ચિંતા ના કરતા જો ભૂલથી બીજા એકાઉન્ટમાં મોકલી દીધા પૈસા, તો આવી રીતે મળશે પાછા

0
593

આજકાલના ડીજીટલ યુગમાં બેંક ખાતામાંથી લોકોના પૈસા ખોટી રીતે ઉપાડી લેવાના કિસ્સા ઘણા જોવા મળે છે, અને તેના માટે આપણે પણ થોડા સાવચેત રહેવાની જરૂર છે.

દેશમાં ડીજીટલ યુગ આવવાથી ઓનલાઈન પેમેન્ટ અને મની ટ્રાંસફર કરવાનું ચલણ ઘણું વધી ગયું છે. મોટાભાગના લોકો પોતાના મિત્રો અને કુટુંબના સભ્યોને પૈસા આપવા માટે આ પ્લેટફોર્મ (ઓનલાઈન મની ટ્રાંસફર) ની જ મદદ લે છે, કેમ કે તેનાથી સમયની ઘણી બચત થાય છે. તે ઉપરાંત લોકો રીચાર્જ કરાવવાથી લઈને વીજળીના બીલની ચુકવણી સુધી મોબાઈલ દ્વારા કરે છે.

પરંતુ ઘણી વખત એવું બને છે કે, લોકો ભૂલથી પૈસા ખોટા ખાતામાં ટ્રાંસફર કરી દે છે, તો તે બીજી તરફ તેના ખાતામાંથી ખોટી રીતે પૈસા કાઢી પણ લેવામાં આવે છે. તો અમે તમને આ સમસ્યાથી બચવા માટે એવી જાણકારી આપવા જઈ રહ્યા છે, જેથી તમે તમારી મહેનતની કમાણી બચાવી શકશો.

વર્ષની શરુઆતમાં વેપારી સાથે થઇ છેતરપીંડી :

વર્ષની શરુઆતમાં જ મુંબઈના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપીંડી થઇ હતી. તે દરમિયાન વેપારી ઉપર છ મિસ્ડ કોલ આવ્યા હતા, જયારે તે સવારે ઉઠ્યો તો તેના બેંક ખાતામાંથી ૧.૮૬ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. અને તેવા પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮ વચ્ચે કુલ ૨,૦૬૯ ઓનલાઈન છેતરપીંડીના કેસ નોંધાયા હતા.

રીઝર્વ બેંક ઓફ ઇંડિયાએ બનાવ્યો નવો નિયમ :

રીઝર્વ બેંક ઓફ ઇંડિયાના જણાવ્યા મુજબ તમારી મંજુરી વગર પૈસા ઉપાડી લેવામાં આવે છે, તો તમારે ત્રણ દિવસની અંદર બેંકને આ ઘટનાની માહિતી આપવાની રહેશે. તેનાથી તમારા પૈસા બચી શકે છે.

ત્યાર પછી બેંક તમારી આપવામાં આવેલી માહિતીની તપાસ કરશે કે, શું તમારા પૈસા ભૂલથી કોઈ બીજાના ખાતામાં ટ્રાંસફર થયા છે કે પછી કોઈએ ખોટી રીતથી પૈસા ઉપાડી લીધા છે. તપાસ પૂરી થયા પછી બેંક તમને તમારા બધા પૈસા પાછા આપશે, પરંતુ તેના માટે તમારે થોડી શરતોનું પાલન કરવાનું રહેશે.

પૈસા પાછા મેળવવા માટે તમારે સૌથી પહેલા એટીએમ કાર્ડ નંબર અને ઈન્ટરનેટ બેન્કિંગ સેવાને બંધ કરવાની રહેશે. ત્યાર પછી પોલીસમાં તે બાબતની ફરિયાદ નોંધાવવી પડશે. પછી એફઆઈઆરની એક નકલ બેંકમાં જમા કરાવવી પડશે.

બેંક એફઆઈઆર હેઠળ ઉપાડવામાં આવેલા પૈસાની તપાસ કરશે. જો તમારી સાથે કોઈ પ્રકારની છેતરપીંડી થઈ છે, તો તમને બધા પૈસા પાછા મળી જશે. પરંતુ જો તમે તમારી ભૂલથી કોઈ બીજાના ખાતામાં પૈસા જમા કરાવી દીધા છે, તો તે બેંક ઉપર આધાર રાખે છે કે, તમને પૈસા મળશે કે નહિ. આમ તો સાબિતી આપવાથી તમને પૈસા મળી પણ શકે છે. તેના માટે પહેલુ કામ એ છે કે તમે બેંકને તેના વિષે જાણ કરો અને વિસ્તૃત માહિતી આપો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.