૨૦૧૯માં મોદી-શાહના આ પાંચ મોટા નિર્ણયો જેણે દેશનો ‘ઈતિહાસ’ અને ‘ભૂગોળ’ બદલી નાખ્યા

0
445

આજકાલ દેશમાં દરેક જગ્યાએ મોદી અને શાહની જોડીની ખુબ ચર્ચા થઈ રહી છે. મીડિયા ઉપર એમના વિષે ઘણા ન્યુઝ બહાર આવતા રહે છે, જેના વિષે આપણને જાણકારી મળતી હોય છે. જેમાં અમુક ન્યુઝ એવા પણ હોય છે જેના વિષે જાણીને આપણને નવાઈ લાગે છે, અને અમુક ન્યુઝ આપણને એકદમથી ઝટકો આપીને હલાવી દે છે. એમના દ્વારા લેવાયેલા અમુક નિર્ણયો દેશ માટે સારા હોય છે. અને આજે અમે તેમની સાથે જોડાયેલી થોડી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ તે બાબત વિષે.

સંસદમાં નાગરિકતા સંશોધન બીલ પાસ કરવા સાથે જ મોદી ૨.૦ સરકારે વર્ષ પૂરું થતા પહેલા પોતાના ચૂંટણીના વચનો પુરા કરવાની હેટ્રિક લગાવી દીધી છે. ૬ મહિના પહેલા જયારે મોદી સરકાર ફરી વખત પ્રચંડ બહુમતી સાથે સરકારમાં આવી, ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની જોડી આવા નિર્ણયોનો વરસાદ કરી દેશે, જે દશકોથી અટકેલા પડ્યા હતા.

શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન ઉપર નવા કાયદા બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ૨૦૨૪ સુધી તે તમામ રાજકીય એજેન્ડાને પુરા કરીને જ રહેશે. નાગરિકતા સંશોધન બીલ ઉપર લોકસભામાં માથાકૂટ દરમિયાન જયારે કોંગ્રેસે સરકારના નિર્ણય ઉપર પ્રશ્ન ઉભા કર્યા, તો પોતે ગૃહમંત્રી અમિત શાહે મામલો સંભાળતા સ્પષ્ટ કહી દીધું છે કે, તે દેશહિતના નિર્ણય લેતા રહેશે.

મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો પાછળ સમન્વયનો ઈતિહાસ છે, જે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે જોવા મળી રહ્યું છે. આ સમન્વયની તાકાત ઉપર મોદી અને શાહની જોડીએ અશક્યને શક્ય કરી દેખાડ્યું છે, અને ૨૦૧૯ ના નિર્ણયોને ક્રાંતિનું વર્ષ બનાવી દીધું છે.

મોદી સરકારના ક્રાંતિકારી નિર્ણયો :

૧. શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન બીલ.

૨. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦નો અંત.

3. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા.

૪. ત્રિપલ તલાક વિરુદ્ધ સંસદમાંથી કાયદો.

5. આતંક વિરુદ્ધ NIA અને UAPA કાયદો.

પોતાના બીજા કાર્યકાળમાં મોદી-શાહની જોડીએ ઘણા એવા ક્રાંતિકારી નિર્ણયો લીધા છે, જેની રાહ દરેક દેશવાસી ૭૦ વર્ષોથી જોઈ રહ્યા હતા. પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ આ કામ અહિયાં અટકવાનું નથી. ૨૦૧૯ માં બીજેપીએ જોરદાર બહુમતી મળ્યા પછી પીએમ મોદી અને અમિત શાહ લોકોના વિશ્વાસ ઉપર સાચા સાબિત થઇ રહ્યા છે. એવા તમામ એજન્ડા જે જનસંઘના સમયથી ચાલતા આવ્યા હતા, તે એક પછી એક પુરા થઇ રહ્યા છે.

આ તમામ ક્રાંતિકારી નિર્ણયોનો યશ મોદી-શાહની જોડીને જ જાય છે. માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારે આગળના એજન્ડામાં કોમન સિવિલ કોડ, વસ્તી નિયંત્રણ કાયદો રહેલો છે. આ સરકારના દરેક ઐતિહાસિક નિર્ણયો પછી લોકોની દ્રષ્ટિ અમિત શાહ તરફ આશા સાથે જુવે છે. કેમ કે પીએમ મોદીના દરેક સપના શક્ય બનાવવા વાળા અમિત શાહ જ છે તો આશાઓ આ જોડીની આગળની ક્રાંતિની છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.