મોર્ડન વહુ પણ ઘર સંભાળી શકે છે, બસ આજના જમાનાની સાસુઓ આ વાત સમજે તો કોઈ દિવસ ઘર ભાંગે નહીં, વાંચો આખી સ્ટોરી

0
2835

મિત્રો, આજકાલની છોકરીઓ પણ હવે જમાના સાથે સ્માર્ટ બનવા લાગી છે. તેઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટાભાગની દરેક સમસ્યાઓનું સમાધાન શોધી લે છે. આજકાલની છોકરીઓને ના તો કોઈ કચકચ ગમે છે, કે ના કોઈ એમને ટોકે એ ગમે છે. બસ એ ભલું ને એમનું કામ ભલું. શ્રમ કરવામાં પણ તે પાછી નથી હટતી. તેઓ નોકરી કરે છે અને સાથે સાથે ઘરનું બધુ કામ પણ સરળતાથી સાંભળી લે છે.

પણ જુના જમાનાની સાસુઓને આ બધા સાથે એડજસ્ટ થતા ફાવતું નથી. તેઓ પોતાનું સાસુપણું છોડી નથી શકતી. એ કારણે ઘણી વાર બે અલગ અલગ જમનાની મહિલાઓ વચ્ચે થોડું વાતાવરણ તંગ થઇ જાય છે. પરિણામે ઘરમાં ઝગડા થાય છે. પણ જો સાસુ વહુ સાથે મળીને વિચારોની આપ-લે કરીને યોગ્ય સમજણથી ઘર ચલાવે, તો કદીયે કોઈ ઘર ભાંગે નહિ. આવો તમને એક સ્ટોરી જણાવીએ જે એક સરસ મજાની શીખ આપે છે.

શહેરના એક ઘરની એક મહિલા, નામ એમનું સુશીલા બેન. એમનો એક દીકરો આકાશ અને એની પત્ની સિમ્મી સાથે તે રહે છે. સવારનો સમય હતો તે પેપર વાંચી રહ્યા હતા. એટલામાં મોબાઈલની રિંગ વાગી. જોયું તો ઘરે રસોઈ બનાવવા આવતા મહારાજનો જ કોલ હતો. ઉપાડયો તો સામેથી મહારાજે કહ્યું કે, મેડમ આજે હું રસોઈ બનાવવા નહી આવી શકું. આ સંભળતા જ સવિતા બહેનના પગ તળેથી જમીન સરકી ગઈ.

એમની તબિયત થોડી ખરાબ હતી, તેમજ સાંધાના દુઃખાવાને કારણે કામ થઇ શકે એમ હતું નહિ. એમની બધી જ બહેનપણીઓ એમના ઘરે આવવાની હતી. એટલે એમના માટે જમવાની ને બીજી બધી વ્યવસ્થા કરવાની હતી. એમની વહુ ઓફિસ જવા માટે નીકળી ગઈ હતી. એમની વહુ ઉંમરમાં ભલે એમના કરતાં નાની હતી પણ સમજદાર બહુ.

પોતાની વહુના વખાણ કરતા સુશીલા બેન કહે છે કે, જ્યારથી તે લગ્ન કરીને આવી છે ત્યારથી મને તો ખબર જ નથી કે, આ ઘરમાં કઈ વસ્તુ ક્યારે અને કેવી રીતે આવે છે. અને કેવી રીતે ઘર સંભાળે છે. એ સવારથી સાંજ નોકરી પર હોય છે અને ત્યાં બેઠા બેઠા જ ઘરની બધી વસ્તુઓને મેનેજ કરી લે છે. તેમજ મારા દીકરાને પણ સંભાળે ને મને પણ. આ મારી વહુ તો દીકરી બનીને મારા ઘરમાં આવી છે. આટલું બધું કામ કરવા છતાં પણ સદાય હસતી ને હસતી જ રહે. રવીવારના દિવસે મારા દીકરાને રજા હોય પણ મારી વહુ તો એ દિવસે ઘરની ડ્યૂટીમાંથી પણ નવરી નથી પડતી.

સુશીલા બેને ફોન મુક્યો પછી આજે પોતે કઈ રીતે બધું સાંભળશે એ વિચારવા લાગ્યા. એટલામાં ડોરબેલ વાગ્યો. કામવાળી બાઈ ઘરનું કામ કરવા આવી. મેડમને ચિંતામાં જોઈને એ બોલી, કેમ આજે આટલા બધા ટેન્શનમાં લાગો છો? અને આ રસોડુ કેમ સૂનું સૂનું છે? મારાજ નથી આવ્યા? હાથમાં સાવેણી લઈને તે આખા ઘરમાં કચરો વાળવા લાગી.

સુશીલા બેન બોલ્યા આજે મોટું ટેન્શન છે. આજે મારી બધી બહેનપણીઓને ગપ્પાં મારવા માટે આવવાની છે એમના જમવાની પણ વ્યવસ્થા કરવાની છે. એવામાં આજે જ મારાજે રોન કાઢી છે. હવે કેવી રીતે આટલી બધી રસોઈ બનશે? કોણ બનાવશે? હું તો ઊભી પણ ના રહી શકું. ને જ્યારથી સિમ્મી આવી છે ત્યારથી મેં રસોડામાં પગ પણ નથી મેલ્યો.

