મોડી રાતે ચાલતી ટ્રેનમાં ટીટી બન્યા ડોક્ટર, આવી રીતે કરાવી મહિલાની ડિલિવરી.

0
1418

ભારતીય રેલ્વે હંમેશાથી પોતાની ખરાબ સેવાઓ માટે બદનામ રહી છે. લોકો તેને લઈને ઘણા પ્રકારની ફરિયાદો કરતા રહે છે. પછી તે ભલે ટ્રેનનું મોડા પહોચવાનું હોય કે પછી સફાઈ કે કોઈ બીજી બાબતમાં ખામી રહી જવાનું હોય, ત્યાં સુધી કે રેલ્વેની અંદર કામ કરી રહેલા ટીટીઈ વિષે પણ લોકો ઘણી ફરિયાદો કરતા રહે છે. કોઈ કહે છે કે ટીટીઈએ પૈસા લઈને બીજાને સીટ આપી દીધી, તો કોઈ બીજાનું કહેવું છે કે ટીટીઈ લોકો હંમેશા તેમની સાથે વાત તોછડાઈથી જ કરતા હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જે સાંભળતા તમારો ટીટીઈ ઉપરનો વિશ્વાસ ફરી જાગૃત થઇ જશે અને તમે સમજી જશો કે દરેક એક જેવા નથી હોતા. ઘણા લોકો ઘણા સારા સ્વભાવના હોય છે. દિલ્હી રેલ્વે ડીવીઝનમાં કામ કરવા વાળા એચએસ રાના એવા જ એક સજ્જન એવા ટીટીઈ છે. હાલમાં જ તેમણે ટ્રેનની અંદર એક એવું સારું કામ કર્યું છે કે સોશિયલ મીડિયાથી લઈને રેલ્વે મંત્રાલય સુધી તેના કામની પ્રસંશા થવા લાગી.

ખાસ કરીને થયું એવું કે ટીટીઈ એચએસ રાના જે ટ્રેનમાં જઈ રહ્યા હતા, તેમાં એક ગર્ભવતી મહિલા પણ મુસાફરી કરી રહી હતી. સમય રાત્રીનો હતો ત્યારે મહિલાને અચાનક દુઃખાવો થવા લાગ્યો. એટલે જયારે તેની જાણ ટીટીઈ એચએસ રાનાને થઇ તો તેમણે પોતાની ટ્રેનમાં કોઈ ડોક્ટર પ્રવાસીની શોધ શરુ કરી દીધી.

આમ તો તેના ઘણા પ્રયાસ છતાંપણ ટ્રેનમાં કોઈ ડોક્ટર મુસાફર ન મળ્યું. આ સ્થિતિમાં તેમણે પોતે જ મહિલાની ડીલીવરી કરવાનો નિર્ણય લીધો. ટીટીઈની નોકરી કરવા વાળા એચએસ રાણા મહિલાની મુશ્કેલી જોઇ ડોક્ટર પણ બની ગયા. તેમણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા થોડા મુસાફરોની મદદથી મહિલાની સફળતા પૂર્વક ડીલીવરી કરાવી દીધી. પરિણામ એ આવ્યું કે મહિલાએ કોઈપણ પ્રકારની તકલીફ વગર એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.

ટ્રેનમાં બાળકના જન્મના સમાચારથી આનંદમય વાતાવરણ બની ગયું. દરેક લોકો ટીટીઈની પ્રસંશા કરવા લાગ્યા. તે સોશિયલ મીડિયા ઉપર જયારે આ સમાચાર ફેલાયા તો ઘણા લોકો અચરજમાં પડી ગયા. તેમને વિશ્વાસ ન આવ્યો કે એક ટીટીઈએ ડોક્ટરની ભૂમિકા ભજવીને મહિલાની ડીલીવરી સુધી કરાવી દીધી.

ટીટીઈના આ ઉત્તમ કાર્યની દરેક પ્રસંશા કરવા લાગ્યા. ત્યાં રેલ્વે મંત્રાલયે જયારે આ ઘટના વિષે જાણ્યું તો તે પણ તેની પ્રસંશા કરવાથી તેને અટકાવી ન શક્યા. રેલ્વે મંત્રાલયના સત્તાવાર ટ્વીટર હેન્ડલે એક ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું, તેમના (ટીટીઈ એચએસ રાણા)ની માણસાઈ અને મુશ્કેલ સમયમાં માનવતાની દ્રષ્ટીએ મદદ કરી તેનાથી અમારી છાતી ગર્વથી ફુલાઈ ગઈ છે.

આ ઘટના પોતાની રીતે પ્રશંસનીય છે. આજે એક જાગૃત ટીટીઈને કારણે જ મહિલા અને બાળક બન્નેના જીવ બચી ગયા. તેમના ઘરમાં એક નવું મહેમાન આવી ગયું. તે મહિલાને તો આ અનુભવ જીવનભર યાદ રહેશે. ચાલતી ટ્રેનમાં એક બાળકના જન્મ થવાની વાત રોજ રોજ સાંભળવા નથી મળતી. જો આ ટીટીઈની જેમ આપણે બધા પણ બીજાની મદદ માટે આગળ આવવા લાગીએ તો આ દુનિયા સ્વર્ગ જેવી બની જશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.