મોદી ફરીથી આવી શકે છે ગુજરાત, જાણો ક્યારે આવશે અને કયું કામ કરવા આવવાના છે

0
245

હાલમાં એવા અહેવાલ મળી રહ્યા છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે. 30 નવેમ્બરના રોજ તે ફરીથી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મળતી જાણકારી અનુસાર આ વખતે તે પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવા સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવા માટે ગુજરાતમાં આવી શકે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, કચ્છના માંડવીમાં પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. અને અહેવાલ અનુસાર એમાં રહેલા ઊર્જા પાર્ક, ડીસેનિલેશન પ્લાન્ટનું લોકાર્પણ પીએમ મોદી પોતે કરશે. તેના માટે તે આગામી 30 નવેમ્બરના રોજ ગુજરાત આવી શકે છે. મળતી જાણકારી અનુસાર, દેવદિવાળીના રોજ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ થશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે.

narendra modi
narendra modi

મિત્રો, આ પહેલાં નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં આવ્યા હતા, અને તેમણે સી-પ્લેન સહિત કેવડિયા ખાતે બીજા ઘણા પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. કેશુભાઈ પટેલના અવસાનને કારણે 29 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. પહેલા તે 30 ઓક્ટોબરના રોજ કેવડિયા જવાના હતા, પણ પછી તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા ગાંધીનગરમાં કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, અને તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

પછી તેઓ ગુજરાતી ફિલ્મોના મહાનાયક કહેવાતા નરેશ કનોડિયાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે હિતુ કનોડિયા સહિત તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદથી કેવડિયા ગયા અને કેવડિયા ખાતે રિવર રાફટિંગ, જંગલ સફારી, એકતા નર્સરી, એકતા મોલ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ 21 પ્રોજેક્ટમાંથી 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. અને હવે તે 30 નવેમ્બરે ફરી ગુજરાતમાં આવી શકે છે એવી આશા છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ.