આ ૭ બોલીવુડ સ્ટાર પૈસાને લીધે બન્યા અતિ સુંદર, નંબર ૫ માટે તો વરદાન સાબિત થયા પૈસા

0
2557

આજકાલ બધી જગ્યાએ પૈસાની જ બોલબાલા છે. તેમજ તમે ઘણા લોકોને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે પૈસા બધું નથી હોતા. પણ ઘણા લોકો આ વાતથી અળગા રહેતા હશે કે આજના જમાનામાં પૈસા જ બધું છે. વર્તમાન સમયમાં તો જો તમારી પાસે પૈસા છે, તો તમે રાજા છો અને પૈસા નથી તો તમે રંક છો. અને તમારા માંથી ઘણાએ ક્યાંય ને ક્યાંક તો એનો અનુભવ કર્યો હશે.

મિત્રો તમે એ કહેવત પણ સાંભળી હશે કે, પૈસાથી ખુશીઓ ખરીદી નથી શકાતી. વાત છે સાચી. પણ ઘણા લોકો માટે આ પૈસા જ તેમની ખુશીઓનું કારણ બન્યું છે. આજે અમે તમને એમના વિષે જણાવીશું. એના ઉદાહરણ તમને બોલીવુડ માંથી મળશે.

મિત્રો બોલીવુડમાં પોતાનો પગ જમાવવા માટે છોકરીઓને વધારે સુંદર દેખાવું જરૂરી બની જાય છે. અને સુંદર દેખાવાની ઈચ્છામાં હિરોઈનો હાલના દિવસોમાં ઘણા પ્રકારની સર્જરીઓ કરાવતી રહે છે. સુંદર દેખાવાની ઈચ્છામાં આ અભિનેત્રીઓ પોતાના ઉપર લાખો રૂપિયા ખર્ચ કરી દે છે. બોલીવુડમાં એવી ઘણી હિરોઈનો રહેલી છે, જેમણે સુંદર દેખાવા માટે સર્જરી કરાવી છે, અને તેમની આ સર્જરી સફળ પણ થઇ છે.

હવે તમે જરા એ વિચારો કે જો એમની પાસે પૈસા ન હોત તો એમનું શું થાત? શું આ અભિનેત્રીઓ આટલી મોંઘી ટ્રીટમેંટસ કરાવી શકતે? જવાબ એકદમ સરળ છે, કે જો તેમની પાસે પૈસા ન હોત, તો તે અભિનેત્રીઓ આટલી મોંઘી ટ્રીટમેંટસ કરાવી શકતે નહિ. માટે એમને જોયા પછી એ કહેવું ખોટું નહિ ગણાય કે, તેમના સુંદર દેખાવામાં પૈસાનું ઘણું મોટું યોગદાન છે.

અને પૈસાને કારણે જ એ બધી અભિનેત્રીઓ સુંદર અને ગોર્જીયસ દેખાવા લાગી છે. પણ આ જ અભિનેત્રીઓ ફેમસ થવા પહેલા કાંઈ વિશેષ દેખાતા ન હતા. પરંતુ નેમ અને ફેમ મળ્યા પછી તેમનું લુક એકદમ બદલાઈ ગયું છે. આજે અમે તમારો એવી ૭ અભિનેત્રીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેમનો લુક ફેમસ થયા પછી એકદમ બદલાઈ ગયો.

નેહા કક્કર :

નેહા કક્કરને તો આજે કરોડો લોકો પસંદ કરે છે. આજે તે બોલીવુડમાં એક જાણીતી સિંગર છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત સિંગિંગ રીયાલીટી શો ‘ઇન્ડિયન આઈડલ’ થી કરી હતી. અને પોતાની સખત મહેનત અને આવડતને કારણે આજે તે આ સ્થાન સુધી પહોચી છે.

તેમજ તેનું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર ગાયિકાઓમાં રહેલું છે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે એકદમથી અલગ દેખાતી હતી. પૈસા અને ફેમ મળ્યા પછી નેહાનું લુક એકદમથી બદલાઈ ગયું છે.

માનુષી ચીલ્લર :

માનુષી ચીલ્લર જેમણે મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કર્યો છે, તે પણ પહેલા એકદમ સામાન્ય છોકરી જેવી જ દેખાતી હતી. જેવું કે તમે ફોટામાં જોઈ શકો છો, તે અમારા તમારા જેવી સામાન્ય છોકરી જેવી જ દેખાતી હતી. પરંતુ મિસ વર્ડ બનતા જ તેના લુકમાં ફેરફાર આવી ગયો. આજે માનુષી ચીલ્લર ઘણી જ સુંદર અને ગોર્જીયસ દેખાય છે.

ઝરીન ખાન :

આ યાદીમાં આગળનું નામ આવે છે ઝરીન ખાનનું. તે બોલીવુડમાં એટલી સફળ નથી થઈ, પણ એમની સુંદરતા કંઈ ઓછી નથી. એમણે પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ ‘વિર’ થી કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ઝરીન ઘણી જાડી દેખાતી હતી. ફોટા જોઇને તમે અંદાઝ લગાવી શકો છો કે પૈસા આવ્યા પછી તેમણે તેનો કેટલો સરસ ઉપયોગ કર્યો છે. આજે ઝરીન ઘણી સુંદર દેખાય છે.

સોનાક્ષી સિન્હા :

સોનાક્ષી જાણીતા અભિનેતા શત્રુઘન સિન્હાની દીકરી છે. અને એમની પાસે પૈસાની કોઈ કમી હતી નહિ. પરંતુ જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા તે ઘણી જાડી દેખાતી હતી. જયારે તે આ ઇન્ડસ્ટ્રીથી દુર હતી ત્યારે તેણે પોતાના લુક ઉપર ધ્યાન ન આપ્યું પરંતુ ફેમ મળતા જ તે ફેટ ટુ ફીટ થઇ ગઈ.

શિલ્પા શેટ્ટી :

આ યાદીમાં આગળનું નામ આવે છે પોતાના ઠુમકાથી યુપી બિહાર લૂટવા વાળી હિરોઈન શિલ્પા શેટ્ટીનું. જણાવી દઈએ કે શિલ્પા પણ જયારે ફિલ્મોમાં આવી હતી, ત્યારે ઘણી સામળી હતી. પરંતુ ફેમ મળતા જ તેમણે સ્કીન લાઈટનીંગ ટ્રીટમેંટ અને નાકની સર્જરી કરાવવાવી. અને આજે ૪૪ વર્ષની ઉંમરમાં પણ તે ઘણી જ આકર્ષક દેખાય છે.

પ્રિયા પ્રકાશ વારીયર :

પ્રિયા પ્રકાશ વારીયર એક ફિલ્મમાં નેણ મટકાવીને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પણ પોતાના કરિયરની શરુઆતમાં તે એકદમ અલગ દેખાતી હતી. અને ફેમ મળતા જ તેનું લુક એકદમ બદલાઈ ગયું.

દીપિકા પાદુકોણ :

આમની શું વાત કરવી. આજના સમયમાં દીપિકા પાદુકોણ બોલીવુડની ટોચની હિરોઈન છે. એમની સુંદરતાના કરોડો લોકો દીવાના છે. પણ એ કહેવું ખોટું નહિ ગણાય કે ફેમ મળવાને કારણે જ દીપિકાના લુકમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે. જેમ કે તમે જોઈ શકો છો જુના ફોટામાં તે કેવી દેખાઈ રહી છે અને આજે તે કેવી દેખાય છે. ઇન્ડસ્ટ્રીમાં આવતા જ દીપિકાની રંગત એકદમ બદલાઈ ગઈ.