગ્યા હતા.

પૂજા શર્મા : વાસ્તવિક જીવનમાં પૂજા શર્માને જોઇને એ વાતનો અહેસાસ થાય છે કે કોઈ બોલીવુડની અભિનેત્રીઓ કરતા શરીર અને બોલ્ડનેસની બાબતમાં તે જરા પણ પાછી પડે તેમ નથી. સોશિયલ મીડિયામાં હંમેશા તેની બોલ્ડ તસ્વીરો જોવા મળી રહી છે. આમ તો સ્ટાર પ્લસ ઉપર પ્રસારિત થયેલા મહાભારતમાં દ્રૌપદીના પાત્રમાં પણ પૂજા શર્માએ ઘણી પ્રસંશા મેળવી છે. એટલું જ નહિ સીરીયલ માતા સતીમાં માં દુર્ગાની ભૂમિકામાં પણ તેણે દર્શકો વચ્ચે ઘણી પ્રસંશા મેળવી હતી.

પૂજા બનર્જી : પૂજા બનર્જી જે ઘણી વખત તેના બોલ્ડ અવતારને કારણે હલચલ મચાવી ચુકી છે અને વાસ્તવિક જીવનમાં ઘણી જ બોલ્ડ છે, તેણે પણ વર્ષ 2013માં સીરીયલ દેવો કે દેવ મહાદેવમાં માં કાળીની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહિ ટીવી સીરીયલ જગત જનનીમાં વૈષ્ણોદેવીમાં માતા વૈષ્ણોદેવીના પાત્રમાં પણ તેને ઘણી પસંદ કરવામાં આવી હતી.

પરીઘી શર્મા : પરીઘી શર્મા વાસ્તવિક જીવનમાં ઘણી જ સ્ટાઇલીશ છે. સીરીયલ જોધા અકબર દ્વારા તેણે ઘર ઘરમાં તેની ઓળખ ઉભી કરી લીધી હતી. ટીવી સીરીયલ જગત જનની માં વૈષ્ણોદેવીમાં માતા વૈષ્ણોદેવીના પાત્રમાં તેને પણ દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે.

દીલજીત કૌર : બોલ્ડનેસની બાબતમાં દિલજીત કૌર પણ કોઇનાથી જરાપણ પાછી પડે તેમ નથી. સોશિયલ મીડિયામાં તેની ગ્લેમરસ તસ્વીરો તેની પુષ્ટિ પણ કરે છે. બીગ બોસ 13 માં તે જોવા મળી ચુકી છે. ટીવી સીરીયલ માં શક્તિમાં દિલજીત કૌર પણ માં દુર્ગા બની ચુકી છે અને માં દુર્ગાના રૂપમાં દર્શકોએ તેના કામની ઘણી પ્રસંશા કરી છે.

આકાંશા પૂરી : બીગ બોસ 13માં તે જોવા મળી ચુકી છે. પારસ છાબડાની તે એક્સ ગર્લફ્રેન્ડ પણ રહી છે. તેની બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયામાં હંમેશા છવાયેલી રહી છે. આમ તો તેણે પણ જયારે સીરીયલ વિઘ્નહર્તા ગણેશમાં દેવી માંની ભૂમિકા ભજવી, તો માતા પાર્વતીના રૂપમાં તેને ઘણી પસંદ કરવામાં આવી.

મૌની રોય : ટીવીની નાગિનના નામથી તે પ્રસિદ્ધ થઇ છે. તેણે લાઈફ ઓકે ઉપર પ્રસારિત થતી દેવો કે દેવ મહાદેવમાં માતા સતીની ભૂમિકામાં ઘર ઘરમાં તેની ઓળખ ઉભી કરી લીધી હતી. આમ તો વાસ્તવિક જીવનમાં બીકીની પહેરીને પોજ આપતા તે ઘણી વખત જોવા મળી ચુકી છે. તેની ઓળખ એક બોલ્ડ અભિનેત્રી તરીકે રહી છે.

સારા ખાન : ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી માંથી એક છે, જેના ઘણી વખત બીકીનીમાં ફોટા સામે આવી ચુક્યા છે. જેમણે તેના બોલ્ડ અવતારને જોયો છે, તે દિવસોમાં માં સંતોષીમાં સુનાએ વ્રત કથામાં દેવી માં પૌલમીના પાત્રમાં તેને જોઇને તેને વિશ્વાસ જ થતો ન હતો કે તે સારા ખાન જ છે.

રતી પાંડે : રતી પાંડેને મોટાભાગે બોલ્ડ અવતારમાં ફોટા માટે પોસ્ટ આપતા જોઈ છે. વાસ્તવિક જીવનમાં ઘણી સ્ટાઇલીશ જોવા મળતી રતી પાંડે હિટલર દીદીના નામથી પ્રસિદ્ધ રહી છે. સીરીયલ દેવી આદી પરાશક્તિમાં માં દુર્ગાની ભૂમિકા નિભાવીને તેના લુકમાં તેણે દરેકને ઘણા પ્રભાવિત કર્યા છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.