કામવાળી બોલી, મેડમ તમારી વહુ નવા જમનાની છે, એને આવું બધું સાચવતા આવડે છે. એટલે તમે ચિંતા હેઠી મેળો અને એકવાર વહુને કહો. એ તમારી તકલીફ દૂર કરી દેશે. સુશીલા બેને ઝટથી મોબાઈલ લીધો ને વહુને મેસેજ કરી બધી હકીકત કહી.

સાસુનો મેસેજ જોતા તરત જ વહુએ રીપ્લાય કર્યો, “સાસુ મોમ ચિંતા ન કરો. તમે તમારા રૂમમાં જઈને સરસ તૈયાર થાવ અને તમારી બહેનપણીઓની આગતા સ્વાગતા વિષેનું સુંદર આયોજન કરો. રહી વાત વેલકમ ડ્રિંક્સને જમવાની તો એ બધું હું અહિયાંથી જ મેનેજ કરી લઈશ. તમે બસ બહેનપણીઓ સાથે જલ્સા કરો. લવ યુ સાસુ મોમ ..બાય …..મિસ યુ …એન્જોય યોર વિથ ફ્રેંડ્સ.

સુશીલા બેન એ મેસેજ જોઈને હરખાઈ ગયા. આજે એમને ખરેખર એવું લાગ્યું કે એમને દીકરો આપી દીકરી લીધી છે. આવી વહુ તો નસીબદાર ને જ મળે. પછી સુશીલા બેન સાંધાના દુઃખાવાને ધ્યાન બહાર કરતા સરસ મજાનાં તૈયાર થઈ અવાનાર બહેનપણીની રાહ જોવા લાગ્યા. એક કલાકમાં તો ઘરે વેલકમ ડ્રિંક્સ અને બધુ જમવાનું આવી ગયું. સુશીલા બેન ધીમે ધીમે બધુ જ ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવી રહ્યા હતા ત્યાં જ તેમની બધી બહેનપણીઓ આવી પહોંચી.

એમણે બધાનું સ્વાગત કર્યું અને કહ્યું, વેલકમ ડ્રિંક્સમાં લીચી શરબત, સ્ટ્રોબેરી શરાબત અને સાથે જ આઇસ્ક્રીમ પણ છે. જેને જે ભાવે તે લેવાની છૂટ. પછી બધી જ બહેનપણીઓ થોડા ગપ્પાં મારી જમવા બેઠી. સુશીલા બેન તો સિમ્મીના વખાણ કરતાં થાકતા નથી. એણે મોકલેલું જમવાનું પણ એકદમ પરફેક્ટ. પંજાબી સબ્જી, ગુજરાતી સબ્જી, કાઢી, દાળ, ભાત, પાપડ, ફરસાણ અને એ ઉપરાંત બીજી ઘણી વેરાયટીને સાથે સ્વીટમાં માલપૂઆ.

આ બધું જોઈ એમની એક બહેનપણી ગીતા બોલી, સુશીલા તે તારી વહુને બહુ છૂટ આપી રાખી લાગે છે. એણે ઓર્ડર આપીને જમવાનું મંગાવી લીધું એમાં તું આટલા વખાણ કરે છે એના. તારી બહેનપણીઓ માટે તે ઘરે જમવાનું બનાવી આપે તો એ ખરી વહુ કહેવાય. તું સાવ ભોળી છે. આટલું બધું કઈં બહારથી મંગાવાતું હશે? પૈસાની કિંમત જ નથી તારી વહુને.

તરત જ સુશીલા બેન બોલ્યા, એ મારી વહુ નથી એ તો મારી દીકરી છે. અને શું હું મારી દીકરીને આટલી છૂટ ના આપી શકું? એ પોતે કમાય છે તો એ પૈસા વાપરી શકે છે. અને આ પૈસાનો બગાડ નથી આ એની લાગણી અને પ્રેમ છે. મને મારી મોડર્ન વહુ પર ગર્વ છે.

જો એ દીકરી આટલૂ બધુ કરી શકે તો હું એના માટે થઈને મારા જૂના વિચારો બાજૂ પર ના મૂકી શકું? અરે તમે પણ તમારી વહુને જમાના પ્રમાણે થોડી છૂટ આપો. એ તમારા માટે જીવ આપવા પણ ઊભી રહેશે. આજની દીકરીઓ ભલે મોડર્ન છે, પણ આપણાં જમાનાની વહુઓ કરતાં ઘણી સારી છે. સમજાય તો વંદન. બાકી મારી સિમ્મી વહુ બેસ્ટ છે.

તો મિત્રો સાસુ સુશીલા બેન જેવી અને વહુ સિમ્મી જેવી હોય કદી કોઈ ઘર ભાંગે નહીં. જો વહુ થોડી જૂની રીતો અપનાવે છે, તો સાસુએ પણ થોડી નવી રીતો અપનાવવી જોઈએ ને. થોડું એ લેટ ગો કરશે, થોડું તમે કરો, પછી જુઓ તમે સાસુ વહુ માં દીકરી બની જશો. એકવાર આ બાબતે વિચાર જરૂર કરજો.