ગરમીનો ઘણી સ્ટાઇલીસ્ટ રીતે સામનો કરી રહી છે ટીવીની ‘નાગિન’, મોનીના ફોટા જોઇને કહેશો ‘વાહ’.

0
698

બોલીવુડ અને ટીવીના કલાકારો દરેક પ્રકારની નવી ફેશન લાવવામાં ખુબ જ મહત્વની કામગીરી કરે છે. હાલના સમયમાં મીડિયામાં આવી જ એક કપડાની ફેશનને કારણે એક ટીવીની અભિનેત્રી, અને હાલમાં બોલીવુડમાં સારી એવી સફળ થયેલી અભિનેત્રીની ચર્ચા થઈ રહી છે. અને આજે અમે તમને એના વિષે જ જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ કોણ છે એ અભિનેત્રી? એના વિષે વિસ્તારથી જાણીએ.

ટીવી માંથી બોલીવુડમાં જોરદાર એન્ટ્રી કરનારી અભિનેત્રી મોની રોયને સમાચારોમાં છવાયેલા રહેતા ઘણું સારી રીતે આવડે છે. ૩૩ વર્ષની અભિનેત્રીએ ૨૦૧૮ માં પોતાનો બી-ટાઉનમાં પ્રવેશ કર્યો, અને ત્યારથી તે દરેકના મન ઉપર રાજ કરી રહી છે.

ક્યારેક પોતાના કામથી, તો ક્યારેક પોતાની અદાઓથી અને પોતાની નવી ફેશનથી મોની ચર્ચામાં રહે છે. બંગાળી બ્યુટીના ઈંસ્ટાગ્રામ ઉપર ૮૦ લાખથી વધુ ફોલોઅર્સ છે. હાલના મસયમાં મોનીનું ઈંસ્ટાગ્રામ ફીડ સ્ટનીંગ અને સ્ટાઇલીશ સમર આઉટફીટસથી ભરેલું છે. જે જોઇને કોઈપણ ‘વાહ’ કહી ઉઠશે. ફોટામાં જુવો મોનીના ઘણા સમર લુક.

મોની રોયનું પહેલું સમર લુક નવું ભલે ન હોય, પરંતુ ‘ઓલ ટાઈમ ફેવરીટ’ અને સ્ટનીંગ જરૂર છે. સફેદ ક્રોપ ટોપ અને હાઈ વેસ્ટ ડેનીમમાં તે ઘણી સુંદર લાગી રહી છે. આ લુક સાથે સફેદ સ્નીકર્સ અને રાઉંડ સનિજથી તેણે પોતાના લુકને પૂરો કર્યો.

મોની રોયનો બીજો એથેલીજર લુક ગરમીમાં ઘણો પસંદ કરવામાં આવ્યો. મોનીએ તેનું ઘણા બ્રાઈટ કલર સાથે પ્રદર્શન કર્યું છે. બ્લેક ક્રોપ ટોપ બ્લુ ફ્લેઅર્ડ પેન્ટસમાં તે જોરદાર દેખાઈ રહી છે. ખુલ્લા વાળ અને સનિજ સાથે તેણે પોતાનો લુક પૂરો કર્યો છે. તેની સાથે મોનીએ નેવી બ્લુ અસ્પાડ્રીલ્સ મેચ કર્યું છે.

આ લુકમાં મોનીને નીઓન ગ્રીન રંગના અનારકલી ડ્રેસમાં જોઈ શકાય છે. આ સફેદ રંગના ચીકનકારી સુટમાં લટકણીયાનું કામ ઘણું સરસ લાગી રહ્યું છે. ઓક્સીડાઈઝડ ઈયરીંગ અને બ્લેક સનગ્લાસમાં મોની જોરદાર લાગી રહી છે.

ઉનાળાની રજાઓ મનાવી રહેલી મોની રોય દરિયા કાંઠે ‘પિંક ક્ફ્તાન’ માં જોરદાર લાગી રહી છે. પોતાની નટખટ અદાઓ અને સારા ફેશન સેંસ માટે મોનીને ખુબ પસંદ કરવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.