ઓગસ્ટથી શરુ થશે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ, સરળતાથી મળી જશે ચોરી થયેલો મોબાઈલ

0
1752

મિત્રો, હવે તમે જલ્દી જ તમારા ખોવાયેલા ફોનને શોધી શકશો. સરકાર એવી ટેકનીક લોન્ચ કરવા જઈ રહી છે, જે દેશભરમાં ઓપરેટ થઈ રહેલા ચોરી થયેલ મોબાઈલ ફોનને ટ્રેક કરી શકશે. આ ટ્રેકિંગ સિસ્ટમની ખાસ વાત એ રહેશે કે, ફોનમાંથી સિમ કાર્ડ કાઢીને કે IMEI નંબર બદલી દીધા પછી પણ ફોનને ટ્રેક કરી શકાશે. આ ટેકનીકને સેન્ટર ફોર ડેવેલોપમેન્ટ ઓફ ટેલિમેંટિક્સ(Centre for Development of Telematics – C-DoT) એ તૈયાર કરી છે, અને આને ઓગસ્ટમાં લોંચ કરશે એવી આશા છે.

૧૫ કરોડ રૂપિયામાં તૈયાર થયું CEIR :

ટેલિકોમ વિભાગે જુલાઈ ૨૦૧૭માં C-DoT ને મોબાઈલ ટ્રેકિંગ પ્રોજેક્ટ ‘સેન્ટ્રલ ઇકિવીપમેન્ટ આઈડેંટીટી રજીસ્ટર (CEIR) સોંપ્યું હતું. આનો ઉદ્દેશ્ય મોબાઈલ ફોનની ચોરી અને નકલી ફોનના ધંધા રોકવાનું હતું. સરકારે દેશમાં CEIR સેટ અપ કરવા માટે ૧૫ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો.

આવી રીતે કામ કરશે આ ટેકનીક :

CEIR સિસ્ટમ ચોરી કરેલા કે ખોવાઈ ગયેલા ફોનમાં હાજર બધીજ સેવાઓને બ્લોક કરી દેશે. પછી ભલે સિમ કાર્ડ બદલી દેવામાં આવે કે IMEI નંબર બદલી દેવામાં આવે. તે બધા મોબાઈલ ઓપરેટરના IMEI ડેટાબેઝને કનેક્ટ કરશે. આ બધા નેટવર્ક ઓપેરેટર્સ માટે સેન્ટ્રલ સિસ્ટમ તરીકે કામ કરશે, જ્યાં તે બ્લેક લિસ્ટ થયેલા મોબાઈલ ટર્મિનલને શેયર કરી શકશે, જેથી બધા જ નેટવર્કમાં બ્લેકલીસ્ટ કરેલા ડિવાઇસ બીજા નેટવર્કમાં કામ કરી શકે નહીં. પછી ભલે સિમ કાર્ડ કેમ જ બદલાઈ જાય.

જુલાઈમાં શરૂ થયું હતું ટ્રાયલ :

ડીઓટીએ CEIR પ્રોજેક્ટની શરૂઆત ૨૦૧૭ માં કરી હતી. મહારાષ્ટ્રમાં તેનું ટ્રાયલ કરવામાં આવ્યું. ટ્રાયલ પ્રોજેકટ સફળ રહ્યું. આ પછી હવે આને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની તૈયારી છે. આ પ્રોજેક્ટથી જોડાયેલ ડિઓટીના એક અધિકારી મુજબ, મોબાઈલ ચોરી થવો એ માત્ર આર્થિક નુકશાન નથી કરતુ, પણ કોઈ વ્યક્તિના અંગત જીવન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ભય પેદા કરી શકે છે. અધિકારી મુજબ ડીઓટી માટે આ સમયે બજારમાં નકલી મોબાઈલ ફોનની ઉપલબ્ધતા એક મોટો મુદ્દો છે. નકલી આઈએમઇઆઇ નંબર સાથે ચાલવા વાળા મોબાઈલ ફોન આપણી આસપાસ એક્ટિવ રહે છે અને આપણે તેની ઓળખ કરી શકતા નથી.

ચોરી રોકવામાં મળશે મદદ :

મંત્રાલયના અધિકારીનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ શરૂ કરવાનો મુખ્ય ધ્યેય મોબાઈલ ફોનની ચોરીને રોકવાનો છે. અધિકારીનું કહેવું છે કે આઇએમઇઆઈ નંબરને બ્લેકલીસ્ટ કર્યા પછી મોબાઈલ ફોન કામ કરવા લાયક રહેશે નહીં. આ ડેટાબેઝની મદદથી સુરક્ષા એજન્સીઓ ચોરી થયેલ મોબાઈલ સરળતાથી શોધી શકશે. અધિકારીનું કહેવું છે કે, અમે સુનિશ્ચિત કરીશુ કે સરકાર તરફથી આ ડેટાબેઝનો ખોટો ઉપયોગ ન કરવામાં આવે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.